Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 120
________________ ૧૦૯ સંવિગ્નસાધુયોગ્ય નિયમકુલકમ્ अह चारित्तायारे, नियमग्गहणं करेमि भावेणं । बहिभूगमणाइसुं, वज्जे वत्ताइं इरियत्थं ।।११।। अपमज्जियगमणम्मि, असंडासपमज्जिउंच उवविसणे । पाउंछणयं च विणा, उवविसणे पंचनमुक्कारा ।।१२।। उग्घाडेण मुहेणं, नो भासे अहव जत्तिया वारा। भासे तत्तियमित्ता, लोगस्स करेमि उस्सग्गं ।।१३।। असणे तह पडिक्कमणे, वयणं वज्जे विसेसकज्ज विणा । सक्कीयमुवहिं च तहा, पडिलेहंतो न बेमि सया ।।१४।। હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમો ભાવ સહિત અંગીકાર કરું છું. ૧. ઇર્યાસમિતિ-વડીનીતિ, લઘુનીતિ કરવા અથવા આહાર-પાણી વહોરવા જતાં-આવતાં ઇર્યાસમિતિ પાળવા માટે (જીવરક્ષા માટે) રસ્તામાં વાર્તાલાપ વિગેરે કરવાનું હું ત્યાગ કરું છું. I/૧૧// દિવસે દષ્ટિથી કે રાત્રિએ દંડાસનથી પૂંજ્યા-પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તો, અંગ-પડિલેહણ વગેરે સંડાસા કે આસન પડિલેહ્યા-પ્રમાર્યા વગર બેસી જવાય તો અને કટાસણા-કાંબળી વગર બેસી જવાય તો (તત્કાળ) પાંચ નમસ્કાર કરવા (પાંચ ખમાસમણા દેવા અથવા પાંચવાર નવકાર મંત્રનો જાપ કરવો.) I૧૨ાાં ૨-ભાષાસમિતિ-ઉઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વિના) નહિ જ બોલું અથવા ભૂલ જેટલી વાર ઉઘાડે મુખે બોલાઇ જાય તેટલી વાર (ઇરિયાવહીપૂર્વક) એક લોગસ્સનો કાઉસ્સગ્ન કરું II૧૩ી આહાર-પાણી વાપરતાં તેમજ પ્રતિક્રમણ કરતાં કોઇ મહત્ત્વના કાર્ય વિના કોઇને કાંઇ કહું નહિ, એટલે કે કોઈ સાથે વાર્તાલાપ કરું નહિ, એ જ રીતે મારી પોતાની ઉપધિની પડિલેહણા કરતાં હું કદાપિ બોલું નહિ. (વડીલની આજ્ઞા વગેરે કારણે બોલવું પડે તો જયણા) TI૧૪ /

Loading...

Page Navigation
1 ... 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158