Book Title: Kulak Samucchay
Author(s): Prashantvallabhvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 134
________________ ઉપદેશરત્નમાલા કુલકર્ ૧૨૩ पत्थावे जंपिज्जइ सम्माणिज्जइ खलो वि बहुमज्झे । नज्जइ सपरविसेसो सयलत्था तस्स सिज्झंति ।। १९ ।। मंततंताण न पासे गम्मइ नय परगिहे अबीएहिं । पडिवन्नं पालिज्जइ सुकुलीणत्तं हवइ एवं ।।२०।। भुंजइ भुंजाविज्जइ पुच्छिज्ज मणोगयं कहिज्ज सयं । दिज्जइलिज्जिइ उचिअ इच्छिज्जइ जड़ थिर पिम्मं ।। २१ ।। को वि न अवमन्निज्जइ न य गविज्जइ गुणेहिं निअएहिं । न विम्हिओ वहिज्जइ बहुरयणा जेणिमा पुहवी ।। २२ ।। आरंभिज्जइ लहुअं किज्जइ कज्जं महंतमवि पच्छा । न य उक्करिसो किज्जइ लब्भइ गुरुअत्तणं जेण ।। २३ ।। साहिज्जइ परमप्पा अप्पसमाणो गणिज्जइ परोवि । किज्जइ न रागदोसो छिन्निज्जइ तेण संसारो ।।२४।। યોગ્ય અવસરે બોલવું, ઘણાની વચ્ચે ખલ પુરુષનું પણ સન્માન કરવું, પોતાના અને પારકાનાં ભેદને જાણવો-આમ કરવાથી સકલ અર્થો સિદ્ધ થાય છે. ।।૧૯।। માંત્રિક-તાંત્રિક પાસે ન જવું, પારકા ઘરે સંગાથ વિના જવું નહીં, પ્રતિજ્ઞાનું પાલન-જે ક૨વું સ્વીકાર્યું હોય તે-ક૨વું જો આ પ્રમાણે કરવાથી સુકુલીનતા પ્રાપ્ત થાય છે. ।।૨૦।। જો સ્થિર પ્રેમ ઇચ્છતા હો તો પરસ્પર ભોજન ક૨વું-કરાવવું, તેના મનોગત ભાવને પૂછવા અને પોતાની મનોભાવના જણાવવી, ઉચિત વસ્તુની લેવડ-દેવડ કરવી. ।।૨૧।। કોઇની પણ અવજ્ઞા ન કરવી, પોતાના ગુણોનું કીર્તન ન કરવું, વિસ્મય રાખવો નહીં, કારણકે આ પૃથ્વી બહુરત્ના છે. ।।૨૨।। નાના કાર્યથી શરુઆત ક૨વી અને મોટું કાર્ય પછીથી ક૨વું, પોતાનો ઉત્કર્ષ કરવો નહીં-જેનાથી ગૌરવ પ્રાપ્ત થાય છે. ।।૨૩।। પરમાત્માની સાધના કરવી, અન્યને પણ સ્વસમાન ગણવા, રાગ-દ્વેષ ન ક૨વા-આમ કરવાથી સંસારનો ઉચ્છેદ થાય છે. ।।૨૪।।

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158