Page #1
--------------------------------------------------------------------------
________________
淡淡
有景
冰
原厩些原些些原原原
滋味
જૈન શ્રાવકાચાર
5
::
0:0
સિદ્ધાંતમહેદધિ, પરમ પૂજ્ય સ્વ આચાય દેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
yun Fandorug and
PHONES:
ચાકસી રસીકલાલ કવિ
:11:
શાહુ ઈશ્વરલાલજી કિશનાજી કાહારી પરિવાર
Bean (E.YA)
Big (r)
火原屿上 系系当当当当
厩些原厩原原些出原
当
当当当
波味淡淡业认证】
原系原
Page #2
--------------------------------------------------------------------------
________________
જૈન શ્રાવકાચાર
: લેખક : સિદ્ધાંતમહોદધિ, પરમ પૂજ્ય સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ૫. પૂ. પંન્યાસપ્રવર શ્રીકુલચંદ્રવિજયજી ગણિવર
: અનુવાદક : ચોકસી રસીકલાલ કવિ
: પ્રકાશક
શાહ ઇશ્વરલાલજી કિશનાજી કોઠારી નાગફણા, ડીસા (ઉ. ગુજરાત), ગઢસિવાણા (રાજ.)
૧
Page #3
--------------------------------------------------------------------------
________________
અમારા ઉપકારી પૂ. ગુરુભગવંતો પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી કનકપ્રભસૂરિ. મ. પૂ. આ. શ્રી વલ્લભસૂરિ મ. પૂ. આ. શ્રી રામચન્દ્રસૂરિ મ. પૂ. આ. શ્રી સોમચંદ્રસૂરિ. મ. પૂ. આ. શ્રી ભુવનભાનુ સૂરિ મ. પૂ. આ. શ્રી રામસૂરિ મ. પૂ. આ. શ્રી ૐકારસૂરિ મ. પૂ. આ. શ્રી ભુવનશેખર સૂરિ મ. પૂ. આ. શ્રી કલાપૂર્ણ સૂરિ મ. પૂ. આ. શ્રી અભયદેવસૂરિ મ. પૂ. આ. શ્રી મિત્રાનંદ સૂરિ મ. પૂ. આ. શ્રી રાજયશસૂરિ મ. પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરિ મ. પૂ. આ. શ્રી જિનચન્દ્રસૂરિ મ. પૂ. આ. શ્રી યશોવિજય સૂરિ મ. પૂ. આ. શ્રી સૂર્યોદયસાગરસૂરિ મ. પૂ. આ. શ્રી નિત્યાનંદ સૂરિ મ. પૂ. આ. શ્રી કલ્યાણસાગરજી પૂ. પં. શ્રી અભયસાગરજી મ. પૂ. પં. શ્રી અશોક સાગરજી મ. પૂ. આ. શ્રી નિરંજન સાગરજી મ.
+
આદિ અનેક પૂજ્યોનો અમારા પરિવાર ઉપર ઉપકાર છે તે પૂજ્યોના પાવન ચરણોમાં ભાવભરી વંદના.
૨
Page #4
--------------------------------------------------------------------------
________________
પૂ. પિતાશ્રી સ્વ, ઈશ્વરલાલજી
૫. માતુશ્રી સ્વ. ગંગાદેવી
Page #5
--------------------------------------------------------------------------
________________
ભાવભરી શ્રદ્ધાંજલિ... પ. પુ. પિતાશ્રી તથા પ. પૂ. માતુશ્રી.
આપના જીવન દરમ્યાન સદાચારની દીપશિખાઓ જલતી રહેતી હતી, સંસ્કારની સૈરભ પ્રસરતી રહેતી હતી, માનવતાના મગરા મહેકતા અને મૈત્રીના મોતીઓ મલક્તા હતા, ધર્મરાજાની પ્રતિષ્ઠાને પ્રભાવ સતત વહેતે હતે.
એ પ્રભાવના પ્રકાશના સુઆલંબને આપે વર્ષો સુધી શાશ્વતી ચૈત્રી–આ માસની ઓળી, ત્રણે ઉપધાન, વિવિધ તીર્થોની યાત્રા, નમસ્કાર મહામંત્રની આરાધના કરી આત્માને સમ્યગુદર્શનથી નિર્મલ બનાવેલ.
પૂ. દાદાશ્રી સ્વ. કનાજી દોલાજી કેઠારી તથા દાદીશ્રી દલીદેવી કસનાજીના દ્વારા પૂર્વના મળેલા સંસ્કારથી આપે જીવન ધર્મમય બનાવ્યું હતું અને આપે એ સંસ્કારના સિંચન અને સદાચારના સંરક્ષણના બીજ અમારા જીવનમાં પણ આરોપિત કરેલ નાગફણા મુકામે તા. ૧૨–૪–૯૩ ચૈત્રવદ ૬ ના રોજ નવકાર મહામંત્રના સ્મરણપૂર્વક સવારના ૯-૦૦ કલાકે માતુશ્રીનું અવસાન થયેલ ત્યારબાદ આ વાતની પૂજય પિતાશ્રીને જાણ થતાં તેઓએ પણ કહ્યું કે મને પણ નમસ્કારમહામંત્ર સંભળા અને તેઓ પણ નમસ્કાર મહામંત્રના સ્મરણપૂર્વક સમાધિપૂર્ણ અવસાન પામેલ બંનેની સ્મશાનયાત્રા સાથે જ નીકળેલા અને એકજ ચિતા ઉપર અગ્નિસંસ્કાર થયેલ
જીવનભર શ્રાવક-શ્રાવિકપણે દામ્પત્ય ધર્મ પાળી તેના ફળ સ્વરૂપ સદ્દગતિ પણ સાથે જ પામ્યા તે ચિર અનુમોદનીય રહેશે.
Page #6
--------------------------------------------------------------------------
________________
પૂ. પિતાશ્રી ઘેવરચંદજી
પૂ. માતુશ્રી કમલાદેવી
Page #7
--------------------------------------------------------------------------
________________
અત્યંત ત્રણ છીએ. પૂજનીય પિતાશ્રી તથા ૫ માતુશ્રી
આપ જિનભક્તિ રંગે રંગાઈને જીવનમંદિરના માલિક બન્યા અને અમારા જીવનને પણ આવા જીવંત જીવનમંદિરમાં પલટાવવાની આપે સતત કશી કરી છે.
મા એ બાળકના જીવન માટે સંસ્કારની ગંગોત્રી છે અને પિતાજી એ બાળકના જીવનમાં સંસ્કારનું સંરક્ષણ કરનાર અડગ હિમાલય છે.
આપના જીવનમાં નિત્ય જિનપૂજા, નવકારશી, ચેવિહાર, તીર્થયાત્રા, અઠ્ઠાઈ, બંને ઓળી આજ રીતે માતુશ્રીના જીવનમાં પણ સિદ્ધિતપ, વર્ષીતપ,સમેતશિખરજી તપ, અઠ્ઠાઈ, બંને ઓળી, પાલિતાણા મુકામે આપે કરાવેલ ચાર વખત સંવત્સરી પારણા અને આ ઉપરાંત પણ સમયે-સમયે ચંચલ લક્ષમીને સદુપયોગ કરી અનેક શાસન પ્રભાવનાના કાર્યો આપના સ્વહસ્તે થયેલ છે. જે અમારા માટે ગૌરવની વાત છે. '
આપે અમને ખૂબજ ઉન્નત બનાવ્યા છે. તેથી અમે આપના અત્યંત ઋણી છીએ. ન જાણે આપના ઉપકારનું ઋણ કયારે અદા કરી ઋણ મુક્ત બનીશું !
એજ લિ. આપને કૃપાકાંક્ષી
પુત્ર-રમેશ તથા પુત્રવધૂ-શારદા સુપુત્રી અ. સૌ, બબીબેન, અ. સૌ કમળાબેન, આ સી. પંકજબેન, અ. સી. રેખાબેન, કે. ગુડી, કે. દક્ષા, કુ, સંતોષ, કુ. મધુબાલા તથા પૌત્ર કુમારપાળ, શ્રીપાળ, વસ્તુપાળ, ત્રિી મીનાક્ષી
Page #8
--------------------------------------------------------------------------
________________
સાદર સમર્પણ
ઉંઝાનગરમાં સિદ્ધાંતમહોદધિ, કર્મસાહિત્ય નિષ્ણાત, સ્વ. પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ. પૂ. પંન્યાસપ્રવરશ્રી કુલચન્દ્રવિજયજી ગણિવર તથા પૂ. મુનિશ્રી વરબોધિવિજયજી મ. આદિની શુભનિશ્રામાં સ્વ. શાહ ઇશ્વરલાલ કિશનાજી તથા સ્વ. ગંગાદેવી ઇશ્વરલાલના આત્મશ્રેયાર્થે તથા શાહ ઘેવરચંદ ઇશ્વરલાલજી તથા અ. સૌ. શ્રી કમલાદેવી ઘેવરચંદજી તથા સુપુત્રી ગીતાબેન સીતારામના ઉપધાન તપની આરાધના નિમિત્તે પ્રસ્તુત
જૈન શ્રાવકાચાર સાદર ભેટ
લી. સ્વ. કોઠારી ઇશ્વરલાલ સનાજી સ્વ. કોઠારી ગણેશમલ કસનાજી સ્વ. કોઠારી પુખરાજ કસનાજી
કોઠારી લહેરચંદ, ઘેવરચંદ, ખીમરાજ, મંગળદાસ, સીતારામ, રમેશચન્દ્ર, પારસમલ, ચંદુલાલ, પ્રવીણકુમા૨, શામળચંદ, કુમારપાળ, મોન્ટુ, શ્રીપાળ, વસ્તુપાળ આદિ બેટા પોતા શાહ ઇશ્વરલાલજી કિશનાજી કોઠારી પરિવારના સાદર જયજિનેન્દ્ર.
૩
Page #9
--------------------------------------------------------------------------
________________
સંપાદકીય આજે વિશ્વ યુદ્ધ, અશાંતિ અને આતંકવાદના ઉન્માદથી ત્રસ્ત છે. શિક્ષકવર્ગ અને ઉપદેશક બધાજ યુવાપેઢીની ઉપેક્ષા કરતા હોય તેવું લાગે છે. આવા કલુષિત વાતાવરણમાં યુવાપેઢીને જો કોઈપણ તારનાર હોય તો તે માત્ર જૈન મુનિજન શ્રમણ-પરંપરાને ઉજાગર કરી ટાસ્ત માનવજાતને આત્મકલ્યાણના માર્ગ પર પ્રસ્થાપિત કરવાનો જે સત્રયાસ કરી રહ્યા છે તે ખરેખર પ્રશંસનીય અને અનુમોદનીય છે.
સિદ્ધાન્ત મહોદધિ પ. પૂ. આચાર્ય શ્રીમદ્વિજયપ્રેમસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન સ્વનામધન્ય પૂ. પંન્યાસ પ્રવર શ્રી કુલચંદ્રવિજયજી મ. પણ જેને સંસ્કૃતિની પરંપરાના જ્યોતિર્ધર છે. યુવકોને સુશ્રાવક બનાવવાનો એમનો પ્રયત્ન અવિરતપણે ચાલુ જ છે. એમના વ્યવહારની શાલીનતા, લેખનની મધુરતા અને સુબોધતા પાઠકને મંત્રમુગ્ધ કરે છે. એઓશ્રીની કૃતિઓ કેવલ મનન અને ચિંતન કરવા પ્રેરે છે એટલું જ નહિ તેને આચરણમાં ઉતારવાની પ્રેરણા પણ આપે છે.
આપની આ કૃતિનું અવલોકન કરવાનો શુભ અવસર મને પ્રાપ્ત થયો. સરલ શૈલી, સુબોધ ભાષા અને લયબદ્ધ વિચારોએ મને સદા આકર્ષિત કર્યો છે.
મનોહરલાલ સિંઘી એમ. એ. બી. એડ. સાહિત્યરત્ન
(સિરોહી.)
Page #10
--------------------------------------------------------------------------
________________
।। શ્રી શંખેશ્વરા પાર્શ્વનાથાય નમઃ ।। ।। શ્રી પ્રેમસૂરીશ્વરજી ગુરુભ્યો નમો નમઃ ।।
જૈનાચાર અર્થાત્ શ્રાવકાચાર
શ્રી જિનેશ્વર ભગવંતના અનુયાયી જૈન કહેવાય છે. અને તેના આચારોને જૈનાચાર કહેવાય છે. વળી જિનેશ્વર દેવ દ્વારા કથિત આચારોને પણ જૈનાચાર કહેવાય. ગીતાર્થ મુનિ ભગવંતો પાસે જીવ, અજીવ આદિ તત્ત્વોને શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરે તે શ્રા૨ક કહેવાય છે અને તેના આચારોને શ્રાવકાચાર કહેવાય છે.
રાજગૃહી નગરીમાં બુદ્ધિના ભંડાર શ્રી અભયકુમાર દ્વારા પુછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ મહાવીરસ્વામીએ સ્વમુખે શ્રાવકોના આચારનો ઉપદેશ આપ્યો જેનું વિવરણ ‘શ્રાદ્ધવિધિ’ ગ્રંથના રચયિતા આચાર્યશ્રી નીચે મુજબ કરે છે.
શ્રાવકની મુખ્ય યોગ્યતા ચાર છે.
(૧) સ૨ળ સ્વભાવ
(૨) નિપુણ બુદ્ધિ
(૩) ન્યાય પ્રિયતા
(૪) દૃઢ પ્રતિજ્ઞાપાલન
ઉપર મુજબની યોગ્યતાયુક્ત શ્રાવક સમ્યકત્વ, અણુવ્રત અને શિક્ષાવ્રતરૂપ શ્રાવકધર્મનો અધિકારી બને છે.
આવા સાચા શ્રાવકના આચાર અર્થાત્ કર્તવ્ય અનેક છે. જેને છ વિભાગમાં વહેંચી શકાય છે.
૧
Page #11
--------------------------------------------------------------------------
________________
(૧) દૈનિક (૨) રાત્રી (૩) પર્વ (૪) ચાતુર્માસિક (૫) વાર્ષિક અને (૬) જન્મ કર્તવ્ય
આચાર પાલનથી થતા લાભ (૧) પ્રભુ આજ્ઞાનું પાલન (૨) ચિત્તની પ્રસન્નતા (૩) ધર્મના પરિણામોનું પ્રગટવું (૪) પ્રગટેલ પરિણામોનું સ્થિર થવું (૫) સ્થિર પરિણામોની વૃદ્ધિ થવી (૬) અન્ય આત્માઓને માટે આલંબન અને (૭) દેવ-મનુષ્યરૂપ સદ્ગતિની પરંપરાથી મોક્ષની પ્રાપ્તિ
દૈનિક કર્તવ્ય ઉપર જણાવેલ છ વિભાગોમાંથી પ્રથમ વિભાગ દૈનિક કર્તવ્યનો ઉપદેશ નીચે મુજબ છે. નમસ્કાર મહામંત્રના સ્મરણથી દિનચર્યાનો આરંભ :
આજનો દિવસ સફલ તથા આનંદમય બને. તે માટે પ્રાતઃકાલે સૂર્યોદયના પહેલા એક પ્રહર, ચારઘડી અથવા બે ઘડી રાત્રી બાકી હોય ત્યારે શૈયાનો ત્યાગ કરવો, ઉઠતાં વેંત મંગળમય પરમેષ્ઠી નમસ્કાર મહામંત્રનું આઠવાર સ્મરણ કરવું. ઉઠતી વખતે ડાબી બાજુ સ્વર ચાલતો હોય તો પ્રથમ ડાબો પગ અને જમણી બાજુ સ્વર ચાલતો હોય તો પ્રથમ જમણો પગ ઉઠાવવો.
મલ-મૂત્રની શંકા હોય તો દિવસે તથા સંધ્યા સમયે ઉત્તર દિશા તરફ મુખ કરીને અને રાત્રે દક્ષિણ તરફ મુખ કરીને નિર્જીવ ભૂમિ પર બેસીને મૌન પાળીને શંકા ટાળવી
ધાધર વગેરે થયું હોય તો તે જગ્યાએ વાસી થુંક ઘસવું.
સવારે પુરુષે પોતાનો પુણ્યશાળી જમણો હાથ અને સ્ત્રીએ પોતાનો ડાબો હાથ જોવો.
Page #12
--------------------------------------------------------------------------
________________
આત્મ ચિંતન કરો एगो मे सासओ अप्पा, णाणदंसण संजुओ। सेषा मे बाहिरा भावा, सव्वे संजोगलक्खणा. ॥
નિત્ય સવારે શૌચાદિ ક્રિયાથી પરવારીને સાધકે આત્મચિંતન કરવું જોઈએ કે હું કોણ છું? મારી જાતિ કઈ છે? મારું કુલ ક્યુ છે? મારા આરાધ્ય દેવ કોણ છે.? મારા ઉપકારી ગુરુ કોણ છે. ? મારો હિતકારી ધર્મ ક્યો છે. મારા અભિગ્રહો ક્યા ક્યા છે? હું નક્કી ક્યાંથી આવ્યો છું પણ મારો જન્મ અહીંજ કેમ થયો? વળી મારે એક દિવસે અહીંથી જવાનું પણ નક્કી છે તો હું ક્યાં જઈશ? કઈ યોનિમાં અને કઈ ગતિમાં જઇશ? આ પ્રકારનું ચિંતન કરવાથી ભૌતિક પદાર્થો પ્રત્યેનું આકર્ષણ ઘટે છે અને પાપમૂલક પ્રવૃત્તિઓ ઘટતી જાય છે.
