Book Title: Jainsutrama Murtipooja
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 45
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હતે એમ હિંદુઓ માને છે, તેમાં એક એવી કથા છે કે દ્રોણાચાર્યની પાસે એકલવ્ય ભિલ, શસ્ત્રવિદ્યાને અભ્યાસ કરવા આવ્યો અને દ્રોણાચાર્યને તેણે પગે લાગીને વિનંતિ કરી, પણ અર્જુનના કહેવાથી દ્રોણાચાર્યે એકલવ્યને શસ્ત્ર વિદ્યાને અભ્યાસ કરાવ્યું. નહિ. એકલવ્યે દ્રોણાચાર્યની વનમાં મૂર્તિ સ્થાપના કરી અને તેના ઉપર પુષ્પ ચડાવવા લાગ્યા અને મૂર્તિની આજ્ઞા માગીને ધનુર્વિદ્યા શીખવા લાગ્યો. શીખતાં શીખતાં શ્રદ્ધાબળથીતે એટલેબોહાશિયાર થયે કે અર્જુનને પણ તેની આગળ શરમાવું પડયું તેમાં પણ ખાસ ગુરૂની જડમૂર્તિની પૂજાજ પ્રધાન રૂપે ભક્તિદ્વારા શક્તિનું બળ અર્પણ કરનારી હતી, તે ઉપરથી વાંચકે જોઈ લેશે કે મૂર્તિપૂજા દ્વારા પરમાત્માની ભકિત થાય છે અને તે થકી અનંત પ્રકારની આત્મામાં શકિત જાગે છે. પારસી લેકે જરથોસ્તી ધર્મ પાળે છે અને તેઓ સૂર્ય, દરિયે તથા અગ્નિ વિગેરેને માને છે અને તે દ્વારા પરમાત્માની ઉપાસના કરે છે, અગ્નિ સાકાર છે મૂર્તિરૂપ છે. અને તેના ઉપર જે પ્રેમ, સત્કાર, તેની પૂજા અને તેને માટે લાખો કરોડો રૂપીઆનું ખરચ કરવું તે પણ મૂર્તિપૂજાજ છે. હાલ યુરોપમાં જ્યાં ત્યાં મોટા મોટા વીરેનાં બાવલાં કરવામાં આવે છે અને તે દ્વારા તેને માન આપવામાં આવે છે, અને દેશભકત વરોના બાવલાંઓની સામે યુરોપીઅને ટોપી ઉતારે છે તે પણ એક જાતની દેશવીર પ્રેમથકી થનારી મૂર્તિ પૂજાજ છે. મોટા મેટા શહેન શાહે તથા દેશ નેતાઓનાં બાવલા કરવા અને તેમાં કરડે રૂપીઆ ખર્ચવા તે પણ એક જાતની મૂર્તિ પૂજાજ છે. મુંબઇ વિગેરે સ્થાનમાં વિકટેરીઆરાણી તિલક વિગેરેનાં બાવલાં છે, તેની આગળ યુપીઅને તથા હિંદીઓ વિગેરે તેઓને ટોપીઓ ઉતારી માન આપે છે તે પણ એક જાતની મૂર્તિપૂજા છે. કબીર પંથવાળાઓ કબીરની ચાખડીને પૂજે છે, કુલ ચડાવે છે તથા કબીરના ગ્રંથને માને છે, પૂજે છે તથા કુલ ચડાવે છે તે પણ એક જાતની મૂર્તિ પૂજાજ છે. તથા પેગ માર્ગમાં પણ સવિકપક ધ્યાનમાં પ્રભુ અગર ગુરૂની મૂર્તિનું ધ્યાન ધરવામાં આવે છે. પ્રભુ વિગેરેનું સાકાર સ્વરૂપ ચિંતવવામાં આવે છે તથા ધારણામાં બાહા ત્રાટકમાં મૂર્તિ વિગેરે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64