Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 9
________________ વિજ્ઞાન એની એક એક શોધ પાછળ અબજોનું ધન પાણી કરે છે અને હિંસાચારનો કોઈ પાર નથી, જૂઠ્ઠાણાનો આશ્રય કોમન પ્રેક્ટીશ ગણાય છે. ચોરી-જારી અને સંગ્રહખોરી વિજ્ઞાનનાં શાપિત ફળો છે. જ્યારે જૈનધર્મ-સર્વજ્ઞકથિત સિદ્ધાંતોની શોધ માટે એક પણ રૂપિયાના ખર્ચની કે એકાદ નાનકડા ય જીવ-જંતુની હિંસાની જરૂર નથી. ધર્મમાર્ગ એટલે ત્યાગ માર્ગ. અર્થ-કામના સંસાધનોની પાછળની આંધળી દોટ બંધ કરી આત્મ-સ્વભાવને પામવાની-ખોજમાં લાગી જાય તેને વિશિષ્ટજ્ઞાનની સંપ્રાપ્તિ થાય અને એ વિશિષ્ટજ્ઞાન (કેવળજ્ઞાન)માં જગતના બધા જ પદાર્થો-જીવા અને જડ વસ્તુઓ યથાસ્થિત દેખાય જણાય. માટે જ સર્વા-સર્વદર્શી એવા અરિહંત પ્રભુએ બતાવેલી આગમાદિ જૈનશાસ્ત્રોની ફૂટપટ્ટીથી વિજ્ઞાનને માપી શકાય પણ સર્વજ્ઞ-અસર્વદર્શી, સીમિત અને એકક્ષેત્રીય જ્ઞાન ધરાવતા વિજ્ઞાનીઓએ સ્થાપિત કરેલી વિજ્ઞાનની ફૂટપટ્ટીથી જૈન સિદ્ધાંતોને માપી ન શકાય. સિવિક કે ક્રિમિનલ ડીસ્ટ્રીકટ કોર્ટોએ કરેલા નિર્ણયો ઉપરની હાઈકોર્ટમાં પડકારી શકાય, હાઈકોર્ટના કરેલા નિર્ણયો એની ઉપરની સુપ્રિમકોર્ટમાં પડકારી શકાય. એમાં હાઈકોર્ટનો નિર્ણય નીચેની કોર્ટને મંજુર રાખવો પડે અને સુપ્રિમનો નિર્ણય હાઈકોર્ટે તેમજ એની નીચેની તમામ કોર્ટોને પણ મંજુર રાખવો પડે, કારણ એ સૌથી શ્રેષ્ઠ ઓથોરીટી ગણાય છે, તેમ વિજ્ઞાન અને વિજ્ઞાનીઓના નિર્ણયોને એનાથી વિકસિત, સંશોધિત, સૂક્ષ્મવિજ્ઞાન અને વિજ્ઞાનીઓ રદ કરી એના સ્થાને વિકસિત, સંશોધિત, સૂક્ષ્મ સિદ્ધાંતો પ્રતિસ્થાપિત કરી શકે છે. ઉપરિતન વિજ્ઞાન વિજ્ઞાનીઓએ પ્રતિસ્થાપિત કરેલા એ સિદ્ધાંતો જ્યાં સુધી એને ય પાછો પડકાર ન મળે ત્યાં સુધી નીચે-નીચેના વિજ્ઞાન-વિજ્ઞાનીઓને માન્ય રાખવા પડે છે. પરંતુ એ બધા કરતાં સર્વજ્ઞ-સર્વદર્શી અરિહંતો વિશ્વના સર્વશ્રેષ્ઠ વિજ્ઞાનને જોનારા જાણનારા અને આગમાદિ ધર્મશાસ્ત્રોના વચનો દ્વારા જગતમાં સંસ્થાપિત કરનારા હોઈ, એમના એ વચનો, સિદ્ધાંતો, ઉપદેશો, વિધાનો, પ્રવચનો અને પ્રરૂપણાઓને જગતની કોઈપણ વિજ્ઞાનશાખા કે વિજ્ઞાનીનો દ્વારા પડકારી શકાય તેમ નથી. વિજ્ઞાને અણુ શોધ્યો. જૈન શાસ્ત્ર હજારો વર્ષો પહેલા અણુ જ નહિ પરમાણુ બતાવ્યો. જૈન શાસ્ત્ર બતાવેલો પરમાણુ પણ કેટલો સૂક્ષ્મ ! કે કેવળજ્ઞાની-સર્વજ્ઞના જ્ઞાનથી પણ જે જડ પદાર્થના (પુદ્ગલના) હવે પછી બે ભાગ થવા શક્ય ન હોય, તેવા પુદ્ગલના અવિભાજય અંશને અહીં પરમાણુ કહેવામાં આવેલ છે. આજના

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 410