નિદ્રા ઉડાડવાનો ઉપાયઃ
ઉપર જણાવેલ ચિંતન પછી પણ જો ઊંઘ ન ઉડે તો નાક દ્વારા શ્વાસને થોડા સમય રોકી લેવો. એથી ઊંઘ ઉડી જશે અને તાજગીનો અનુભવ થશે.
આવશ્યક કાર્ચ આદિની સૂચના ધીમા અવાજે કરો: પ્રાતઃકાલમાં જલ્દી ઉઠ્યા પછી જો આવશ્યક કાર્યની સૂચના કોઈને પણ કરવી હોય તો તે ધીમા સ્વરે કરવી. ઊંચા અવાજે બોલવાથી હિંસક પ્રાણી જાગી જાય અને હિંસક પ્રવૃત્તિ કરે. તદુપરાંત જો પડોશી જાગી જાય તો તે આરંભ-સમારંભના કાર્યમાં લાગી જાય. એટલે આમ નિરર્થક પાપના બંધમાંથી પોતાની જાતને બચાવો.
Page #13
--------------------------------------------------------------------------
________________
સામાચિક, પ્રતિક્રમણ અને સ્વાધ્યાય કરો: આત્મશુદ્ધિ, સમભાવની પ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિને માટે સવારના પહોરમાં હંમેશાં પ્રતિક્રમણ, સામાયિક અને સ્વાધ્યાય વગેરે અવશ્ય કરવો અને ત્યારબાદ આનંદ અને ઉલ્લાસપૂર્વક “મંાત્રે ભવાન વીર'' સ્તુતિ પાઠ કરવો આવશ્યક છે. ખરાબ સ્વપ્નોના અશુભ ફલથી બચવાના ઉપાયઃ
જેઓ નિત્ય પ્રતિક્રમણ ન કરતાં હોય તેઓ પણ જો અશુભ સ્વપ્નને જુએ તો તેના અશુભ ફલથી બચવા માટે જરૂર કાયોત્સર્ગ (કાઉસ્સગ્ગ) કરવો. .
સૂર્યોદયના પહેલાં ચૌદ નિયમો ધારણ કરવા અને નવકારશી આદિનું પચ્ચખાણ કરવું જોઈએ. તીર્થવરૂપ માતા-પિતાને વંદનઃ
અત્યંત ઉપકારી, તીર્થસ્વરૂપ એવા માતા-પિતા તથા વડિલોને સવારે પ્રણામ કરી તીર્થયાત્રાનું ફળ પ્રાપ્ત કરો. વિનયથી પ્રસન્ન થયેલ માતા-પિતા આદિના આશીર્વાદથી જીવન ઉન્નત અને ધન્ય બને છે. એક કવિએ કહ્યું છે કે –
અડસઠ તીરથ એના ચરણોમાં, અડસઠ તીરથ સાર. દર્પણમાં મુખ દર્શનઃ
તિલક કરવાના ઉદ્દેશથી અને કાળજ્ઞાન માટે મનુષ્ય પોતાનું મુખ દર્પણમાં જોવું. પ્રભુદર્શન, વંદન, પૂજન નિત્ય કરોઃ
અનંત ઉપકારી એવા શ્રી અરિહંત પરમાત્માના દર્શન વંદન અને પૂજન શ્રાવકે અવશ્ય કરવાં જોઇએ. દર્શનથી પોતાના સમ્યગ્દર્શનને નિર્મલ કરો. વળી સ્વદ્રવ્યથી પ્રભુપૂજા કરી, પ્રભુ
(૪)
Page #14
--------------------------------------------------------------------------
________________
આજ્ઞાનું પાલન, ચિત્તની પ્રસન્નતા તથા અનંત પુણ્યરાશિના ભાગી બનો. શાસ્ત્રોમાં કહ્યું છે કેઃ
दुर्शनाद् दुरितध्वंसी, वंदनाद् वांच्छितप्रदः। पूजनात् पूरकः श्रीणां, जिनः साक्षात् सुरद्रुमः ॥
દર્શનથી પાપનો નાશ કરનાર, વંદનથી મનોવાંચ્છિત વસ્તુને અર્પનાર, પૂજનથી સંપત્તિ આપતા એવા જિનેશ્વરદેવ સાક્ષાત્ કલ્પતરુ સમાન છે.
જિનાગમોમાં પણ કહ્યું છે કે પ્રભુદર્શન કર્યા વિના જલપાન, પ્રભુપૂજા કર્યા વિના ભોજન અને સાંજે આરતી, મંગળદીવો આદિ પ્રભુ ભક્તિરૂપ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના સૂવું એ શ્રાવક માટે યોગ્ય નથી. પ્રભુપૂજામાં શુદ્ધિઓનું ખાસ ધ્યાન રાખવું તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
પ્રભુપૂજનની સાત શુદ્ધિઓ -
પ્રભુપૂજામાં (૧) દેહ (૨) વસ્ત્ર (૩) મન (૪) ભૂમિ (૫) ઉપકરણ (૬) દ્રવ્ય (૭) વિધિ શુદ્ધિનું વિધાન છે. ' દેહશુદ્ધિ સ્નાન કરવા છતાંય ગુમડા, ફોલ્લીઓ, ચાંદીઓ, ઘા વગેરેમાંથી પરુ નીકળવાનું બંધ ન થાય તો પૂજા કરવા જનારે પોતે પ્રભુની અંગપૂજા ન કરવી જોઈએ. પરંતુ પોતે લાવેલાં પુષ્પ, ચંદન આદિ કોઈ બીજા પૂજકને આપીને પૂજા કરાવવી જોઇએ. જ્યારે પોતે દૂરથી જ ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફૂલ વગેરેથી અગ્રપૂજા અને ચૈત્યવંદન આદિ રૂપ ભાવપૂજા કરવી. એવી શાસ્ત્રની આજ્ઞા છે. વસ્ત્ર શુદ્ધિઃ પુરુષે નવા અથવા ધોયેલા, શ્વેત, અખંડ અને ફાટ્યા
Page #15
--------------------------------------------------------------------------
________________
વિનાના, બળ્યા વિનાનું ધોતિયું.અને ખેસ અને સ્ત્રીઓએ સાડી, પોલકું અને ઘાઘરો પહેરવાં જોઇએ.
" મનશુદ્ધિઃ ભૌતિકસુખની કામના, યશ કે કીર્તિની કામના, કૂતુહલ કે ચિંતા આદિ દોષોને દૂર કરી મનને પ્રભુ-પૂજામાં એકાગ્ર કરવું.
ભૂમિ-શુદ્ધિઃ દેરાસરમાં બધે અને ખાસ કરીને જ્યાં પ્રભુપૂજા, ચૈત્યવંદન કરવાનું હોય તે જગ્યાને કાં તો પોતે સાફ કરે અથવા બીજા કોઈની પાસે કરાવે.
ઉપકરણ-શુદ્ધિઃ પૂજાની થાળી, પાણી, કેસર, ચંદન, પુષ્પ આદિ સામગ્રી પવિત્ર તથા ઉત્તમ પ્રકારની હોવી જોઈએ.
દ્રવ્ય-શુદ્ધિ : પ્રભૂ-પૂજન ન્યાયના માર્ગથી મેળવેલ પોતાના દ્રવ્યથી કરવી જોઇએ.
વિધિ-શુદ્ધિ: ભક્તિ અને બહુમાનપૂર્વક દર્શન, પૂજા, વખતે વિધિ-વિધાનનો પૂરો ખ્યાલ રાખવો જોઈએ. ટૂંકમાં વિધિ નીચે લખેલા પાંચ અભિગમ અને દશત્રિકના વિવરણથી જાણવી.
- પાંચ અભિગમ ,
મંદિરમાં પ્રવેશ સમયે નીચેની પાંચ વાતોનું ધ્યાન રાખવું. (૧) સજીવ-દ્રવ્ય, ઉપલક્ષણથી પોતાનાં કામમાં આવે તેવી ખાવા
પીવાની વસ્તુઓ, લાકડી હથિયાર વગેરે ચીજોને મંદિરની
બહાર રાખવી. (૨) નિર્જીવ વસ્તુ ઉપલક્ષણથી આભૂષણ, ધન વગેરે કીમતી ચીજોને
મંદિર જતી વખતે સાથે લઈ જવી જોઈએ (૩) પ્રભુનું દર્શન થતાં વેંત બન્ને હાથ જોડી મસ્તક પર અંજલિ
કરવી.
Page #16
--------------------------------------------------------------------------
________________
(૪) દુપટ્ટો કે ખેસ ઓઢવો “ (૫) મનને એકચિત્ત રાખવું કોઈ પણ જાતનો સંકલ્પ-વિકલ્પન કરવો. - તદુપરાંત રાજા મહારાજાએ આ પાંચ રાજ-ચિન્હોનો
ત્યાગ કરીને મંદિરમાં પ્રવેશ કરવો જોઈએ-(૧) મુગુટ, (૨) છત્ર, (૩) ચામર, (૪) તલવાર અને (૫) ચાખડી-મોજડી.
દેશગિકઃ ત્રણ પદાર્થોના સંયોજનને ત્રિક કહેવાય છે. ત્રિકના દશ પ્રકાર છે જે નીચે મુજબ છે. (૧) નિસ્સિદી, (૨) પ્રદક્ષિણા, (૩) પ્રણામ, (૪) પૂજા, (૫) અવસ્થા, (૬) દિશાત્યાગ, (૭) પ્રમાર્જના, (૮) આલંબન, (૯) મુદ્રા અને (૧૦) પ્રણિધાનત્રિક. નિરિસહી સિકઃ
મંદિરમાં પ્રવેશ કરતી વખતે પહેલાં જમણો પગ રાખીને દર્શન પૂજા આદિમાં મનની એકાગ્રતા માટે (૧) સમગ્ર સાંસારિક વ્યાપારોના નિષેધ સ્વરૂપ પ્રથમ નિસ્નેિહી, (૨) ગર્ભગૃહમાં પ્રવેશ કરતી વખતે દ્રવ્ય-પૂજામાં એક-ચિત્ત બનવા
માટે મંદિર સંબંધી કાર્યોના નિષેધરૂપ બીજી નિસ્સિહી અને (૩) ચૈત્યવંદનાદિ રૂપ ભાવપૂજામાં તલ્લીન બનવા માટે દ્રવ્યપૂજાના
'નિષેધરૂપ ત્રીજી નિસ્ટિહીનું વિધાન છે. પ્રદક્ષિણાત્રિક
ત્રણ પ્રદક્ષિણાઓ એ દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના માટે, અનાદિ ચાર ગતિરૂપ સંસાર-ભ્રમણ નિવારણ હેતુ તથા મંદિરમાં આશાતનાઓ વગેરે દૂર કરવા નિરીક્ષણ માટે લગાવવાની છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રામસિકઃ (૧) મૂળનાયક ભગવાનનાં દર્શન થતાંની સાથેજ મસ્તક પર બે
હાથ જોડી, અંજલિ કરીને “નમો નિVIT'' બોલવું આને
અંજલિબદ્ધ પ્રણામ કહેવાય છે. (૨) પ્રદક્ષિણા ફર્યા પછી પ્રભુ સમક્ષ સ્તુતિ કરતી વખતે કેડથી
ઉપરના અડધા ભાગને ઝુકાવવો તેને અર્ધાવન પ્રણામ
કહેવાય છે. (૩) ખમાસમણ દેતી વખતે બે હાથ, બે ઘૂંટણ તથા મસ્તક એ પાંચે
અંગોને જમીન પર એકત્રિત કરવાનું પંચાંગ પ્રણિપાત પ્રણામ
કહેવામાં આવે છે. પૂજાત્રિક (૧) પાણી, ચંદન, ફૂલ, આભૂષણ વગેરે જે પ્રભુજીના અંગ ઉપર - ચઢાવવામાં આવે તેને અંગપૂજા કહે છે. જે વિદ્ગ નાશક છે. (૨) ધૂપ, દીવો, ચોખા, નૈવેદ્ય, ફળ વગેરે જે પ્રભુજીની સન્મુખ
રાખવામાં આવે તેને અંગ્રપૂજા કહે છે. ફલતઃ તેને અભુદય
સાધનસામગ્રી કહે છે. (૩) નૃત્ય, ગીત, સંગીત, ચૈત્યવંદન જે પ્રભુ સન્મુખ કરવામાં આવે
છે તેને ભાવપૂજા કહે છે. આનું ફળ મોક્ષપ્રાંતિ છે. અવસ્થાનિક (૧) પિમ્હસ્થ અવસ્થા જન્માભિષેક સમયે ચોંસઠ ઈન્દ્રો દ્વારા પ્રભુની અનુપમ ભક્તિ છતાંયે પ્રભુને લેશમાત્ર પણ અભિમાન નહિ. રાજ્યકાલમાં રાજસુખના ભોગવિલાસમાં જરા પણ આસક્તિ નહિ અને દીક્ષા અંગીકાર કર્યા પછી શ્રમણ અવસ્થામાં પરિસહ અને ઉપસર્ગ થવા છતાંયે નિશ્ચલતા રાખવી તેમજ ઘોર તપ તપવા હે પ્રભો ! એવી અવસ્થા હું ક્યારે પ્રાપ્ત કરીશ ?
(૮)
Page #18
--------------------------------------------------------------------------
________________
(૨) પદસ્થ અવસ્થા :- કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને સમવસરણમાં બીરાજી શાસનસ્થાપના કરી આપે ધર્મ ઉપદેશ દ્વારા સમગ્ર વિશ્વ પર મહાન ઉપકાર કર્યો. આપની કૃપાએ મને પણ આ અવસ્થાએ પહોંચાડ્યો છે. હે કૃપાનિધાન ! હવે મારા પ્રત્યેની આપની ઉદાસીનતા યોગ્ય નથી.
(૩) રૂપાતીત અવસ્થા :- જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોકથી રહિત અને અનંતજ્ઞાન અને આનંદરૂપ અરૂપી સિદ્ધિ અવસ્થાને હે પ્રભો ! આપે પ્રાપ્ત કરી છે, આ અવસ્થાને હું ક્યારે મેળવીશ? વગેરે ચિન્તન મનન કરવું
દિશાત્યાગ ત્રિક દર્શન પૂજન અને વંદન કરતા સમયે પ્રભુ સમક્ષ દૃષ્ટિ રાખવી, આજુ બાજુની બે દિશાઓ તેમજ પાછળ ત્રીજી દિશામાં અથવા તો આસપાસની એક દિશામાં તેમજ ઉપર નીચે બે દિશાઓ એમ કુલ ત્રણ દિશાઓમાં જોવું નહિ.
પ્રમાર્જના સિકઃ ચૈત્યવંદન કરવાની ભૂમિ જીવરક્ષા માટે ઓથો, ચરવલો, ખેસના છેડાથી ત્રણ વાર ભૂમિનું પ્રમાર્જન
કરવું
- આલંબન શિક : સૂત્ર, અર્થ અને જિન પ્રતિમા એ ત્રણ આલંબન છે. પ્રતિમા સન્મુખ દૃષ્ટિ, સૂત્રોનું શુદ્ધ ઉચ્ચારણ અને મનથી સૂત્રોના અર્થનું ચિંતન કરવું.
મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા - બેસતી વખતે જમણા પગને નીચે રાખવો અને ડાબા ઢીંચણને ઉપર ઉઠાવવો તેમજ દસ આંગળીઓને એક બીજામાં ભરાવી કમાલકોશની આકૃતિમાં બન્ને હાથને રાખવા, બન્ને હાથની કોણીઓ પેટ પર રાખવી તેમજ મસ્તક થોડું નમાવવું. શરીરની આ સ્થિતિને યોગ્યમુદ્રા કહી છે. આજ મુદ્રામાં ચૈત્યવંદન, નમુત્થણ વગેરે સૂત્રપાઠ બોલવામાં આવે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
(૨) જિન મુદ્રાઃ ઉભા રહેતા સમયે બન્ને પગની વચ્ચે આગળની તરફ ચાર આંગળનું અને પાછળના ભાગમાં બન્ને એડીઓની વચ્ચે થોડું ઓછું અંતર રાખીને બન્ને હાથોને લાંબા કરવા. આ મુદ્રા કાઉસ્સગ્નમાં રખાય છે.
. (૩) મુક્તાસુક્તિ મુદ્રાઃ દસે આંગળીઓને એક બીજાની સામે રાખી મોતીના સીપના આકારમાં બન્ને હાથ જોડીને કપાળ ઉપર રાખે. આજ મુદ્રામાં “જાવંતિ ચેઈઆઈ” “જાવંત કેવિ સાહૂ” અને “જય વીયરાય” સૂત્રો બોલવામાં આવે છે.
