Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 2
________________ * મુખપૃષ્ઠ પરના પ્રતિક નો પરિચય • જૈન તત્વજ્ઞાન મુજબ પુદ્ગલપદાર્થની ૮ વર્ગણાઓ. • વિજ્ઞાન મુજબ યુરેનિયમમાંથી સીસામાં ભૌતિક પદાર્થનું રૂપાંતર. વિશ્વના સમગ્ર પુદ્ગલદ્ય (ભૌતિક પદાર્થ) ના જૈન શાસ્ત્રોમાં મહત્ત્વના ૮ વિભાગો બતાવ્યા છે. તેને ૮ વર્ગણા કહે છે. આ ૮ વર્ગણાને સરળતાથી સમજીએ. વિશ્વમાં એકલા, છૂટા, સૂક્ષ્મ એવા સ્વતંત્ર પરમાણુઓ અનંત છે. બે પરમાણુઓ સંયોજન પામીને બનેલા ક્રયણુકં સ્કંધો (molecules)પણ અનંત છે. તેજ રીતે ઋણુક અને આગળ ઉત્તરોત્તર ૧ -૧ પરમાણું વધતાં અસંખ્યાત પરમાણુઓ સંયોજાઈને બનેલા સ્કંધો તેમજ અનંત અને અનંતાનંત પરમાણુઓના બનેલા સ્કંધો, આ સર્વે પ્રત્યેક સ્કંધો પણ અનંત છે. આમાં નિશ્ચિત અનંત પરમાણુના બનેલા સ્કંધથી શરૂ કરી ૧ -૧ પરમાણું વધતાં વધતાં અનંતગુણ અધિક, (પણ એક નિશ્ચિત મર્યાદા સુધી) એવા અનંત પરમાણુનો બનેલો સ્કંધ સુધીના જે જે સ્કંધો છે, તેને ૧લી ઓદારિક વર્ગણા કહી છે. તેનાથી પણ અનંતગુણ અધિક પરમાણુઓ વાળા જે સ્કંધો છે. તેને રજી વૈક્રિયવર્ગણા કહી છે. આ રીતે આગળ - આગળની વર્ગણાના સ્કંધો પૂર્વ કરતાં અનંતગુણ અધિક પરમાણુવાળા જાણવા. તે મુખપૃષ્ઠ પરના મિત્રમાં બતાવ્યા મુજબની ૩જી આહારક, ૪થી તેજસ, પમી ભાષા ઉઢી શ્વાસોચ્છ્વાસ, ૭મી મન, અને ૮મી કર્મ. આ વર્ગણાઓમાં સમજવાજેવી અને આશ્ચર્યકારી વિશેષતા એ છે કે, આગળ આગળની ૨જી, ૩જી વિગેરે વર્ગણાઓ વધુ વધુ ૫૨માણુઓવાળી હોવા છતાં, તેના સ્કંધો પૂર્વની વર્ગણાના સ્કંધો કરતાં વધુ સૂક્ષ્મ, અને વજનમાં હલકા છે. અને પૂર્વની વર્ગણાના સ્કંધો ઓછા પરમાણુઓવાળા હોવા છતાં સ્કૂલ અને વજનમાં ભારે હોય છે. (વિશેષ જુઓ પૃ. ૪૩ થી ૫૦ અને ૩૭૪ - ૭૫) સર્વે વર્ગણાઓનો મૂળભૂત ઘટક પરમાણું એક સમાન છે. તે વિખરાવા અને જોડાવા દ્વારા વિવિધ વર્ગણાઓમાં રૂપાંતર પામે છે. એટલે પરમાણુંઓના સંયોજનની પદ્ધતિ મુજબ વિવિધ પદાર્થો સર્જાય છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 410