Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 11
________________ એમણે નાના-નાના લેખોના માધ્યમથી જૈનદષ્ટિ અને વિજ્ઞાનદષ્ટિ બન્નેને પ્રસ્તુત કરી છે. વિજ્ઞાનીઓના મંતવ્યોના આધારે જૈનશાસ્ત્રમાં વર્ણવેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોની ઘટના પણ રજૂ કરી છે. પૂર્વે જણાવ્યા મુજબ વિજ્ઞાનીઓના મંતવ્યો સમયે-સમયે બદલાતા હોવાથી આ બાબતમાં અનેક જાતના વિચારભેદ જોવા મળે છે, એમણે કરેલી તુલનાઓ અને કાઢેલાં તારણોથી જૈનશાસ્ત્રમાં વર્ણવેલા ધર્માસ્તિકાય આદિ પદાર્થો તેવાં જ છે (એટલે ઈથર જેવાં) તેવું ન કહી શકાય, કારણ કે, ઈથરરૂપી દ્રવ્ય છે જયારે ધર્માસ્તિકાય વિગેરે અરૂપી દ્રવ્ય છે. આવી અનેક બાબતો વિમર્ષના અંતે સમજાય તેવી છે. ધર્મ અને વિજ્ઞાન (સાયન્સ) અંગે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય કે સાધનામાંથી પ્રગટેલ વિજ્ઞાનના પ્રકાશમાં જોવાયેલો, જણાયેલો ધર્મ વ્યક્તિને અધ્યાત્મની દિશામાં લઈ જાય છે, જયારે સાધનોમાંથી પ્રગટેલું આજનું વિજ્ઞાન (સાયન્સ) જીવને ભૌતિકતાની દિશામાં લઈ જાય છે.” સાધનામાંથી પ્રગટેલ વિજ્ઞાનરૂપ ધર્મ આત્માને એ સાધનાના માર્ગે સાચા સુખ તરફ લઈ જાય છે, જેમાં બાહ્ય-સાધનનોની કોઈ આવશ્યકતા રહેતી નથી, જ્યારે સાધનોમાંથી પ્રગટેલ વિજ્ઞાન (સાયન્સ) એ સાધનોના રવાડે ચડાવી આભાસીતકલાદી સુખ અપાવે છે, જે ભોગવાનું પરિણામ દુઃખ અને દુઃખની પરંપરા જ હોય “ધર્મ દરેક વ્યક્તિને સ્વતંત્ર, સ્વાધીન બનાવી વસ્તુના અભાવમાં પણ પરમસુખની અનુભૂતિ કરાવે છે, જ્યારે વિજ્ઞાન (સાયન્સ) દરેક વ્યક્તિને પરતંત્ર, પરાધીન બનાવી વસ્તુના ઢગલામાં ય અસંતોષાદિ અપાવી દુઃખી કરાવે છે.” ધર્મ, ક્ષમા-નમ્રતા-સરળતા-સંતોષ જેવા આત્મિકગુણોની સિદ્ધિ દ્વારા આત્માના મૂળભૂત સ્વરૂપ-સ્વભાવને પમાડી કૃતકૃત્ય બનાવે છે, તો વિજ્ઞાન (સાયન્સ) વ્યક્તિમાં ગ્રોમોર (Growmore) અને હેવમોર (Havenore) જેવા સંસ્કારો પાડી અપેક્ષા-પૂર્તિ ન થતાં ક્રોધ, અભિમાન, માયા-પ્રપંચ-દગાબાજી અને અસંતોષ આદિના ખાડામાં પાડી વ્યક્તિને દુઃખી-દુઃખી બનાવે છે.” “ધર્મનો મુખ્ય પાયો “છોડીને મેળવવું એ છે, અર્થાત્ દુન્યવી અર્થ-કામનો ત્યાગ કરીને આત્મિક સમતારસનું પાન કરવું-કરાવવું, જ્યારે વિજ્ઞાન (સાયન્સ)નો મુખ્ય પાયો “માત્ર મેળવ્યે જ જવું” એ છે, અર્થાતુ નવ-નવી વસ્તુ, સાધન, સામગ્રી ભેગી કરવી, એકઠી કરવી, સંગ્રહ કરવો અને એને જોઈ જોઈ રાજી થવું. એમાંની

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 410