પ્રણિધાન નિકઃ મન, વચન અને કયા એ ત્રણેનું પ્રણિધાન અર્થાત્ એકાગ્રતા રાખવી
આ પ્રમાણે દશત્રિકોનું ટૂંકમાં વર્ણન કરવામાં આવ્યું છે. આ સિવાય પણ સાવધાનીની કેટલીક વાતો બતાવવામાં આવી છે. મંદિરમાં પાળવાની બીજી સાવધાનીઓઃ (૧) સામાયિક અને પૌષધ સિવાય પ્રભુદર્શન માટે ખાલી હાથે જવું યોગ્ય નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે ફળથી ફળની પ્રાપ્તિ થાય છે. એટલે ઓછામાં ઓછું ચોખા અને ઘી તો અવશ્ય લઈ જવું
જોઈએ. (૨) મંદિરમાં પ્રભુના દર્શન પૂજન અને વંદન કરતી વખતે
પુરુષવર્ગે પ્રભુની પ્રતિમાની જમણી તરફ તથા સ્ત્રીવર્ગે ડાબી તરફ રહેવું. બરાબર સામે ઉભા રહેવાથી બીજા લોકોને દર્શન
વગેરે ક્રિયામાં અડચણ ઉભી થાય છે. (૩) ચૈત્યવંદન, સ્તવન વગેરે મધુર તેમજ ધીમાં સ્વરમાં બોલવું
જેથી બીજા ભાવિકોની સાધનામાં વિક્ષેપ ન પડે.
Page #20
--------------------------------------------------------------------------
________________
(૪) ચૈત્યવંદન વગેરે પ્રભુજીંથી થોડે દૂર બેસીને કરવું જોઇએ. આ અંતરને અવગ્રહ કહેવાય છે. જે જઘન્ય પ્રમાણથી નવ હાથ અને ઉત્કૃષ્ટ પ્રમાણથી સાઇઠ હાથ જાણવું. ગૃહમંદિરમાં સ્થળના અભાવને લીધે તે પ્રમાણ જઘન્યથી એક હાથનું જાણવું. (૫) મંદિરમાં પ્રભુજી તરફ પોતાની પુંઠ ન પડે તેનો પૂરો ખ્યાલ રાખવો.
(૬) મંદિ૨માં વિલાસ, હાસ્ય, કલહ, પરનિંદા, આદિની આશાતનાઓથી બચવું. નાની-મોટી કુલ ૮૪ આશાતનાઓ છે. એનાથી જરૂર તમારી જાતને બચાવો.
દશ મોટી આશાતનાઓ
મંદિરમાં (૧) પાન-સોપારી ખાવી, (૨) ભોજન કરવું, (૩) પાણી પીવું, (૪) થુંકવું, (૫) ઝાડો કરવો, (૬) પેશાબ કરવો, (૭) ઉંઘવું, (૮) સ્ત્રી સંવનન કરવું,(૯) જુગાર રમવો, (૧૦) જોડા લઇ જવા. આ દશ મોટી આશાતનાઓ છે.
(૭) દર્શન, પૂજન, વંદન વગેરેના અંતે અવિધિજન્ય આશાતનાઓ માટે ક્ષમાયાચના રૂપ ‘મિચ્છામિ દુક્કડમ્’ જરૂરથી
ઉચ્ચારવું.
(૮) દેવ-દ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના રક્ષણ અને વૃદ્ધિનું ધ્યાન રાખવું.
૧૧
Page #21
--------------------------------------------------------------------------
________________
ગુરુ વંદન
अज्ञानतिमिरांधानां, ज्ञानांजनशलाकया । नेत्रमुन्मिलितां येन तस्मै श्री गुरवे नमः ॥ અર્થાત ્ અજ્ઞાનરૂપી અંધકારથી અંધ બનેલાનાં નેત્રોને જ્ઞાનરૂપી અંજનની સળીથી ઉઘાડી નાખનાર એવા ગુરુ ભગવંતને
?
નમસ્કાર.
મંદિરથી નીકળીને શ્રાવકે પાંચ મહાવ્રતના પાલનકર્તા એવા પુણ્યશ્લોકી ગુરુ ભગવંતોને વંદન કરવું. આત્મસાક્ષીએ તથા મંદિરમાં કરેલા પચ્ચક્ખાણ ફ૨ીથી ગુરુ ભગવન્ત પાસે લે, તેઓશ્રીની સુખશાતા પૂછે.
ઔષધ વગેરે માટે વિનતિ કરે તેમજ ગુરુભગવંત સંબંધી જે ૩૩ આશાતનાઓ જેવી કે પગ ઉપર પગ ચઢાવવો, પગ લાંબો કરવો ઇત્યાંદિ ત્યાગ કરી, ઉપસ્થિત શ્રોતાજનોને નમન કરી બેસે અને ધર્મની દેશના ભાવપૂર્વક સાંભળે.
ગુરુવંદન અને ધર્મશ્રવણથી લાભ :
(૧) કર્તવ્યનું જ્ઞાન, (૨) તેના પાલનમાં ઉત્કર્ષની પ્રાપ્તિ, (૩) કુબુદ્ધિનો ત્યાગ, (૪) વૈરાગ્યની પ્રાપ્તિ, (૫) તુચ્છ ભોગસુખનો ત્યાગ, (૬) અહિંસા, સત્ય અને તપ દ્વારા કામ, ક્રોધ આદિ કષાયોનો મૂળમાંથી નાશ અને (૭) સદાને માટે મુક્તિસુખની પ્રાપ્તિ થાય છે.
卐
૧૨
Page #22
--------------------------------------------------------------------------
________________
ગુરુભગવંતની પાસે અભ્યાસઃ
સાંજના કામધંધાથી પરવારીને પછી ઉપાશ્રયમાં આવી સામાયિક લઈ ગુરુભગવંત પાસે શાસ્ત્રનો અભ્યાસ કરો અને રોજ નવીન જ્ઞાનનું ઉપાર્જન કરો. સમ્યફ્રજ્ઞાનથી અસીમ અને સાત્વિક આનંદનો અનુભવ થાય છે.
. ઉપાશ્રયથી ઘેર જઇને જો એકાસણું ન કર્યું હોય તો સાંજનું વાળુ કરી પછી થોડા પાણી વડે હાથ, પગ અને હેં શુદ્ધ કરવું ત્યાર બાદ આરતી, મંગળદીવો વગેરેથી જિનેશ્વરદેવની ભક્તિ કરી અને પ્રતિક્રમણ કરવું. આ પ્રમાણે દૈનિક કર્તવ્યોનું પાલન કરવાવાળો આત્મા જરૂર શાશ્વત સુખનો ભોક્તા બને છે.
રાત્રી કર્તવ્યઃ સાંજના પ્રતિક્રમણ કર્યા પછી ગુરુ ભગવંતના પગ વગેરે દબાવવા. સ્વાધ્યાય, જાપ વગેરે કરવો. પછી પોતાના ઘરે આવી ઘરના સભ્યોની સાથે ધર્મવિષયક ચર્ચા કરવી. આથી પોતાના પરિવારના સભ્યોને ધર્મની સાચી ઓળખ આપવાની પોતાની ફરજ અદા કરે. એટલુંજ નહિ એમને ઉન્માર્ગ પર જતાં રોકી લઇ સન્માર્ગ માર્ગ પર બોલાવવાનું પુણ્ય પણ પ્રાપ્ત થાય છે. શયન વિધિઃ
| સ્વાધ્યાય આદિ કર્યા પછી રાત્રીના પ્રથમ પહોરના અત્તે પગોને ધોઈને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારેના શરણ સ્વીકારવા તેમજ પંચ પરમેષ્ઠિ-નમસ્કાર મહામંત્રનું સાતવાર સ્મરણ કરવું. સ્થૂલભદ્રસ્વામી, સુદર્શન શેઠ, વિજય શેઠ અને વિજયા શેઠાણીનું સ્મરણ કરવું. સૂઈ જતી વખતે મસ્તક પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખી નીચે જણાવ્યા મુજબ ચિંતન કરવું.
Page #23
--------------------------------------------------------------------------
________________
-
, , " " '
.
સૂવાના સમયે ચિંતન કરવા લાયક મુદા (૧) મેં આજે ક્યુ પરોપકારનું કાર્ય કર્યું? (૨) મારે લીધે કોઈને દુઃખ તો નથી થયું? (૩) કરવા લાયક કાર્ય મેં ન કર્યું? (૪) મારામાં એવી કઈ કમજોરીઓ છે જેને હું છોડી શકતો નથી? (૫) લોકો મને કેવી દૃષ્ટિથી જુએ છે. અને વાસ્તવમાં હું કેવો છું? (૬) અનિત્યાદિ બાર ભાવનાઓથી ચિત્તને ભાવિત કરો. (૭) મૈત્રી, પ્રમોદ, ઉપેક્ષા અને કરુણા એ ચાર ભાવનાથી મનને
વાસિત કરો. મૈત્રી ભાવના – સર્વ જીવોનું હિત ચિંતન. પ્રમોદ ભાવના – ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ * કરુણા ભાવના – દુઃખી જીવોનું દુઃખ દૂર કરવાનો ભાવ. ઉપેક્ષા ભાવના – વિરોધિયો અને દુષ્ટો પ્રત્યે ઉદાસીન ભાવ. - ઉપરોક્ત ભાવનાઓથી રંગાયેલો આત્મા અવશ્ય પોતાના જીવનમાં આધ્યાત્મિક શાન્તિનો અનુભવ કરે છે. અને આવી સ્થિતિમાં જો મનુષ્ય મૃત્યુ પામે તો પણ તેની સદ્ગતિ થાય છે. કહેવત છે કે અંત સમયે જીવની જેવી મતિ તેવી તેની ગતિ.
" કામ, ક્રોધ વગેરે કષાયો આપણા અંતરંગ શત્રુઓ છે; બંને લોકમાં અહિતકારી છે. એથી એમના ઉપર વિજય મેળવવા માટે નીચે લખેલ ઉપાયો અજમાવો. જામ, ક્રોધાદિ શત્રુઓને જીતવાનો ઉપાયઃ - કામને સ્ત્રીના શરીર પ્રત્યે અશુચિભાવનાથી, ક્રોધને ક્ષમાથી, રાગને વૈરાગ્યથી, માનને નમ્રતાથી, માયાને સરળતાથી, લોભને સંતોષથી, દ્વેષને મૈત્રીભાવથી, મોહને વિવેકથી, મત્સરને પ્રમોદભાવથી, વિષયને ઇન્દ્રિયદમનથી, મન વચન અને કાયાના
૧)
Page #24
--------------------------------------------------------------------------
________________
અશુભ વ્યાપારોને મનગુપ્તિ, વંચનગુપ્તિ અને કાયગુપ્તિથી, પ્રમાદને અપ્રમાદથી તથા અસંયમને સંયમથી જીતો.
સુંદર ભવિષ્ય માટે શુભ સંકલ્પ કરો
સંકલ્પોનો જીવન ૫ર સારો એવો પ્રભાવ પડે છે. વર્તમાન વ્યકિતનો જેવો વિચાર હોય તેવોજ ભવિષ્યમાં તે આકાર ધારણ કરે છે. શુભ મનોરથ કરવાઃ
કોઇ જ્ઞાન-દર્શનધારી શ્રાવકને ઘેર સેવક તરીકે રહેવું સારું પરંતુ મિથ્યાબુદ્ધિવાળો ચક્રવર્તી થવું એ સારૂં નથી. એ સોનેરી દિવસો ક્યારે આવશે કે જ્યારે સ્વજન, ધન વગેરેનો સંગ છોડીને ગીતાર્થ ગુરુ ભગવંતના ચરણકમલમાં દીક્ષા ગ્રહણ કરું તથા કાયાને કસીને અને નિર્ભય બનીને સ્મશાન જેવા ભયંકર સ્થળોએ કાયોત્સર્ગ કરીને ઉત્તમ પુરુષની કરણીનું અનુકરણ કરીશ ? એવા શુભ મનોરથ સેવવા
પૂર્ણ થયો.
આ પ્રમાણે રાત્રિ-કર્તવ્ય નામનો બીજો વિભાગ સંક્ષિપ્તમાં
પર્વ કર્તવ્ય
સર્વશ્રેષ્ઠ એવો મનુષ્યભવ પ્રાપ્ત કરીને હંમેશા તેને સુકૃત્યો દ્વારા સફળ કરો. સદા સેવેલાં સુકૃત્યોથી સુખ પણ સદાને માટે પ્રાપ્ત થાય છે. એથી દાન, શીલ, તપ, ધ્યાન અને જ્ઞાનના સતત અભ્યાસ દ્વારા દિવસ અને રાતને સફળ બનાવો. પોતપોતાના આયુષ્યના બે તૃતિયાંશ ભાવ વ્યતીત થયા પછી અને એક તૃતિયાંશ ભાગ બાકી રહે ત્યારે અથવા આયુષ્યના અંત સમયે જીવ આગલા જન્મના શુભ અથવા અશુભ આયુષ્યનો બંધ કરે છે.આયુષ્યના અંતિમ ત્રીજા ભાગમાં વર્તમાન જીવ આઠમ, ચૌદશ, પાંચમ આદિ પર્વના
૧૫
Page #25
--------------------------------------------------------------------------
________________
દિવસોમાં સુકૃત્યોનો સંચય કરતો કરતો જરુર શુભ આયુષ્યનો બંધ બાંધે છે. એટલું જ નહિ, પર્વના દિવસોમાં આચરેલો ધર્મ વધુમાં વધુ ફળ આપનાર થાય છે. અન્ય લોક પણ આપણે જોઈએ છીએ કે જે નિત્ય ધર્મકરણી નથી કરતો તે પણ પર્વના દિવસોમાં દાન આદિ ધર્મમાં પ્રવૃત્ત થાય છે. એ વાત પણ અનુભવસિદ્ધ છે કે પર્વ વગેરેનું નિમિત્ત પામીને એકવાર ધર્મ પ્રવૃત્તિમાં જોડાનાર વ્યક્તિ પછી સદાને માટે ધાર્મિક પ્રવૃત્તિમાં સ્થિર થઈ જાય છે. વ્રતધારી પશુ પક્ષી પણ પર્વના દિવસોમાં ઉપવાસ આદિ તપ કરે છે. કમ્બલ અને શમ્બલનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે. આ કારણે નીચે લખેલ કર્તવ્યોનું યથાશક્તિ પાલન કરવું અને પુનિત પર્વોની આરાધના કરવી.
પર્વ કર્તવ્યઃ નિત્ય કર્તવ્યો ઉપરાંત, ઉપવાસ, પૌષધ અથવા દેશાવકાશિક વ્રત, સ્નાત્ર પૂજા, ચૈત્ય પરિપાટી, સર્વ સાધુ ભગવંતોને વંદન, વિશિષ્ટ દાન, બ્રહ્મચર્ય, ખાંડવા-દળવા આદિ આરંભનો ત્યાગ તેમજ સચિત આહારનો ત્યાગ પર્વના દિવસોમાં કરવો જોઇએ.
અષાઢી, કાર્તિકી અને ફાગણ ચૌમાસીની અટ્ટાઈ પર્વની આરાધના માટે છઠ્ઠના તપનું વિધાન છે.
આસો તથા ચૈત્ર માસની એમ બે શાશ્વતની અઢાઈ તપની • આરાધનારૂપે શ્રી નવપદજીની ઓળી કરવી.
સર્વ પવમાં શિરોમણી એવું પર્યુષણપર્વઃ
તેની આરાધના ભાદરવા માસમાં કરાય છે. આ મહાન મંગળકારી પર્વમાં અમારી પાલન, સાધર્મિક વાત્સલ્ય. અઠ્ઠમ તપ વિધિપૂર્વક કલ્પસૂત્રનું શ્રવણ અને પારસ્પરિક ક્ષમાપના જરૂર કરવી એવી શાસ્ત્રાજ્ઞા છે.
(૧૨
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી વીરપ્રભુનું નિર્વાણકલ્યાણક અને ગૌતમસ્વામીનું કેવળજ્ઞાન દીવાળી પર્વમાં થયું હતું એટલે આ પર્વને છઠ્ઠના તપ અને જપથી આરાધવું.
અષ્ટમી, ચૌદશ અને પાંચમ આદિ પર્વતિથિઓમાં શ્રાવકે વિવિધ તપની આરાધના કરવી. તેમજ તીર્થંકર નામકર્મના બંધનું કારણ એવું વીશસ્થાનક તપ પણ અવશ્ય કરવું. ચોવીશે તીર્થંકરોના ચ્યવન, જન્મ, દીક્ષા, કૈવલ્ય અને મોક્ષ એમ પાંચે કલ્યાણકોની પણ આરાધના જરૂર કરવી.
