Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 37
________________ મહારાજે પોતાની પુત્રીઓને અને થાવચ્ચાપુત્ર આદિ બીજા અનેકોને ધામધુમપૂર્વક દીક્ષા ગ્રહણ કરાવી હતી. (૯) દીક્ષિતોને આચાર્ય આદિ પદવી અપાવવી દીક્ષિત પુત્ર આદિ તથા અન્ય જે યોગ્ય હોય તેમને ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્ય આદિ પદ મહાન ઉત્સવ સાથે શાસનની પ્રભાવના માટે અપાવવું. મંત્રીશ્વર વસ્તુપાલે ૨૧ મુનિભગવંતોને બહુ જ ધામધૂમપૂર્વક આચાર્ય પદ અપાવ્યા હતાં. (૧૦) શ્રુતજ્ઞાનના પુસ્તક લખાવવા : શ્રી જિનેશ્વર પરમાત્માના આગમ આદિ શ્રુતજ્ઞાનનાં પુસ્તક લખાવવા, છપાવવા, પ્રકાશિત કરવાં, તેમજ તેમને સુરક્ષિત રાખવાં એ પરમ કર્તવ્ય છે. તથા મોટા ઉત્સવપૂર્વક વ્યાખ્યાનમાં ગુરુ ભગવંતો પાસે એનું વાંચન કરાવવું જોઇએ. મહામંત્રી વસ્તુપાલે ૧૮ કરોડદ્રવ્યનો વ્યય કરીને ત્રણ જ્ઞાનભંડાર તૈયાર કરાવ્યા હતાં. (૧૧) પૌષધશાળા બનાવરાવવી ઃ- શ્રાવકોએ પૌષધ લેવા માટે પૌષધશાળા બનાવરાવવી જોઇએ. આવી પૌષધશાળા સાધુભગવંતોને ઉતરવા માટે સ્થિરતા કરવા માટે અવસરે આપવી જોઇએ. આ પ્રમાણે દોષ રહિત વસતિના દાનથી મોટો લાભ થાય છે. મંત્રી શ્રી વસ્તુપાળે કુલ્લે ૩૮૪ પૌષધશાળાઓ બનાવરાવી હતી. (૧૨/૧૩) સમ્યક્ત્વ તથા યથાશક્તિ વ્રતોનો સ્વીકાર કરવો : બાળપણથીજે સમ્યગ્દર્શન તથા યથાશક્તિ અણુવ્રત આદિનો સ્વીકાર કરવો જોઇએ. (૧૪) દીક્ષા ગ્રહણ કરવી.શ્રાવકે અવસર આવ્યે દીક્ષા ગ્રહણ કરવી. બાલ્યકાલમાં જ દીક્ષા નહિ લઇ શકવાને કારણે શ્રાવક ૨૮

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70