Book Title: Jain Shravakachar
Author(s): Kulchandravijay, Rasiklal Choxi
Publisher: Shah Ishwarlal Kishanji Kothari

View full book text
Previous | Next

Page 47
________________ (૩) નીચી નજર રાખીને પરપુરુષ અથવા પરસ્ત્રીથી વાતો કરવી. (૪) ગૃહપતિની ગેરહાજરીમાં પરાયા ઘેર પ્રવેશ ન કરવો. (૫) સ્વગોત્રમાં વિવાહ, લગ્ન ન કરવાં. (૬) કામોત્તેજક સાહિત્ય, ચિત્રદર્શન, ગીત-સંગીતનું શ્રવણ, ચેષ્ટા, ઔષધ, ખાન-પાન વગેરેનો ત્યાગ કરી બ્રહ્મચર્યને પોષક એવું શ્રવણ, મનન અને ચિંતન કરવું અને જંબૂસ્વામી, સ્થૂલભદ્રસ્વામી, વિજય શેઠ, વિજયા શેઠાણી, સતી સીતા વગેરેનું સ્મરણ કરવું. (૭)પરપુરુષ અને પરસ્ત્રીના અંગો અને ઉપાંગો પર કામી સૃષ્ટિન નાખવી, માનવ શરીર પ્રત્યે અશુચિત્વની ભાવનાથી મનને ભાવિત કરવું. તથા અન્ય યુગલોની કામચેષ્ટા તરફ જરા પણ ધ્યાન ન આપવું. (૮) સ્ત્રીઓએ બીજી સ્ત્રીની પ્રસૂતિમાં રસ ન લેવો જોઇએ. (૯) કોઇના વિવાહાદિની તથા વર-વધૂના રૂપ વગેરેની પ્રશંસા ન કરવી, જેથી ‘સદાચાર ધર્મ’ની રક્ષા થઇ શકે એમ વિચારવું. (૫) સ્થૂલપરિગ્રહપરિમાણવ્રતઃ · સ્વરૂપ-પોતાની માલિકીનું (૧) ધન, (૨) ધાન્ય, (૩) જમીન, (૪) ઘર-દુકાન, (૫) સોનુ, (૬) ચાંદી, (૭) વાસણ વગેરે ઘર સામગ્રી તથા મોટર ગાડી આદિ, (૮) દાસ-દાસી તથા (૯) પશુ એ નવેનું પિરમાણ કરવું. અર્થાત્ ધન વગેરેની અનહદ તૃષ્ણા ઉપ૨ વિજય મેળવવો. પ્રતિજ્ઞા : જીવન પર્યંત અમર્યાદ પરિગ્રહનો ત્યાગ કરતાં ३८

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70