આ પ્રકારે નિર્મલ બુદ્ધિશાળી જીવ વિધિપૂર્વક પર્વકર્તવ્યોનું ભલીભાંતિ પાલન કરી, દીવ્ય સુખોનો અનુભવ કરી પ્રાન્તે મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
ચાતુર્માસિક કર્તવ્ય
:
જેમણે પરિગ્રહ પરિમાણ નામનું પાચમું અણુવ્રત જીવનભરને માટે લીધું હોય તેમણે પ્રત્યેક ચાતુર્માસમાં ધન, ધાન્ય આદિ પરિગ્રહના નિયમોનો વિશેષ સંક્ષેપ કરવો. વળી જેમણે એ વ્રત ન લીધું હોય તેમણે પણ દરેક ચાતુર્માસના ચાર મહિના માટે નિયમ અને અભિગ્રહ કરવો.
ઠંડકને કારણે જેના નીચે તેજ વર્ણના નાના મોટા અનેક જીવો રહેતા હોય તેવા ભાજીપાલાનો જીવરક્ષાના હેતુથી ઉનાળા અને ચોમાસામાં ત્યાગ કરવો.
વર્ષા, ચોમાસામાં જીવોની ઉત્પત્તિ અધિક થાય છે. જેમ કે વાદળ અને વર્ષાના લીધે રાયણ, કેરી આદિ ફળોમાં તથા બદામ, કાજુ, દ્રાક્ષ આદિ સૂકા મેવામાં ઇલિકા ઉત્પન્ન થાય છે. એથી એ ચીજોનો ત્યાગ કરવો.
૧૭
Page #27
--------------------------------------------------------------------------
________________
જેમાં અનેક ત્રસ જીવોની હિંસા થાય છે તેવા મકાન, દુકાન વગેરેના નિર્માણ કાર્ય ન કરવાં કે કરાવવાં. અવરજવરના સાધન જેવાં કે બળદગાડું, મોટર કાર, ટ્રક, આદિનો નિષેધ કરવો. હલ, ટ્રેક્ટર આદિ સાધનોથી ખેતીનો નિષેધ કરવો.
- જીવરક્ષા માટે બધી દિશાઓમાં અમર્યાદિ ગમનનો નિષેધ શ્રીકૃષ્ણ મહારાજા અને પરમહંત કુમારપાળ મહારાજાના દષ્ટાંતો ધ્યાનમાં લઇને કરવો. ઈતર લોકમાં દેવ પોઢી એકાદશી” અને “દેવ ઉઠી એકાદશીનું જે કથન છે તે માત્ર ઔપચારિક છે. જે કૃષ્ણમહારાજા માટે કરવામાં આવે છે.તેઓ વર્ષા ચૌમાસીમાં પોતાના મહેલમાંથી બહાર નીકળતા ન હતાં. યદિ બધી દિશાઓમાં આવવા જવાનો નિષેધ શક્ય ન હોય તો શક્ય હોય તે દિશા કે દિશાઓમાં આવવા-જવાનો નિષેધ કરો.
સચિત્ત આહારના ત્યાગનો નિયમ ન થઈ શકે તો જે જે સચિત્ત દ્રવ્યો વિના ચાલી શકે તે તે દ્રવ્યોનો ત્યાગ કરવો.
ચીજ વસ્તુનો ઉપભોગ ન કરતા હોઈએ તો પણ પચ્ચખાણ કર્યા વિના તેનું ફળ મળતું નથી. જેમ કે એક ટંક ભોજન કર્યું હોય તો પચ્ચક્ખાણ લીધા વિના એકાસણાનું ફળ મળતું નથી તેમ. વ્યવહારમાં પણ જો રૂપિયા બાંધી મુદત (FIXED DEPOSIT) માં મૂક્યા વિના બેંક પણ વ્યાજ આપતી નથી. * આ પ્રમાણે ચાતુર્માસમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વર્યાચારના પાલન સંબંધી વિશેષ અભિગ્રહનો સ્વીકાર કરવો. વર્ષાઋતુ આમ પણ વિશિષ્ટ તપ અને ત્યાગને માટે અનુકૂળ મૌસમ છે. ગુરુ ભગવંતો પણ ચાતુર્માસ દરમ્યાન એકજ સ્થાનમાં સ્થિરતા ફરમાવે છે.માટે એમની પાસેથી ધર્મનો ઉપદેશ સાંભળો અને વિશિષ્ટ પ્રકારે
Page #28
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનાભ્યાસ કરો. તેમજ પ્રયાસપૂર્વક વર્ષા-ચૌમાસીમાં ઉચિત નિયમો અને વ્રતોનું વિજયશ્રીના ઉદાહરણથી પાલન કરો.
મહાત્મા વશિષ્ઠ પણ કહે છે કે—
વર્ષાઋતુમાં મનુષ્ય બ્રહ્મચર્યનું પાલન કરવું જોઇએ. એકટાણા આદિનું તપ કરવું. પ્રવાસ ન કરવો, માટી ન ખોદાવવી, મૂળા, રીંગણ અને તાંદળજાની ભાજી વગેરેનો ત્યાગ કરવો અને રાત્રીભોજન ન કરવું.
આ નિયમોનું પાલન કરનાર આત્મા સર્વ મનોવાંછિતને પ્રાપ્ત કરે છે. તથા પરમપદને પામે છે. આ રીતે ચાતુર્માસિક કર્તવ્યોને જાણવાં.
વાર્ષિક કર્તવ્યઃ
હવે આપણે વાર્ષિક કર્તવ્યો વિષે જાણીએ. એની સંખ્યા ૧૧ છે. જે નીચે મુજબ છે.
(૧) શ્રી સંઘપૂજન, (૨) સાધર્મિક વાત્સલ્ય, (૩) યાત્રાત્રિક, (૪) સ્નાત્ર મહોત્સવ, (૫) દેવદ્રવ્યની વૃદ્ધિ, (:) મહાપૂજા, (૭) રાત્રિજગો, (૮) શ્રુતભક્તિ, (૯) ઉજમણું, (૧૦) તીર્થ પ્રભાવના, અને (૧૧) આલોચના.
શ્રી સંઘપૂજન : ચતુર્વિધ સંઘ જે પરમાત્માને પણ પૂજ્ય છે. તેની પૂજા વર્ષમાં એકવાર તો અવશ્ય કરવી જોઇએ. પોતાની શક્તિ પ્રમાણે ખૂબ જ આદર અને બહુમાનપૂર્વક પૂ. આચાર્યાદિ સાધુ ભગવંતો તથા પૂ. ભગવતી સાધ્વીજીઓને એમને યોગ્ય નિર્દોષ વસ્ત્ર, પાત્ર આદિથી તેમજ શ્રાવક-શ્રાવિકા સંઘનો પણ ભક્તિપૂર્વક યથાશકિત વસ્ત્ર, અલંકાર આદિ દ્રવ્યથી સત્કાર કરવો.
૧૯
Page #29
--------------------------------------------------------------------------
________________
શકિત ન હોય તો સુતરનો દોરો કે મુહપત્તિ માત્રથી સાધુ-સાધ્વીની તથા સોપારી વગેરે વડે ચાર શ્રાવકોનું પૂજન અવશ્ય કરવું. પ્રત્યેક ચાતુર્માસમાં મહામંત્રી વસ્તુપાલને તો પુષ્કળ દ્રવ્યનો સદ્વ્યય કરીને ઓછામાં ઓછું એકવાર શ્રીસંઘપૂજન કરવાનો નિયમ હતો. ૧. સાઘર્મિક વાત્સલ્ય
સાધર્મિક ભક્તિનો મહિમા કોઈ અજબ કોટિનો છે. કહ્યું છે કે એક તરફ સકળ ધાર્મિક અનુષ્ઠાનો અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય એ બંને બરાબર છે. કારણ કે સાધર્મિક વાત્સલ્યથી બધા જ ધાર્મિક અનુષ્ઠાનોનું અનુમોદન આપોઆપ થઈ જાય છે. વળી અનુમોદન દ્વારા તે બધા જ અનુષ્ઠાનોના ફલનો લાભ મળી જાય છે. વર્ષમાં ઓછામાં ઓછું એક વાર પુત્રના જન્મોત્સવ, વિવાહ જેવા પ્રસંગ પ્રાપ્ત થતાં બધા જ સાધર્મિક ભાઈ-બહેનોને વિશિષ્ટ ભોજન માટે નોંતરવા જોઇએ.
જરૂરતમંદ સાધર્મિકોને પોતાની સંપત્તિના સદ્વ્યય દ્વારા મદદ કરવી જોઈએ. અંતરાયકર્મના ઉદયથી જ્યારે કોઇવાર એની પરિસ્થિતિમાં અણધાર્યો પલ્ટો આવે ત્યારે પ્રયત્નપૂર્વક એને એની પૂર્વની સ્થિતિમાં પ્રસ્થાપિત કરવાનો નિષ્કામભાવે પ્રયત્ન કરવો.
આ પ્રમાદિ મનુષ્યને ફરી ધર્મકરણીમાં પ્રવૃત્ત થવા માટે પ્રેરણા આપો. અનુચિત પ્રવૃત્તિ કરનારને તે માર્ગેથી પાછા વાળો.તેમજ ધર્મકાર્યમાં શિથિલ બનેલાઓને તેમાં દઢ બનાવો. આ બધા સાધર્મિક - વાત્સલ્ય આદિ દર્શનાચાર છે. એના પરિપાલનથી આપણું સમ્ય દર્શન નિર્મલ બને છે. શ્રી સંભવનાથ ભગવાને પૂર્વના ત્રીજા ભવમાં સાધર્મિક વાત્સલ્યથીજ તીર્થંકરનામકર્મ ઉપાર્જન કર્યું હતું તે વાત સુવિદિત છે. દેવગિરિમાં શ્રી જગતસિંહ શેઠે ૩૬૦ વણિકપુત્રોને
૨૦)
Page #30
--------------------------------------------------------------------------
________________
પોતાના સમાન સંપત્તિવાળા બનાવ્યા હતાં. આ પ્રમાણે પોતાના તરફથી તથા પેલા ૩૬૦ વણિક પુત્રો તરફથી દેવગિરિ નગરીમાં સાધર્મિક વાત્સલ્યનો ક્રમ ચાલુ રહેતો હતો. થરાદમાં આવ્યુ સંઘવીએ પણ પોતાની સંપત્તિ વડે ૩૬૦ સાધર્મિક ભાઈઓને પોતાના સમાન સંપત્તિવાળા બનાવ્યા હતા. આ માટે સાધર્મિક વાત્સલ્ય દરેક શ્રાવકે વર્ષમાં એકવાર તો જરૂર કરવું જોઈએ. ૨.
યાત્રાસિક અન્ડિકા યાત્રા, રથયાત્રા, અને તીર્થયાત્રા આ ત્રણે યાત્રા દર વર્ષે કરવી જોઇએ.
અષ્ટાલિકા યાત્રા : અઠ્ઠાઈ પર્વના દિવસોમાં ધામધૂમ અને ઠાઠમાઠથી ચતુર્વિધ સંઘની સાથે સર્વ મંદિરોના દર્શન, વંદનાદિરૂપ ચૈત્ય પરિપાટી કરવી. આને ચૈત્ય યાત્રા કહે છે. આ રથયાત્રા : યાત્રા ઉત્સવ બાદ રથયાત્રાનું વિધાન છે. વિધિપૂર્વક આડંબર સહિત હાથી, ઘોડા તથા સોના-ચાંદીના રથ પર અરિહંત પરમાત્માની પ્રતિમા પધરાવીને રાજમાર્ગો પર થઈને નગરની બહાર ઉદ્યાનમાં લઈ જઈ ત્યાં સ્નાત્રપૂજા દ્વારા વિશિષ્ટ ભકિત કરી પછી પાછા ફરવું.
તીર્થયાત્રાઃ શ્રી શત્રુંજય, ગિરનાર આદિ તીર્થો તેમજ શ્રી જિનેશ્વર ભગવંતોની કલ્યાણકભૂમિઓને પણ તીર્થ કહેવાય છે. આ તીર્થોની યાત્રા શ્રી ચતુર્વિધ સંઘ સાથે કરવી અને કરાવવી. શ્રી સિદ્ધસેન દિવાકરે જેમણે પ્રતિબોધિત કરેલા એવા રાજા વિક્રમાદિત્યે શ્રી શત્રુંજય તીર્થયાત્રા સંઘમાં ૧૬૯ સોનાના, ૫૦૦ હાથીદાંત અને સુખડનાં જૈન મંદિર, શ્રી સિદ્ધસેન દિવાકર સહિત પ000 આચાર્ય ભગવંત, ૭૦ લાખ શ્રાવકોનાં કુટુંબ, એક કરોડથી વધુ બળદગાડીઓ, ૧૮લાખ ઘોડા, ૭૬૦૦ હાથી તથા મોટી સંખ્યામાં
Page #31
--------------------------------------------------------------------------
________________
ઊંટ‘અને બળદો હતા. મંત્રીશ્રી વસ્તુપાલે કાઢેલી ૧૨ા તીર્થયાત્રાઓ પણ ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અંકિત થયેલી છે. ૩.
મંદિરમાં સ્નાત્ર મહોત્સવ : ચોસઠ ઇન્દ્રો દ્વારા કરવામાં આવેલ પરમાત્માના જન્માભિષેકનું મહોત્સવપૂર્વક અનુસરણ કરવું. શ્રી પેથડશાહ મંત્રીશ્વરે ગિરનાર તીર્થમાં ૫૬ ધડી સોનાનો ચઢાવો લઇને ઇન્દ્રમાળ પહેરી હતી. ૪.
દેવદ્રવ્યની વૃદ્ધિ સંઘમાળ,ઉપધાનની માળ વગેરેના ચઢાવાની બોલી બોલીને માળ પહે૨વી-પહેરાવવી. મન્દિર અને પૂજા સામગ્રીના અર્પણ કરવાના ચઢાવા,પૂજા -આરતીના ચઢાવા, પ્રભુજીની માતાઓને આવનાર ચૌદ સ્વપ્નના તથા પ્રભુજીના પારણાના ચઢાવા બોલીને દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તથા કરાવવી. કુમારપાલ મહારાજે કાઢેલ સંઘમાં મહુવાનિવાસી જગડુ સુશ્રાવક સવા કરોડની બોલી બોલ્યા હતા. ૫.
મહાપૂજા : શ્રી અર્હત મહાપૂજન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન વગેરે પૂજનોમાં વિશિષ્ટ નવઅંગી પૂજા, આંગી, મૂલ્યવાન આભૂષણ ચઢાવવા, પુષ્પગૃહ,પાણીના ફૂવારા, કદલીગૃહ, દીપકોની રોશની, વિવિધ સંગીત, નૃત્ય આદિનું આયોજન કરવું જોઇએ. ઉદાહરણતઃ કોઇ એક શેઠે સમુદ્રયાત્રા માટે પ્રસ્થાન કરતી વખતે રૂપિયા એક લાખના ખર્ચે તથા બાર વર્ષની સમુદ્રયાત્રાથી મનોવાંછિત લાભ, પ્રાપ્ત થવાથી, પાછા ફર્યા બાદ એક કરોડના ખર્ચે મહાપૂજા
કરી
હતી. ૬.
રાત્રિ જાગરણ : ઉપર જણાવેલ મહાપૂજાની સાથે ઠાઠમાઠથી પરમાત્માની પ્રીતિના પ્રતીકરૂપ પ્રભુગુણોનું કીર્તન કરતાં કરતાં ઓછામાં ઓછો એક રાત્રિજંગો પણ કરવો. અનાદિ
૨૨
Page #32
--------------------------------------------------------------------------
________________
આહા૨સંજ્ઞાને જીતવા માટે જે પ્રકારે તપનું વિધાન છે તે પ્રકારે અનાદિ નિદ્રાપર વિજય મેળવવા માટે રાત્રિજાગરણનું વિધાન છે. એટલે આ વિધાનને આચારમાં ઉતારવું જરૂરી છે. ૭.
:
શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા શાસ્ત્રો અને ધર્મના પુસ્તકો પર શ્રુતજ્ઞાનની પૂજા કર્પૂર, વાસક્ષેપ આદિ દ્રવ્યથી ક૨વી જોઇએ. દરેક મહિને સુદ પાંચમના દિવસે સુંદર વસ્ત્રો વગેરેથી શ્રુતજ્ઞાનની વિશેષ પૂજા કરવી. જોઇએ. જો શક્તિ ન હોય તો વર્ષમાં એક વાર તો આ પૂજા અવશ્ય કરવી જોઇએ. આ વિષયમાં જન્મ કર્તવ્યના અવસ૨ ૫૨ જ્ઞાનભક્તિ વિષે વિસ્તારપૂર્વક કહેવામાં આવશે. ૮.
ઉજમણું : વિધિપૂર્વક નમસ્કાર મહામંત્રના એક લાખ જાપ, નવ લાખ જાપ, પ્રતિક્રમણ, સૂત્ર, ઉપદેશમાલા વગેરેની પૂર્ણાહુતિરૂપ જ્ઞાન, દર્શન અને પંચમી આદિ જુદા જુદા તપની સમાપ્તિ સમયે પ્રત્યેક વર્ષે ઓછામાં ઓછું એકવાર ઉઘા૫ન (ઉજમણું) શક્તિ અનુસાર કરવું જોઇએ.
