Book Title: Jain Tattvagyan Ane Adhunik Vigyan
Author(s): Divyakirtivijay
Publisher: Tintoi S M P Jain Sangh

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ મોટા ભાગની સામગ્રીએ પોતે ભોગવી શકતો નથી, પણ એ સાધન સામગ્રી જ એને ભોગવી જાય છે. (એનો ભોગ લઈ લે છે.)” સાધનોની મર્યાદા છે, સાધના અમર્યાદિત છે. સાધનોથી નક્કી કરાતા સિદ્ધાંતોમાં સાધનોની મર્યાદા આડે આવે છે. જયારે સાધનાથી પ્રાપ્ત થતા સિદ્ધાંતોમાં કોઈ આડ-અવરોધ રહેતો નથી. સાધનોથી નક્કી થયેલ સિદ્ધાંતો પરિવર્તનશીલ હોય છે, જયારે સાધનાથી પ્રાપ્ત થયેલા સિદ્ધાંતો અપરિવર્તનશીલ એટલે કે ત્રિકાલાબાધિત હોય છે. સાધનોથી નક્કી થતા સિદ્ધાંતોનો સ્વીકાર અને પ્રસાર કરવા માટે સાધનોની જેવી જરૂર પડે છે તેવી સાધનાથી પ્રાપ્ત થતા સિદ્ધાંતોનો સ્વીકાર અને પ્રસાર કરવા માટે કોઈ આવશ્યકતા રહેતી નથી. સાધનો વ્યક્તિને બહારની દુનિયા તરફ ઘસડી જાય છે, જ્યારે સાધના વ્યક્તિને અંદરના વિશ્વનો ઉઘાડ કરી આપીને અંતરને આનંદ-સભર બનાવી દે છે. અહીં રજૂ કરેલી બાબતો એક વિચારબિંદુ પ્રસ્તુત કરે છે, જે બુદ્ધિજીવીને વાસ્તવિકતા તરફ દોરી જવા માટે એક મજબૂત માધ્યમનું કામ કરે છે. તેટલી એની ઉપયોગિતાના સ્વીકાર સાથે પંન્યાસજીનો આ પ્રયાસ તે દિશામાં સફળ નિવડે એવી શુભકામના સાથે – જૈનશાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, પૂ.આ.શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી. વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજાનો શિષ્યાણ વિજયકીર્તિયશસૂરિ

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 410