તીર્થ પ્રભાવના ઃ શાસનપ્રભાવનાના હેતુથી વર્ષમાં ઓછામાં ઓછું એકવાર પંચ મહાવ્રતના પાલનકર્તા આચાર્યશ્રીઓ અને અન્ય મુનિ ભગવંતોનો નગર પ્રવેશ ઉત્સવપૂર્વક કરાવવો અને એ નિમિત્તે શ્રી જિનભક્તિ મહોત્સવ વગેરે પણ કરવો જોઇએ. હાથી, ઘોડા, બેન્ડવાજાની સાથે ઠાઠમાઠ અને આડંબરપૂર્વક ચતુર્વિધ સંઘ સાથે ગુરુ ભગવંતોનું હર્ષપૂર્વક સામૈયુ કરવું. અને હર્ષોલ્લાસ સાથે અનુકંપાદાન કરતા કરતા રસ્તામાં ઠેર ઠેર ગુરુ ભગવંતોનું બહુમાન કરતાં કરતાં જય જયના નાદ અને ઘોષ સાથે તથા ગહુંલિઓ કાઢતાં કાઢતાં એઓશ્રીનો નગર પ્રવેશ કરાવવો જોઇએ. જેથી મહાન શાસન પ્રભાવના થાય છે એટલું જ નહીં શિથિલાચાર પણ અટકે છે. સાધુ ભગવંતોનું આવું ભવ્ય સન્માન થતું જોઇને શિથિલાચારીઓ પણ વિચારવા લાગે છે કે, જો અમે પણ આવી ઉગ્ર
૨૩
Page #33
--------------------------------------------------------------------------
________________
ચર્યાનું પાલન કરીએ તો અમારું પણ આવું સન્માન થાય. અન્ય શ્રાવક-શ્રાવિકા તથા જૈનેતર લોકોને પણ એમ લાગે કે જિનેશ્વર પરમાત્માનું શાસન કેવું મહાપ્રતાપી છે કે જેમાં આવા ગુરુ ભગવંતો હોય છે. આ પ્રકારના બહુમાનથી એ લોકોમાં જૈનત્વ એટલે કે બોધિબીજનું વાવેતર થાય છે. જેના પ્રભાવથી તેઓ થોડા સમયમાં જ સાચા જૈન બને છે. આવા પ્રસંગોએ શ્રી સંઘને તિલક કરી નારિયેળ આદિની પ્રભાવના કરવી જોઇએ કહ્યું છે કે ભાવના એના ભાવિકને પોતાને મોક્ષ આપે છે, જ્યારે પ્રભાવના પોતાને અને બીજાને એમ બન્નેને મોક્ષ આપે છે. આજ કારણથી ભાવના કરતાં પ્રભાવના વધારે પ્રભાવશાળી છે. ૧૦. આલોચના :
- પાપના દોષોનું પ્રકાશન એ આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂરી છે. યોગ્ય ગુરુનો યોગ હોય તો વર્ષમાં એક વાર પોતાના પાપોની આલોયણા નાના બાળકની જેમ નિષ્કપટતાથી, સરળતાથી અને મનની કોઈ વાત પછી તે નાની હોય કે મોટી કહેતાં શરમ આવે તેવી હોય કે ન હોય, તેને છૂપાવ્યા વિના કરવી જોઈએ. આલોચનાના અનેક લાભો છે : . (૧) પાપનો બોજ ઉતરી જવાથી પોતાના મનમાં ફૂલની જેમ હળવાશનો અનુભવ, (૨) ચિત્તની પ્રસન્નતા, (૩)સ્વ-પરના દોષોની નિવૃત્તિ એટલે કે આપણને આલોચના કરતા જોઈ અન્યને પણ આલોચના કરવાની ભાવના થાય છે. (૪) સરળતાની પ્રપ્તિ, (૫) આત્મશુદ્ધિ, (૬) દુષ્કરકારિતા અનાદિ ભવોના અભ્યાસથી પાપોનું સેવન દુષ્કર લાગતું નથી પણ પાપોની આલોયણ અતિ દુષ્કર છે. (૭) શ્રી જિનઆજ્ઞા પાલન, (૮) નિઃશલ્ય ભાવના : શાસ્ત્રોમાં કહ્યું છે કે આલોચનાથી માયાશલ્યનું ઉન્મેલન થાય છે સરલતા ઉત્પન્ન થાય છે. સરલ જીવ સ્ત્રીવેદ અને નપુંસકવેદને બાંધતો નથી. એટલું
Page #34
--------------------------------------------------------------------------
________________
જ નહીં પૂર્વે બાંધેલા કર્મોની નિર્જરા કરે છે. તીવ્રભાવથી કરેલી બાળહત્યા, સ્ત્રીહત્યા આદિ મહાપાપ આલોચનારૂપી જલથી આ જન્મમાં જ ધોવાઇ જાય છે. દૃઢપ્રહારી વગેરેના દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે. જેઓ ભયંકર પાપી હોવા છતાં અંતરની વિશુદ્ધ આલોચનાથી તેજ ભવમાં ઉત્તમ ગતિને પામ્યા હતા. આથી પ્રત્યેક વર્ષે અથવા પ્રત્યેક ચૌમાસીમાં આલોચના અવશ્ય કરવી જોઇએ. ૧૧.
જન્મ કર્તવ્ય અથવા જીવન કર્તવ્ય :
ઉચિત નિવાસસ્થાનનું ગ્રહણ વગેરે કાર્ય પૂરા જીવન કાળમાં ઘણું કરીને એકવાર થાય છે એટલે એને જન્મકૃત્ય કહે છે. અને એની સંખ્યા મુખ્યત્વે અઢાર છે. તે આ પ્રમાણે છે. ઉચિત (૧) નિવાસ-સ્થાન ગ્રહણ, (૨) વિદ્યા ગ્રહણ, (૩) વિવાહ અને (૪) મિત્ર આદિ કરવા, (૫) શ્રી જિનમંદિર, (૬) પ્રતિમા અને (૭) પ્રતિષ્ઠા કરાવવી, (૮) પુત્રાદિને દીક્ષા અપાવવી, (૯) દીક્ષિત પુત્ર આદિને પંન્યાસ પદવી અને આચાર્ય પદવી અપાવવી, (૧૦) શ્રુતજ્ઞાનના પુસ્તક આદિ લખાવવા, (૧૧) પૌષધશાળા બનાવવી, (૧૨) આજીવન સમ્યક્ત્વ તેમજ (૧૩) વ્રતધારણ, (૧૪) દીક્ષા ગ્રહણ, (૧૫) તેવી શકિત અથવા સંયોગ ન હોય તો આરંભનો ત્યાગ અને (૧૬) બ્રહ્મચર્યનો સ્વીકાર, (૧૭) પ્રતિમા આદિનું વહન તથા વિશિષ્ટ તપ કરવું. અને (૧૮) અંતિમ આરાધના. આ અઢાર જન્મ કર્તવ્ય છે જેનું સ્વરૂપ સંક્ષિપ્તમાં નીચે પ્રમાણે છે.
(૧) ઉચિત નિવાસસ્થાનનું ગ્રહણ કરવું જોઇએ. જેનાથી જીવનમાં ધર્મ, અર્થ અને કામની ઉપલબ્ધિ થાય. જ્યાં હિંસક, ચોર, ઠગ,જુગારી, નટ-નટી આદિ દુર્જન લોકો રહેતા હોય તે સ્થાન નિવાસ માટેઅયોગ્ય કહેવાય. એવા સ્થાનોમાં રહેવાથી બન્ને ભવો હારી જવાની પૂરી સંભાવના છે. એટલે અયોગ્ય સ્થાન ત્યાગીને જ્યાં સારો પાડોશ હોય . જ્યાં જિનેશ્વર ભગવાનનું મંદિર પાસે હોય, જ્યાં ગુરુ ભગવંતોનું
૨૫
Page #35
--------------------------------------------------------------------------
________________
આગમન થંતું હોય, જ્યાં સાધર્મિક રહેતા હોય, તેવા યોગ્ય સ્થાનની રહેવા માટે પસંદગી કરવી જોઈએ. બાકીની યોગ્યતાઓ આ પુસ્તકના લેખક ગુરુ ભગવંતના પુસ્તક‘પદાર્થ પ્રકાશ” ભાગ-૨ ના “માર્ગાનુસારીતા કે ૩૫ ગુણ” એ નિબંધથી જાણી લેવી.
(૨) ઉચિત વિલાગ્રહણઃ વિદ્યાના ઉપાર્જન કાળમાં કરી લેવું જોઇએ. જેનાથી ધર્મ, અર્થ અને કામની સિદ્ધિ થાય એવી કલાઓ અવશ્ય આ કાળમાં શીખી લેવી જોઇએ. મૂર્ખાઓ ડગલેને પગલે ઠોકરો ખાઈને લોકોમાં હાંસીપાત્ર બને છે. જ્યારે ભણેલોગણેલો વ્યક્તિ સુખ અને સમૃદ્ધિનું પાત્ર બને છે. સાર એ છે કે ઓછામાં ઓછી વ્યાપાર વાણિજ્ય આદિ એક કલા અને બીજી ધર્મકળા શીખવી જોઈએ. જેથી વ્યક્તિ આલોકમાં સુખ અને સમૃદ્ધિ તથા પરલોકમાં સદ્ગતિ પ્રાપ્ત કરી શકે. ઉચિત વિદ્યાનો અર્થ છે. વ્યવસાયના હેતુ અર્થે નિંદનીય, પાપમય અને રાજય વિરુદ્ધનાં, કરચોરી, ભેળસેળ વગેરે અનુચિત કાર્યોનો નિષેધ.
. (૩) ઉચિત વિવાહ: “માર્ગાનુસારિતા કે ૩૫ ગુણ” શિર્ષક નિબંધના અનુસાર જે બીજા ગોત્રના હોય અને કુળ, શીલ, રૂપ, વ્યય, વિદ્યા, વૈભવ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા વગેરે ગુણોમાં સમાન હોય તેમની સાથેના વિવાહને ઉચિત કહ્યો છે. ઉચિત-અનુચિત વિવાહનાં દૃષ્ટાંત, પેથડશાહનો પ્રથમિણીદેવી સાથેનો તથા શ્રીમતિનો મિથ્યાદૃષ્ટિ સાથેનો એ પ્રમાણેના જાણવા. વિવાહ વગેરે સાંસારિક કાર્યોમાં ખર્ચ પોતાની શક્તિ અનુસાર કરવો જોઇએ. અધિક ખર્ચ કરવો યોગ્ય નથી. અધિક ખર્ચ તો પુણ્યકાર્યોમાં કરવો યોગ્ય છે. વિવાહ પ્રસંગે શક્તિ અનુસાર શ્રી જિનપૂજન અને સાધર્મિક વાત્સલ્ય કરવું જોઈએ. સંસાર ભ્રમણનું કારણ વિવાહ વગેરે પણ આવાં પુણ્યકાર્યોથી સફલ થાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
() ઉચિત મિત્ર આદિ કરવો પ્રકૃતિ એટલે સ્વભાવથી ઉત્તમ, સાધર્મિક, ગંભીર, જ્ઞાની, ચતુર અને બુદ્ધિશાળીને મિત્ર બનાવવો જોઈએ. જે હંમેશા વિશ્વાસપાત્ર હોય અને અવસર આવ્યું સહાયક પણ થઈ શકે. એ પ્રમાણે નોકર-ચાકર પણ એવા રાખવા જોઇએ જે ધર્મકાર્યોમાં સદા અનુકૂળ બની રહે. આર્દ્રકુમાર અને ધન્યકુમાર વગેરેની બુદ્ધિધન શ્રી અભયકુમાર મંત્રીશ્વરની સાથેની મૈત્રીના દૃષ્ટાંત આપણે જાણીએ છીએ. . (૫) શ્રી જિનમંદિર બનાવવું વ્રતધારી શ્રાવકે જો શક્તિ હોય તો તોરણ, શિખર,મંડપ, ગર્ભગૃહ આદિથી સુશોભિત મંદિર બનાવરાવવું જોઈએ. અને જો શક્તિ ન હોય તો પોતાના ન્યાયોપાર્જિત ધનથી વિધિપૂર્વક એકાદ દેવકુલિકાનું નિર્માણ કરાવવું જોઇએ. એક મંદિરના જીર્ણોદ્ધારનું ફળ નૂતન મંદિરના નિર્માણની અપેક્ષાએ આઠ ગણું છે. મંદિર બનાવરાવવાની સાથે સાથે થોડી ધનરાશિ અથવા કાયમી આવકનું સાધન સુરક્ષિત કરાવી લેવું જોઈએ. જેથી ભગવાનની અખંડ વિશિષ્ઠપૂજા તથા મંદિરની મરામત કે જીર્ણોદ્ધાર જેવા કાર્યો સતત અને અનાબાધપણે ચાલતા રહે.
(૬) પ્રભુ પ્રતિમા ભરાવવીઃ અરિહંત પરમાત્માની પ્રતિમા રત્ન, સુવર્ણ, ધાતુ, સુખડ, હાથીદાંત, ઉત્તમ પ્રકારના પાષાણ વગેરેની વિધિપૂર્વક ભરાવરાવવી અને બનાવરાવવી જોઈએ. દૃષ્ટાંત સંપ્રતિ મહારાજા, સાગરદત્ત શ્રેષ્ઠિ આદિના જાણવાં. .
(૭) પ્રતિષ્ઠાઃ પ્રતિમા તૈયાર થઈ જતાં અષ્ટાહિક મહોત્સવપૂર્વક તેની પ્રાણ પ્રતિષ્ઠા આદિ કરાવવી તથા યથાશક્તિ દાન પૂણ્ય પણ કરવું. . (૮) પુત્ર આદિને દીક્ષા અપાવવી? પુત્ર, પુત્રી વગેરે પરિવારના સભ્યોને મોટી ધામધૂમપૂર્વક અને આનંદ ઉલ્લાસપૂર્વક દીક્ષા અને મોટી દીક્ષા અપાવવી જોઈએ. શ્રી કૃષ્ણ અને ચેડા,
Page #37
--------------------------------------------------------------------------
________________
મહારાજે પોતાની પુત્રીઓને અને થાવચ્ચાપુત્ર આદિ બીજા અનેકોને ધામધુમપૂર્વક દીક્ષા ગ્રહણ કરાવી હતી.
(૯) દીક્ષિતોને આચાર્ય આદિ પદવી અપાવવી દીક્ષિત પુત્ર આદિ તથા અન્ય જે યોગ્ય હોય તેમને ગણિ, પંન્યાસ, ઉપાધ્યાય, આચાર્ય આદિ પદ મહાન ઉત્સવ સાથે શાસનની પ્રભાવના માટે અપાવવું. મંત્રીશ્વર વસ્તુપાલે ૨૧ મુનિભગવંતોને બહુ જ ધામધૂમપૂર્વક આચાર્ય પદ અપાવ્યા હતાં.
(૧૦) શ્રુતજ્ઞાનના પુસ્તક લખાવવા : શ્રી જિનેશ્વર પરમાત્માના આગમ આદિ શ્રુતજ્ઞાનનાં પુસ્તક લખાવવા, છપાવવા, પ્રકાશિત કરવાં, તેમજ તેમને સુરક્ષિત રાખવાં એ પરમ કર્તવ્ય છે. તથા મોટા ઉત્સવપૂર્વક વ્યાખ્યાનમાં ગુરુ ભગવંતો પાસે એનું વાંચન કરાવવું જોઇએ. મહામંત્રી વસ્તુપાલે ૧૮ કરોડદ્રવ્યનો વ્યય કરીને ત્રણ જ્ઞાનભંડાર તૈયાર કરાવ્યા હતાં.
(૧૧) પૌષધશાળા બનાવરાવવી ઃ- શ્રાવકોએ પૌષધ લેવા માટે પૌષધશાળા બનાવરાવવી જોઇએ. આવી પૌષધશાળા સાધુભગવંતોને ઉતરવા માટે સ્થિરતા કરવા માટે અવસરે આપવી જોઇએ. આ પ્રમાણે દોષ રહિત વસતિના દાનથી મોટો લાભ થાય છે. મંત્રી શ્રી વસ્તુપાળે કુલ્લે ૩૮૪ પૌષધશાળાઓ બનાવરાવી હતી.
(૧૨/૧૩) સમ્યક્ત્વ તથા યથાશક્તિ વ્રતોનો સ્વીકાર કરવો : બાળપણથીજે સમ્યગ્દર્શન તથા યથાશક્તિ અણુવ્રત આદિનો સ્વીકાર કરવો જોઇએ.
(૧૪) દીક્ષા ગ્રહણ કરવી.શ્રાવકે અવસર આવ્યે દીક્ષા ગ્રહણ કરવી. બાલ્યકાલમાં જ દીક્ષા નહિ લઇ શકવાને કારણે શ્રાવક
૨૮
Page #38
--------------------------------------------------------------------------
________________
સદા પોતાની જાતને ઠગાઇ ગયેલો. માને તે વિચારે કે દરઅસલ તે બાલમુનિને ધન્ય છે કે જેમણે સમસ્ત પ્રાણી પીડક અને દુર્દમ એવા કામશત્રુને જીતીને કુમાર અવસ્થામાંજ દુર્લભ દીક્ષાને ગ્રહણ કરી છે. ન એ બાલમુનિને ખાવા-પીવાની ચિંતા છે. ન તો એમને વસ્ત્ર, ધન કે આજીવિકાની. તેઓ હંમેશા નૂતન જ્ઞાન આદિના ઉપાર્જનનો અપૂર્વ આનંદ અનુભવે છે. અહો ! નિશ્ચિંત નિષ્પાપ જીવન તથા થોડા જ સમયમાં સર્વ દુઃખોમાંથી મુક્તિ. કહ્યું છે કે- ભાવથી પાળેલી એક દિવસની પણ દીક્ષા જો મોક્ષસુખ ન આપે તો પણ વૈમાનિક દેવત્વનું સુખ તો જરૂર આપે છે. રિવાહન રાજાએ જ્ઞાનીના મુખેથી પોતાનું શેષ આયુષ્ય હવે માત્ર નવ પ્રહર જ બાકી છે. એમ સાંભળીને દીક્ષા લીધી અને કાળધર્મ પામી સર્વાર્થસિદ્ધ નામના અનુત્તર મહા વિમાનમાં ઉત્પન્ન થયા. દીક્ષા પ્રત્યે આવી તીવ્ર ભાવના ધરાવનાર શ્રાવક ભાગ્યયોગે ગળે વળગેલી ગૃહસ્થીને ઉદાસીન ભાવે નિભાવતો હોય પરંતુ એમાં અંતરમાં તો સદાયે એમાંથી છુટવાનની ખેવના-ચાહના રાખતો હોવો જોઇએ.
(૧૫) આરંભોનો ત્યાગ કરવો :- દીક્ષાની તીવ્ર ભાવના હોવા છતાં કોઇ કારણથી કે શક્તિના અભાવને કારણે દીક્ષા ન લઇ શકાય તો પણ શ્રાવકે વ્યાપારાદિ આરંભોનો યથાશક્તિ ત્યાગ કરવો જોઇએ. સંભવ હોય તો પોતાના માટે આહાર વગેરે બનાવવાના અથવા બનાવરાવવાના આરંભને છોડી દે. પરિવારને માટે જે સામગ્રી બનતી હોય તેમાંથી તે પોતાનો નિર્વાહ કરે.
(૧૬) આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરવો :- જો દીક્ષા ગ્રહણ ન કરી શકાય તો આજીવન બ્રહ્મચર્યનો સ્વીકાર કરવો ધન્નાશેઠે વીસ વર્ષની ઉમરમાં અને પેથડશાહ મંત્રીએ બત્રીસ વર્ષની
ઉંમરમાં આ મહાવ્રતને સ્વીકાર્યું હતું. કહેવાય છે કે જે કોઇ આ દુષ્કર વ્રતનું પાલન કરે છે તેને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ અને કિન્નર
૨૯
-
Page #39
--------------------------------------------------------------------------
________________
પણ નમસ્કાર કરે છે. આ મહાવ્રતના પાલનથી અનંત આત્માઓ મુક્તિ પામ્યા છે અને ભવિષ્યમાં પણ પામશે.
(૧૭) પ્રતિમાદિ :- તથા વિશિષ્ટ તપ કરવું. શ્રાવકની ૧૧ પ્રતિમાઓ છે એનું વર્ણન ‘‘શ્રાદ્ધવિધિ’ ગ્રંથમાં જોવું. વર્તમાન કાળમાં આ પ્રતિમાઓનું પાલન જોવામાં આવતું નથી. તો પણ ઉપધાન તપ, શ્રેણીતપ, સિદ્ધિતપ, મૃત્યુંજયતપ અનુષ્ઠાન શક્તિ મુજબ કરવાં.
(૧૮) અંતિમ આરાધના કરવી :- આયુષ્યના અંતમાં અંતિમ આરાધના સંલેખનાદિ વિધિથી કરવી. પ્રતિક્રમણ વગેરે આવશ્યક કર્તવ્ય કરવા વ્યક્તિ અસમર્થ હોય ત્યારે અથવા મૃત્યુ હવે નજીક છે એમ જાણીને દ્રવ્ય અને ભાવથી એમ બે પ્રકારે સંલેખના કરવી— (૧) દ્રવ્ય સંલેખના- ધીરે ધીરે ચરણબદ્ધ રીતે આહારનો ત્યાગ. (૨) ભાવ સંલેખના- ક્રોધાદિ કષાયોનો ત્યાગ. આ પ્રમાણે સંલેખના કરીને જીવનના અંત સમયે સકલ શ્રાવક શ્રાવિકાએ ધર્મારાધનારૂપી મંદિરના શિખર સમાન સંયમ ધર્મનો સ્વીકાર કરવો. નલ રાજાના ભાઇ કુબેરના પુત્રે જેનું તાજુ લગ્ન થયું હતું તેણે મુનિભગવંતના મુખેથી જ્યારે એમ જાણ્યું કે હવે તેનું આમુષ્ય માત્ર પાંચજ દિવસ બાકી છે, દીક્ષા લઇને સિદ્ધ થયા. સંથારા, દીક્ષા જેવા અવસરે પ્રભાવના આદિ ધર્મકાર્યોમાં શક્તિ અનુસાર ક્ષાવકે પોતાના ધનનો . સય કરવો. થરાદના આણુ સંઘવીએ સાત ક્ષેત્રોમાં સાત કરોડ દ્રવ્યોનો વ્યય કર્યો હતો જેને સંયમનો યોગ ન હોય તેણે શત્રુંજય આદિ શુભ તીર્થસ્થાનમાં જઇ અણસણ સ્વીકારવું. ટૂંકમાં અંતિમ આરાધનાનાં દસ દ્વાર છે.
(૧) અતિચારોની આલોચના, (૨) વ્રતોનું પુનરુચ્ચારણ,
૩૦
Page #40
--------------------------------------------------------------------------
________________
- (૩) સર્વ જીવરાશિને ખમાવવાં (૪) અઢાર પાપસ્થાનકોનો ત્યાગ (૫) અરિહંતાદિ ચાર શરણોનો સ્વીકાર (૬) દુષ્કૃત્યોની નિંદા (૭) સુકૃતની અનુમોદના (૮) અનિત્યાદિ ભાવનાઓ ભાવવી. (૯) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર આહારનો ત્યાગ અને (૧) પંચપરમેષ્ઠી મહામંત્રનું સતત સ્મરણ કરતાં કરતાં દેહનો ત્યાગ કરવો.
. - આ પ્રકારની આરાધનાથી જીવ જો આ જન્મમાં મોક્ષ ન • પામે તો છેવટે દેવત્વ અને મનુષ્યત્વના સુખ ભોગવતાં ભોગવતાં આઠ ભવની અંદર જરૂર મોક્ષસુખને પ્રાપ્ત કરે છે.
- શ્રાવકે સમ્યકત્વને તથા શક્તિ અનુસાર વ્રતોનો સ્વીકાર કરવો જોઈએ એમ અગાઉ જણાવી ગયા છીએ..તેનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. . ' ' '
સમ્યક્ત્વ અથવા સમ્યગદર્શન दानानि शीलानि, तपांसि, पूजा, सत्तीर्थयात्रा, प्रवरा दया च । सुश्रावकत्वं, व्रतधारणं च, सम्यकत्वमूलानि, महाफलानि ॥
ના વિવિધ પ્રકારનાં દાન, શીલ તપ પૂજા, સત્તીર્થયાત્રા, ઉત્તમ પ્રકારની જીવ દયા સુશ્રાવકપણું, વ્રતોનો સ્વીકાર આદિ બધીજ ધર્મક્રિયાઓ જો સમ્યક્ત્વપૂર્વક હોય તો જ તે મહાન ફલને આપનારી બને છે.
સમ્યગ્ગદર્શન એ જ સમ્યક્ત્વ છે. “તત્ત્વાર્થસૂત્ર''ના રચયિતા શ્રી ઉમાસ્વાતિજીએ કહ્યું છે કે
. सम्यग्दर्शनज्ञान चारित्राणि मोक्षमार्गः ।
આ પ્રમાણે ઉમાસ્વાતિજીએ મોક્ષને મેળવી આપનાર રત્નત્રયીમાં સમદર્શનને પ્રથમ સ્થાન આપ્યું છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ત્વનું સ્વરૂપ :- સુદેવ, સુગુરુ અને સુધર્મ તેમજ જીવ આદિ નવ તત્ત્વોમાં અખંડ શ્રદ્ધા રાખવી તેને સમ્યક્ત્વ કહેવાય છે. આ જિનધર્મનો મૂલ આધાર છે.
પ્રતિજ્ઞા :- આજીવન શ્રી જિનેશ્વર પરમાત્મા માટે દેવ, પંચ મહાવ્રતધારી સુગુરુ એ મારા ગુરુ અને જિનેશ્વરદેવે જે મુક્તિનો માર્ગ કહ્યો છે તે મારો ધર્મ છે.
અતિચાર :- સમ્યક્ત્વના પાંચ અતિચાર છે.જેને જાણવા જોઇએ. અતિચારોના સેવનથી આપણું સમ્યક્ત્વ મલિન થાય છે તેથી એનું આચરણ વર્જ્ય છે.
(૧) શંકા :- શ્રી જિનેશ્વર ભગવંતના વચનોમાં શંકા કરવી.
-
(૨) કાંક્ષા :- અન્ય ધર્મિયોના ચમત્કાર કે આડંબર જોઇને તે ધર્મ પ્રત્યે આકર્ષિત થવું. .
(૩) વિચિકિત્સા :- ધર્મક્રિયાના ફલમાં સંદેહ રાખવો તથા ત્યાગમાર્ગ અને ત્યાગીઓ પ્રત્યે નફરત અને નિંદા કરવી. (૪) મિથ્યાર્દષ્ટિ પ્રશંસા ઃ- અજ્ઞાન તપ કરવાવાલા તાપસો, સંન્યાસીઓ આદિની પ્રશંસા કરવી.
(૫) કુલિંગસંસ્તવ :- મિથ્યાત્વી સાધુ સંન્યાસી તથા ગુણ રહિત વેશધારીઓનો પરિચય કરવો.
કરણી : (૧) પ્રતિદિન પ્રભુદર્શન, પૂજા, સ્નાત્ર, પ્રતિમા.............. (૨) રોજ યોગ હોય તો ગુરુવંદન અને વ્યાખ્યાનનું શ્રવણ. (૩) દ૨૨ોજ સવાર-સાંજ પ્રતિક્રમણ, નવકારશી, ચોવિહાર અથવા તિવિહાર નમસ્કાર મહામંત્રનો જાપ તેમજ આત્મચિંતન.
(૩૨)
Page #42
--------------------------------------------------------------------------
________________
(૪) દર વર્ષે તીર્થયાત્રા, સંઘપૂજન, સાધર્મિક વાત્સલ્ય, શાસ્ત્ર લખાવવાં તથા સાતે ક્ષેત્રોમાં દ્રવ્યનો વ્યય. (૫) દેવ, ગુરુ અને ધર્મના કદી પણ સોગંદ નહિ ખાવ. શ્રાવકના બાર વ્રત
જૈન ગૃહસ્થે લેવા યોગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે એ બાર વ્રતોનું સ્વરૂપ ટૂંકમાં નીચે પ્રમાણે જણાવ્યું છે. પાંચ અણુવ્રત
:
સાધુ ભગવંતોના મહાવ્રતોની અપેક્ષાએ શ્રાવકનાં વ્રત અણુ સમાન એટલે અતિ નાનાં હોવાથી તેને અણુવ્રત કહેવામાં આવે છે. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતઃ
સ્વરૂપ ઃ નિરપરાધી સ્કૂલ બેઇન્દ્રિયાદિ ત્રસ જીવોના નિરપેક્ષપણે જાણીબુઝીને પ્રાણ નાશ કરવામાંથી અટકવું તેને સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત કહેવામાં આવે છે. સારાંશ એ છે કે નિરઅપરાધી ત્રસ જીવોની નિરપેક્ષપણે સંકલ્પપૂર્વકની હિંસાનો ત્યાગ કરવો.
પ્રતિજ્ઞા :- આજીવન નિરપરાધિ ત્રસ જીવોની નિરપેક્ષપણે એટલે કે નિષ્કારણ ઇરાદાપૂર્વક હિંસા કરીશ નહિ કે કરાવીશ નહિ. અતિચાર :- (૧) વધ- ક્રોધ આદિને વશ થઇ કોઇ પણ જીવ ૫૨ નિર્દયતાપૂર્વક પ્રહાર કરવો. (૨) બંધ - પશુ અથવા મનુષ્યને એવી સખ્તાઇથી બાંધવા જેથી અગ્નિ, સર્પ આદિથી ભય • ઉત્પન્ન થાય તો પણ તે તેવા ઠેકાણેથી ભાગી જઇ પોતાના પ્રાણને બચાવીન શકે. (૩) છવિચ્છેદ- બળદ, ઊંટ આદિ પ્રાણીઓના કાન કે શરીરના અન્ય અવયવોનો છેદ કરવો કે કાપવા
૩૩
Page #43
--------------------------------------------------------------------------
________________
(૪) અતિભારના આરોપણ - બળદ, ઊંટ આદિ ઉપર તેમની શક્તિથી અધિક ભાર લાદવો, (૫) ભક્તપાન વ્યવચ્છેદ – ગાય, ભેંસ વગેરે પશુઓને ઘાસચારો, ખાણ વગેરેનું નીરણ ન આપવું અથવા મોડેથી આપવું. આ જ પ્રમાણે નોકર-ચાકર વગેરેના પગાર બાબતમાં પણ જાણવું. કરણી (૧) અનાજ, શાકભાજી વગેરે ચીજો વાપરતા જીવરક્ષા ,
અને જીવદયાનો ખ્યાલ રાખવો. (૨) ચૂલા ઉપર વાસણ ચઢાવ્યા પહેલાં તેને બરાબર જોઈ.
લેવાં. તે જ પ્રમાણે ચલામાં લાકડાં, સાંઠીઓ નાખતાં * પહેલાં તેને જોઈ, ઝાટકીને પછીજ નાખવાં,
વરસાદના દિવસોમાં કોલસા ચાળણીથી ચાળવા.
અગ્નિનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરવો. (૩) ઘરના પ્રવેશ દ્વાર કે આંગણામાં નિગોદ ઉત્પન્ન ન
થાય તે માટે રાખ, ચુના વગેરેનો ઉપયોગ કરવો. (૪) ફર્નિચર, બારી બારણાં દીવાલ, છત વગેરેને
ઝાટકતી વખતે જીવરક્ષાનું ધ્યાન રાખવું. (૫) અળગણ પાણી ન પીવું. એંઠા લોટા-પાલાં પાણીના
માટલામાં ન નાખવા. વળી નહાવા-ધોવા માટે વધારે, પાણીનો ઉપયોગ ન કરવો. '
) રશૂલ મૃષાવાદ-વિરમણ વ્રત સ્વરૂપ - કન્યા આદિ સંબધી મોટા મૃષાવાદ એટલે જૂઠું બોલવામાંથી વિરમણ (અટકી જવું) કરવું
સારાંશ - ગૃહસ્થ નાના જૂઠાણાનો ત્યાગ નથી કરી શકતો. પરંતુ મોટા જાહા કે અસત્યનો તો તેણે ત્યાગ કરવો જોઈએ.
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રતિજ્ઞા - જીવન પર્યંત કન્યા, અન્ય મનુષ્ય,પશુ, ભૂમિ,
અનામત થાપણ અને સાક્ષી સંબંધી અસત્ય વચન બોલીશ નહિ અને બીજા પાસે બોલાવરાવીશ નહિ.
અતિચાર - (૧) સહસાભ્યાખ્યાન - વગર વિચાર્યે જ કોઇના ૫૨ જૂઠું આળ લગાવવું, જેમ કે- ‘તું ચોર છે.’ (૨) રહસ્યાભ્યાખ્યાન- ખાનગી વાત કરવાવાલાઓ ૫૨ જૂઠ્ઠો આરોપ લગાવવો. જેમ કે– ‘તમે લોકો રાષ્ટ્રની વિરુદ્ધ મસલતો કરી રહ્યા છો’ (૩) સ્વદારા મંત્રભેદ - પત્નીની ગુપ્ત વાતને બીજાની સમક્ષ ઉઘાડી પાડવી (૪) મૃષા ઉપદેશ- કોઇને પણ દુઃખી કરવા માટે કે ફસાવવા માટે જાઠી સલાહ આપવી. (૫) ફૂટલેખ - બનાવટી દસ્તાવેજ કરવા અથવા કરાવવા.
કરણી- વિચારીને બોલવું. હંમેશા હિતકારી, બહું જ ઓછું અને પ્રિયવચન બોલવું. શક્ય હોય ત્યાં મૌન રાખો અને નકામી સાક્ષી જૂબાની કે ઝઘડાથી દૂર રહો.
न ब्रूयात् सत्यम प्रियं प्रियं वचनानृतं ब्रूयात् ।
>
(૩) સ્થૂલ અદત્તાદાન -વિરમણ વ્રત
સ્વરૂપ - સ્થૂલ એટલે મોટી ચોરી જેવી રાજય ચોરનારને સજા કરે અને તે લોકનિંદાનો ભોગ પણ બને. તેવી પ્રવૃત્તિ કે કાર્યથી વિરમણ કરવું અર્થાત્ અટકવું.
સારાંશ - મોટી ચોરી કરવી નહિ.
પ્રતિજ્ઞા - જીવન પર્યંત હું મોટી ચોરી કરીશ નહિ કે કરાવીશ નહિ.
અતિચાર - (૧) સ્નેનાહત - ચોરે ચોરી કરેલા માલને લેવો કે સંઘરવો. (૨) સ્ટેનપ્રયોગ - ચોરને મદદ કે ટેકો આપીને તેને ચોરી કરવા પ્રેરિત કરવો. (૩) તત્પ્રતિરૂપક વ્યવહાર - સારી
ઉપ
Page #45
--------------------------------------------------------------------------
________________
: ચીજની સાથે હલકી ચીજને ભેળવીને વેચવી, જેમ કે – દૂધમાં
પાણી, ઘીમાં ચરબી ઈત્યાદિ, (૪) વિરુદ્ધગમન - રાજ્યઆજ્ઞાની | વિના ગમન કરવું અથવા પરવાનગી વિનાજ પરદેશ જવું.
(૫) કૂટતોલ-માન-માપ અર્થાત્ ઓછા-વતા અપ્રમાણિત તોલ માપ વગેરેનો વ્યવહાર કરવો.
નોંધ - આ સિવાય રસ્તામાં પડેલી કોઈ ચીજ વસ્તુ આપણને જડે તો આપણે તેના માલિકનું ઠામ-ઠેકાણું મેળવી, તે ચીજને તેના અસલ માલિકને પહોંચાડી દેવી. જો ભાગ્યસંયોગે તેના માલિકનો પત્તો ન લાગે તો તે ચીજને ધર્માદામાં આપી દેવી. જો આપણી પાસે કોઈ એવી વ્યકિતનું ધન રહી જાય કે જેનો માલિક નિર્વશ મૃત્યુ પામ્યો હોય તો તેવી વ્યકિતનું ધન શ્રીસંઘની સાક્ષીએ શુભ કાર્યમાં ખર્ચી નાખવું.
જ્યાં સુધી ઘરની માલિકી માતાપિતા વગેરે વડિલોની હોય ત્યાં સુધી વ્રતધારી શ્રાવકે એમની આજ્ઞાથી રકમ વગેરે લેવી. માતા-પિતો, પુત્ર વગેરે જો સમજી વિચારીને મનાઈન કરે તો વ્રતધારી તેવી રકમ આદિને તેમની રજા વગર પણ લઈ શકે છે.
કરણી - ટેક્ષચોરી, લાંચ-રૂશ્વત લેવીને આપવી, ખસ્યું કાપવું, લુંટ, ધાડ પાડવી કે ચોરી કરવી વગેરે નિંદનીય પ્રવૃત્તિઓનો ત્યાગ કરી ન્યાયપૂર્વક વ્યવહાર કરવો.
(૪) સ્વદારાસંતોષ - પરસ્ત્રીવિરમણ વ્રત
સ્વરૂપ - પરસ્ત્રી, વેશ્યા વગેરેનો ત્યાગ કરવો અને પોતાની પત્ની અર્થાત્ સ્વદારાથી સંતોષ કરવો. આ ચોથું અણુવ્રત છે.
પ્રતિજ્ઞા - આજીવન પરસ્ત્રી સંબંધી સ્કૂલમૈથુનનો હું ત્યાગ
સારાંશ- આજીવન હું કાયાથી પરસ્ત્રીગમન નહિ કરું.
Page #46
--------------------------------------------------------------------------
________________
અતિચાર -‘અતિચારોને જાણતા પહેલાં આ ચોથા વ્રતના બે વિભાગ જાણવા આવશ્યક છે. પ્રથમ વિભાગ સ્વદારાસંતોષનો અને બીજો વિભાગ પરસ્ત્રીના ત્યાગનો છે. પ્રથમ અતિચાર (૧) અપરિગૃહીતાગમન : કુંવારી, વિધવા, વેશ્યા વગેરે જેમના કોઇ સ્વામી નથી એટલે કે તેઓ કોઇની પત્ની નથી. એ વિચારથી જો કોઇ વ્રતધારી તેમને ત્યાં ખરાબ ઇચ્છાથી જાય તો પરસ્ત્રી-ત્યાગીને અતિચાર લાગે. અને સાથે સાથે સ્વદારાસંતોષીનું ભંગ થાય છે. (૨) ઇત્વર પરિગૃહીતાગમન : ઇત્વર્ એટલે થોડા સમય માટે વેશ્યા વગેરેને પોતાની બનાવીને અને પોતાની સમજીને રાખે તે વ્યક્તિને સ્વ-સ્ત્રીસંતોષ-વ્રતનો અતિચાર લાગે છે.
(૩) અનંગક્રીડા : કામવાસના જાગૃત કરવાની ચેષ્ટા કરવી, જેમકે - અશ્લીલ વાણી, વિલાસ–ચુંબન વગેરે.
(૪) પરિવવાહકરણ : પોતાનાં સંતાન અને જેમના પ્રત્યે આપણી જવાબદારી છે એને છોડીને યશ, કીર્તિ આદિ માટે બીજાના વિવાહ વગેરે કરાવવા.
(૫) તીવ્ર અનુરાગ : અતિશય કામ સેવન પણ અતિચાર છે. કારણ કે એનાથી ધર્મ અને ધર્મના સાધનરૂપ એવું શ૨ી૨, એમ બન્નેને નુકસાન પહોંચે છે.
કરણી : (૧) તિર્યંચ, દેવ-દેવી અને નપુંસક સાથે ભોગ, સૃષ્ટિ વિરુદ્ધનુ ' કર્મ, હસ્તમૈથુન વગેરેનો......... ત્યાગ કરીને..........તિથિ, અઠ્ઠાઇ,પર્વ, પ્રતિમાસ...દિન, પ્રતિવર્ષ ...........દિન, બ્રહ્મચર્યનું પાલન કરવું. (૨) ૠતુધર્મમાં તેમજ તીર્થસ્થાનોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું.
૩૭
Page #47
--------------------------------------------------------------------------
________________
(૩) નીચી નજર રાખીને પરપુરુષ અથવા પરસ્ત્રીથી વાતો કરવી.
(૪) ગૃહપતિની ગેરહાજરીમાં પરાયા ઘેર પ્રવેશ ન કરવો. (૫) સ્વગોત્રમાં વિવાહ, લગ્ન ન કરવાં. (૬) કામોત્તેજક સાહિત્ય, ચિત્રદર્શન, ગીત-સંગીતનું શ્રવણ, ચેષ્ટા, ઔષધ, ખાન-પાન વગેરેનો ત્યાગ કરી બ્રહ્મચર્યને પોષક એવું શ્રવણ, મનન અને ચિંતન કરવું અને જંબૂસ્વામી, સ્થૂલભદ્રસ્વામી, વિજય શેઠ, વિજયા શેઠાણી, સતી સીતા વગેરેનું સ્મરણ કરવું. (૭)પરપુરુષ અને પરસ્ત્રીના અંગો અને ઉપાંગો પર કામી
સૃષ્ટિન નાખવી, માનવ શરીર પ્રત્યે અશુચિત્વની ભાવનાથી મનને ભાવિત કરવું. તથા અન્ય યુગલોની કામચેષ્ટા તરફ જરા પણ ધ્યાન ન આપવું.
(૮) સ્ત્રીઓએ બીજી સ્ત્રીની પ્રસૂતિમાં રસ ન લેવો જોઇએ.
(૯) કોઇના વિવાહાદિની તથા વર-વધૂના રૂપ વગેરેની પ્રશંસા ન કરવી, જેથી ‘સદાચાર ધર્મ’ની રક્ષા થઇ શકે એમ વિચારવું.
(૫) સ્થૂલપરિગ્રહપરિમાણવ્રતઃ
·
સ્વરૂપ-પોતાની માલિકીનું (૧) ધન, (૨) ધાન્ય, (૩) જમીન, (૪) ઘર-દુકાન, (૫) સોનુ, (૬) ચાંદી, (૭) વાસણ વગેરે ઘર સામગ્રી તથા મોટર ગાડી આદિ, (૮) દાસ-દાસી તથા (૯) પશુ એ નવેનું પિરમાણ કરવું. અર્થાત્ ધન વગેરેની અનહદ તૃષ્ણા ઉપ૨ વિજય મેળવવો.
પ્રતિજ્ઞા : જીવન પર્યંત અમર્યાદ પરિગ્રહનો ત્યાગ કરતાં ३८
Page #48
--------------------------------------------------------------------------
________________
કરતાં હું વધારે ધનધાન્યાદિ વિષયક ઇચ્છાનું પરિમાણ કરું છું. કુલ સંપત્તિ રૂ....અથવા સોના....ના મૂલ્યથી વધારે હું રાખીશ નહિ.
અતિચારઃ (૧) ધન-ધાન્ય પરિમાણાતિક્રમઃ ધન અને ધાન્ય, પરિમાણથી વધુ થઈ જાય ત્યારે પુત્ર, પુત્રી, સ્ત્રી વગેરેના નામે ચઢાવી દેવું અથવા બીજાના ઘેર રાખી આવવું વગેરે ગરબડ કરવી, (૨) ક્ષેત્ર-વાસ્તુ-પરિમાણાતિક્રમ : ખેતર, દુકાન, ઘર, આદિ નિયમથી વધુ થઈ જાય તો પાસે પાસેનાં બે ખેતરો વચ્ચેની વાડને હટાવીને એક ખેતર કરવું અથવા બે મકાનો કે બે દુકાનો વચ્ચેની દીવાલ તોડી પાડીને એક મકાન અથવા એક દુકાન બનાવી લેવી, ઈત્યાદિ કરામત કરવી. (૩) રૂપ્ય-સુવર્ણ પરિમાણાતિક્રમઃ સોનાચાંદીના ઘરેણાં વધારે વજનવાળાં બનાવરાવી દાગીનાની સંખ્યા ટકાવી રાખવી. અને આ પ્રમાણે સોના-ચાંદીને વધુ પ્રમાણમાં રાખવાની ચાલાકી કરવી. (૪) કુષ્ય પરિમાણાતિક્રમ : જર્મન સિલ્વર, તાંબા, પિત્તળ વગેરે ધાતુના વાસણોનું વજન વધારીને તેમની સંખ્યા ઘટાડવાનો કસબ કરવો. (૫) દ્વિપદ-ચતુષ્પદઅતિક્રમ -નોકર-ચાકર, ગાય-ભેંશ વગેરે પરિમાણથી વધારે થતાં જોઈને તેને પુત્ર, સ્ત્રી વગેરેના નામે કરી દેવાં વગેરે કરતૂત કરવાં. કરણીઃ (૧) સ્ત્રી, પુત્ર વગેરેના નામે સંપત્તિ ચઢાવી, પોતાની પાસે
સત્તા ન રાખવી. (૨) પરિમાણથી સંપત્તિ વધારે થઈ જાય તો તેને શુભ
કાર્યોમાં ખર્ચી નાખવી. (૩) “થોડો પણ પરિગ્રહ અનર્થનું મૂલ છે.' એવી ભાવના
સદા સેવવી.
આ પ્રમાણે પાંચ અણુવ્રતોનું સંક્ષિપ્તમાં વર્ણન કર્યું. હવે ગુણવ્રતોના વિષય ઉપર આવીએ.
Page #49
--------------------------------------------------------------------------
________________
(૬) દિગ્વિરમણવ્રતઃ | સ્વરૂપ : પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચાર દિશાઓ, અગ્નિ, નૈઋત્ય, વાયવ્ય અને ઇશાન એ ચાર વિદિશાઓ તેમજ આકાશ અને પાતાલ એમ કુલ્લે દશ દિશાઓમાં આવવાજવાનું પરિમાણ કરવું. નાના-મોટા પર્વતોના શિખરો પર ચઢવું તેમજ વિમાન મારફતે આકાશમાં ઉડ્ડયન કરવું તે ઉર્ધ્વદિશાગમન છે. સોના, કોલસાની ખાણોમાં નીચે જવું તેમજ સબમરીનમાં . સમુદ્રના પાણીની સપાટીની નીચે જવું તે અધોદિશા ગમન છે. આ વ્રત ગ્રહણથી જવા-આવવાના કારણે થતી હિંસા વગેરે પાપોથી બચી જવાય છે. તથા અસીમ લોભનું પણ નિયંત્રણ થાય છે.
આ વ્રતને શ્રાવક આજીવન ન ઉચ્ચારી શકે તો છેવટે ચોમાસાના ચાર માસમાં તો તેનું પાલન અવશ્ય કરવું જોઈએ.'
પ્રતિજ્ઞા : ઉપર કિ. મી. નીચે ....કિ.મી. અને દિશા અને વિદિશાઓમાં ...કિ. મી. અથવા ભારત, એશિયા, યુરોપ..............થી આગળ હું જઇશ નહિ.
અતિચાર : (૧) ઉર્ધ્વદિશાતિક્રમ : પ્રમાદેથી ઉપરની દિશામાં પરિમાણથી વધારે ચઢવું. આ પ્રકારે નીચે અને તીરછી દિશાઓમાં પરિમાણના અતિક્રમણથી બીજો અને ત્રીજો અતિચાર લાગે છે. જેનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે. (૨) અધોદિશાક્રમ અને (૩) તિર્યદિશાતિક્રમ છે. (૪) દિશાવિપરિમાણ : અમુક દિશામાં નિયમિત ક્ષેત્રથી વધારે જવાની જરૂરત ઉભી થાય ત્યારે બીજી દિશામાં ક્ષેત્રપરિમાણમાં ઘટાડો કરી દેવો તેમજ જે દિશામાં જવાનું છે. તે દિશાના નિયમિત ક્ષેત્રમાં વધારો કરી દેવો અને પછી મનને ઠગારી સાંત્વના આપવી કે મેં ક્યાં નિયમિત ક્ષેત્રનું ઉલ્લંઘન
Page #50
--------------------------------------------------------------------------
________________
કર્યું છે ? (૫) સ્મૃતિ અંતર્ધાન-પોતાના લીધેલા નિયમ બાબત દ્વિધામાં કે મેં પચાસ જોજનનું પરિમાણ કર્યું છે કે સો જોજનનું અને આવી અસમંજસ ભરી માનસિક હાલતમાં તે વ્યકિત પચાસ જોજનથી આગળ ચાલી જાય. કરણી : (૧) સીમિત ક્ષેત્રથી બહાર કોઈ વસ્તુ કે આદમીને
બોલાવવો નહિ કે મોકલવો નહિ. (૨) હરરોજ અથવા છેવટે દરેક ચાતુર્માસમાં આ વ્રતનું
શક્ય તેટલું પાલન કરે. (૩) ક્ષેત્રની સીમાથી અધિક દેશોનો ત્યાગ કરવાથી - ત્યાંના બેહદ પાપોથી મારો આત્મા બચી ગયો
એવો આનંદ માણે.
(૭) ભોગોપભોગ પરિમાણ વ્રત - સ્વરૂપ ભોજન, ફળ, ફૂલ, તેલ, અત્તર વગેરે ચીજો. જેનો એક જ વાર ઉપયોગ કરવામાં આવે તે ભોગ છે. સ્ત્રી, ઘર, આભૂષણ, વસ્ત્રો આદિ જે વારંવાર ઉપયોગમાં લેવાય તેને ઉપભોગ કહેવાય. ભોગ અને ઉપભોગ માટે જેમાં વધારે હિંસા થાય છે. તેવા પંદર કર્માદાનના વ્યાપારોના,બાવીશ અભક્ષ્યના અને બત્રીસ અનંતકાયનો ત્યાગ કરવામાં આવે છે તથા ભોગોપભોગમાં આવનાર સચિત્તદ્રવ્ય, વિકૃતિ વગેરેના ચૌદ નિયમો લેવામાં આવે છે.
પ્રતિજ્ઞા : જીવનભર ભોગોપભોગ પરિમાણ વ્રત ગ્રહણ કરું છું. અભક્ષ્ય, અનંતકાય, તેમજ યથાશક્તિ કર્માદાનના વ્યાપારોનો ત્યાગ કરું છું. અતિચાર : (૧) સચિત્ત આહારનો ત્યાગ કરવાનો નિયમ લીધો
Page #51
--------------------------------------------------------------------------
________________
હોવા છતાં, ભૂલથી અથવા સચિત્તને અચિત્ત સમજીને ચિત્તનું ભક્ષણ કરવું. (૨) સચિત્ત પ્રતિબદ્ધ : સચિત્ત આહારનો ત્યાગી સચિત્ત વૃક્ષ પર લાગેલા અચિત્ત ગુંદર વગેરે પદાર્થોને ઉખાડીને બે ઘડી પહેલાં ખાય. (૩) અપક્વૌષધિ ભક્ષણ : સચિત્તના ત્યાગીએ ભૂલથી પણ કાચા ફળ ન ખાવા. (૪) દુષ્પવૌષધિ ભક્ષણ : મકાઇ વગેરેના ભુટ્ટા અર્ધપાકા ખાવા. આ અતિચાર સચિત્તના ત્યાગીને છે. (૫) તુચ્છઔષધિ ભક્ષણ : જેમાં ખાવાની વસ્તુ ઓછી અને ફેંકી દેવાની વધુ હોય એવા ટીંબરૂં, બોર, વગેરે તુચ્છ અને સચિત્તના ભક્ષણથી લાગનાર અતિચાર. આ પ્રમાણે અણજાણપણા વગેરેથી રાત્રિ ભોજન ત્યાગ વગેરેના પણ અતિચાર જાણવા.
પંદર કર્માદાનના વ્યાપાર
પાપકર્મના કારણો થતા હોવાથી નીચે લખેલ વ્યાપારો કર્માદાન કહેવાય છે. એનો વ્રતધારીએ યથાશક્તિ ત્યાગ કરવો જોઇએ.
(૧) અંગારકર્મ : કોલસા બનાવવા તેમજ વેચવા, ચૂનો, ઇંટ, માટીના વાસણ વગેરે પકાવવાં.
(૨) વનકર્મ :
: વૃક્ષ, પત્ર, પુષ્પ, વગેરે અને જંગલ કપાવવાં. (૩) શકટકર્મ : બળદ ગાડી, હળ, સ્કુટર, મોટર સાયકલ, મોટરકાર, જીપ, ટ્રક તેમજ તેમના છૂટક ભાગોનો ધંધો કરવો.
(૪) ભાટકકર્મ : મોટર, બળદગાડું વગેરે પરિવહનનાં સાધનો બળદો, ઘોડા વગેરે ભાડેથી આપવા.
(૫) સ્ફોટકકર્મ : કૂવા, તળાવ, ખાણ, સુરંગ વગેરે ખોદાવવી. (૬) દન્તવાણિજ્ય : હાથી દાંત, મોરપિચ્છ વગેરેનો વ્યાપાર કરવો. ૪૨
Page #52
--------------------------------------------------------------------------
________________
એ ચીજોનો જંગ જિસ-હિંસક પાસેથી
ખરીદીને વેચવામાં દોષ છે. (૭) રસવાણિજ્ય : ઘી, તેલ, દૂધ, વગેરેનો વ્યાપાર કરવો. (૮) લાખવાણિજ્ય : લાખ, સાબુ, ખાર વગેરેનો વ્યાપાર કરવો. (૯) કેશવાણિજ્ય : પશુ, પક્ષી, દાસ, દાસી વગેરે વાળવાળા - જીવોનો વ્યાપાર કરવો. (૧૦) વિષવાણિજ્ય : અફીણ વગેરે ઝેરી ચીજોનો વ્યાપાર કરવો. (૧૧) યંત્ર-પીલણ મીલ, ગીરણી, રસ કાઢવાના સંચા વગેરે " ચલાવવા. (૧૨) નિલાંછન કર્મ બળદ વગેરેને નપુંસક બનાવવા તથા ડામ
દેવા. (૧૩) દવદાન : જંગલને બાળવું વગેરે. (૧૪) શોષણકર્મ સરોવર, તળાવ વગેરેનું પાણી સુકવી નાખવું. (૧૫) અસતીપોષણ : ખેલ, રમત અથવા વ્યાપારને માટે કુતરાં, બિલાડી, પોપટ, દાસ-દાસી વગેરેને પાળવાં.
તથા ફોજદાર, સિપાઈ, જેલર, મહાવત વગેરેની નોકરીમાંથી પ્રાપ્ત થતી આજીવિકાનો ત્યાગ કરવો.
જીવહિંસા તેમજ શારીરિક, માનસિક વિકૃતિના કારણભૂત નીચે લખેલ ચીજો અભક્ષ્ય અર્થાત્ સેવન કરવા યોગ્ય નથી તેથી તેમનો ત્યાગ કરવો.
Page #53
--------------------------------------------------------------------------
________________
બાવીશ અભક્ષ્ય (૧) વડના ટેટા, (૨) પીંપળાના ગુંદા જેવા ફળ, (૩) પિલંબનના ફળ, (૫) કઠુંબરનાં ફળ, (૬) ગુલર-ઉદ્બરના ફળ, (૬) માંસ, (૭) મદિરા-શરાબ, (૮) મધ, (૯) માખણ, (૧૦) અફીણ વગેરે ઝેરી ચીજો, (૧૧) બરફ, (૧૨) કરા, (૧૩) બધા પ્રકારની સચિત્ત માટી, (૧૪) રાત્રિભોજન, (૧૫) બહુબીજવાળા ફળફળાદિ જેવા કે રીંગણ, પંપોટા, ખસખસ, વગેરે, (૧૬) અથાણું, (૧૭) દ્વિદલ-કાચા દૂધ, દહીં અથવા છાસની સાથે ચણા, મગ, અડદ વગેરે દ્વિદલવાળાં કઠોળ મેળવીને ખાવું. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આવા દ્વિદળમાં અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. (૧૮) ઘોલવડાં- દહીંનો ઘોલ કરીને તેમાં નાખવામાં આવેલાં વડા. ઘોલને જો ગરમ કર્યા પછી તેમાં વડાં નાખવામાં આવ્યાં હોય તો તે અભક્ષ્ય નથી. (૧૯) તુચ્છ ફલ, (૨૧) અજાણું ફલ, (૨૧) ચલિત રસ - જે ભક્ષ્ય પદાર્થના - રસ, વર્ણ, ગંધ આદિ બદલાઈ જાય તેવા વાસી સડેલા પદાર્થ તથા (૨૨) કંદમૂળ વગેરે અનંતકાય.
કંદમૂળ આદિ અનંતકાયના ભક્ષણથી અનંત જીવોની 'હિંસા થાય છે. માટે એનો પણ ત્યાગ કરવો. એના બત્રીશ ભેદ નીચે મુજબ છે. બત્રીસ અનંતકાય
, (૧) ભૂમિકંદ જે જમીનમાં ઉત્પન્ન થાય છે, (૨) સૂરણકંદ, (૩) વજકંદ, (૪) લીલી હળદર, (૫) લીલું આદુ, (૬) લીલો કચૂરો, (૭) વિરલીકંદ, (૮) શતાવરી, (૯) કુંવારનું પાઠું, (૧૦) ભુરીયા, (૧૧) ગિલોએ, (૧૨) લસણ, (૧૩) વંશ કારેલા, (૧૪) ગાજર, (૧૫) લાણા જેનું શાક બને છે, (૧૬) લોઢાકંદ, (૧૭) ગિરિકરણિ
Page #54
--------------------------------------------------------------------------
________________
જે કચ્છ પ્રાન્તમાં પ્રસિદ્ધ છે, (૧૮) કુમળાં પાન વનસ્પતિનાં નવાં ઉગતા અંકુર જે અનંતકાળ હોય છે, (૧૯) ખરસૂયાકંદ-કસેરુ, (૨૦) થેગ-જવારના દાણા જેવા કંદ, (૨૧) નાગરમોથ, (૨૨) લૂણી નામના વૃક્ષની છાલ, (૨૩) બિલોડાં, (૨૪) અમરવેલ, (૨૫) મૂળા-મૂળી, (૨૬) બિલાડીના ટોપ, (૨૭) પ્રથમ ઉગતી એવી ભાજી, (૨૮) કરુહા૨, (૨૯) પાલકની ભાજી, (૩૦) સૂરવેલ, (૩૧) કોમલ આમળી-જ્યાં સુધી તેમાં બીજ ન થાય ત્યાં સુધી તે અનંતકાય છે, (૩૨) બટાટા-રતાળું અને પિંડાલૂ, આ પ્રકારના બધાને અનંતકાય કહ્યા છે. જેનો ઉપરની યાદીમાં ઉલ્લેખ નથી થયો તેને નીચે જણાવેલ લક્ષણોથી જાણવાં.
અનંતકાયના લક્ષણ :
પાંદડા, ફૂલ, ફળ વગેરેમાં નસો ન દેખાય તેવી, સાંધા પણ ગુપ્ત હોય,તોડવાથી બરાબર તૂટી જાય, જડમાંથી કાપવા છતાં ય જે લાંબા સમય સુધી લીલાં રહે અને ઉગાડવાથી તે ફરી ઉગે, આ બધા અનંતકાર્યનાં લક્ષણ છે.
ભોગોપભોગના વ્રતના સાધકે જે ચૌદ નિયમ છે તેને નીચે મુજબ જાણવા.
ચૌદ નિયમ
નીચેની ગાથાને યાદ કરી લેવાથી આ ચૌદ નિયમોને યાદ રાખવાનું સહેલું પડશે.
સચિત્ત ૬વ્યૂ વિગઇ વાણહ પતંબોલ વત્થ કુસુમેસુ । વાહણ સયણ વિલેવણ ૧૧બંભ દિશિ ૧૩ન્હાણ ૧૪ભત્તેસુ । દરરોજ સવારના પ્રતિક્રમણ પછી અને સાંજના પ્રતિક્રમણ
૪૫
Page #55
--------------------------------------------------------------------------
________________
પહેલાં સ્વીકાર કરેલા નિયમોની સ્મૃતિરૂપ યાદી તથા ભવિષ્યના નવા નિયમોને ગ્રહણ કરવા.
(૧) સચિત્ત- સજીવ અનાજ, કાચું પાણી, લીલા શાક-ભાજી, ફૂલ, ફલ, કાચું મીઠું, વગેરે સચિત્ત પદાર્થોનો ત્યાગ અથવા પરિમાણ કરવું.
(૨) દ્રવ્ય : રોટલી, શાક, દાળ, ભાત, દૂધ વગેરે ખાવા-પીવાની ચીજોની સંખ્યા...........નું પરિમાણ
(૩) વિગઇ : વિગઇ કુલ્લે દશ છે. એમાંથી (૧) મધ, (૨) માંસ, (૩) માખણ, અને (૪) શરાબ એ ચાર મહાવિગઇ અભક્ષ્ય છે જે જીવનભર ત્યાગ કરવા જેવી છે. (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) તેલ, (૫) ગોળ-ખાંડ અને (૬) કકડાવેલું ઘી અથવા તેલથી બનેલી મિઠાઇ વગેરે કડા વિગઇ કુલ છ ભક્ષ્ય વિગઇ છે. આનો પણ યથાશક્તિ ત્યાગ કરવો. વિગઇનો ત્યાગ.
(૪) ઉવાણહ : બૂટ, સેંડલ, ચંપલ, મોજાં વગેરેની સંખ્યા.........નું પરિમાણ કરવું.
(૫) તંબોલ : પાન, સોપારી, વરીયાલી, એલચી, લવિંગ, વગેરે મુખશુદ્ધિના પદાર્થોની સંખ્યાનું..........પરિમાણ કરવું.
(૬) વસ્ત્ર : ધોતીયું, પહેરણ, બંડી, ખમીસ, બુશર્ટ, કોટ, પેન્ટ, સૂટ, લેંઘો (પાયજામો), પાઘડી, ટોપી, વગેરે વસ્ત્ર અને આભૂષણોની સંખ્યા.........નું પરિમાણ કરવું.
(૭) કુસુમ : ફૂલો, સેન્ટ, અત્તર, તમાકુ આદિ સુંઘવાના પદાર્થોની સંખ્યા.....નું પરિમાણ કરવું.
૪૬
Page #56
--------------------------------------------------------------------------
________________
(૮) વાહન સવારીનાં સાધન જેવાં કે હાથી, ઘોડા, ઊંટ, રથ,
બળદગાડી, ઘોડાગાડી, મોટરકાર,રેલગાડી, સ્કૂટર, સાયકલ,
વિમાન, વગેરેની સંખ્યાનું પરિમાણ કરવું. (૯) શયન : સુવા-બેસવાનાં સાધનો જેવા કે : આસન, સોફા,
ખુરશી, પલંગ, ઢોલિયો, ખાટલો, ગાદી, તકીયા, બિસ્તરો,
શેત્રુંજી, ચટ્ટાઇ, વગેરેની સંખ્યા............નું પરિમાણ કરવું. (૧૦) વિલેપન તેલ, કેસર, ચંદન, સુરમો, મેંશ, ઉબટન (પીઠી),
સાબુ, બ્રશ, દર્પણ, મલમ વગેરે સંખ્યાનું પરિમાણ કરવું. (૧૧) બ્રહ્મચર્ય : કાયાથી મૈથુનનો દિવસે સંપૂર્ણ ત્યાગ અને
રાત્રિમાં અમુક વારનું પરિમાણ કરવું. એટલે
કે... ...વારથી વધારે નહીં. (૧૨) દિશિ ઃ દશે દિશાઓમાં આવવા-જવાનું પરિમાણ કરવું. જો
કે આજીવન દિશાઓનું પરિમાણ દિપરિમાણ વ્રતમાં નિશ્ચિત કરવામાં આવે છે તો પણ તે વ્રતને દરરોજ વધુ ટૂંકાવવાનું છે. ઉપર ..............કિ. મી. નીચે
કિ.મી. અને તીરછી દિશામાં કિ. મી. થી વધુ હું ક્યાંય પણ જઈશ નહીં. (૧૩) સ્નાન ઃ દિવસમાં અમુક વારથી વધારે વાર હું સ્નાન નહીં
કરૂં. એવી ધારણા.................વારથી અધિક વાર સ્નાન નહિ કરું. (૧૪) ભક્ત અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, એ ચારે આહારોનું કિલો કે લીટરના માપમાં પરિમાણ કરવું .થી અધિક નહિ.
ઉપર મુજબના ૧૪ (ચૌદ) નિયમોની સાથે સાથે જીવનિકાય અને ત્રણ કર્મોની પણ સીમા કરવી જોઈએ. એનું સ્વરૂપ નીચે જણાવ્યા મુજબ છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
છ જીવનિકાય
(૧) પૃથ્વીકાય : માટી, મીઠું વગેરે ખાવામાં કે અન્ય ઉપયોગમાં લેવાના બસ્સો, ચાર સો ગ્રામમાં પરિમાણ કરવું............થી વધારે નહીં.
(૨) અપ્કાય : પાણી પીવાના અને ન્હાવાના-ધોવાના ઉપયોગમાં લેવા માટે પચ્ચીસ -પચાસ લીટર વગેરેમાં પરિમાણ કરવું............થી વધારે નહીં.
(૩) તેજસ્કાય : ફૂલો, સગડી, ભટ્ટી, પ્રાઇમસ, દીવો, ફ્રીજ આદિનું પરિમાણ કરવું..........થી વધુ નહીં.
(૪) વાયુકાય : હિંચકો, ઝૂલો, પંખો, વીંઝણા વગેરે જેનાથી હવા ખવાય છે. એની સંખ્યાનું પરિમાણ કરવું. રુમાલ, કાગળ વગેરેની પણ સીમા રાખવી.............થી અધિક નહિ.
(૫) વનસ્પતિકાય : લીલાં શાક, ફળ, ફૂલ, વગેરે જે ઉપયોગમાં આવે, એની સંખ્યા અથવા ફિલો બે કિલોમાં પરિમાણ રાખવું...........થી વધુ નહિ.
(૬) ત્રસકાય : સમજપૂર્વક ત્રસ જીવોની હિંસાના ત્યાગનો નિયમ લીધો હોવા છતાંય દરેક પ્રવૃત્તિએ જીવોની રક્ષાના ધ્યેયથી ઉપયોગપૂર્વક ક૨વી. ઉપયોગ અર્થાત્ જયણા એ ધર્મ છે. શાસ્ત્રકારે કહ્યું છે કે—
जयणाय धम्मजणणी, जयणा धम्मस्स पालणी चैव । नववुड्डिकरी जयणा एगंत सुहावृहा जयणा ॥
અર્થાત્ જયણા એ ધર્મની જનેતા છે. જયણા એ ધર્મની પાલિકા છે. જયણા એ ધર્મને વધા૨ના૨ી તેમજ એકાંત સુખને લાવનારી છે.
૪૮
Page #58
--------------------------------------------------------------------------
________________
- તીન કર્મ (૧) અસિકર્મ - તલવાર તેમજ બધા પ્રકારનાં હથિયાર જેવાં કે –
બર્ફી, ભાલા, ધનુષ્યબાણ, બંદૂક, તમંચા, પિસ્તોલ, ચાકુ, કાતર, સોય વગેરે જે ઉપયોગ આવે, એની સંખ્યા.............નું
પરિમાણ કરવું. (૨) મસિકર્મ – મસિ- સહી તેમજ લખવાનાં સાધન ખડીયો,
કલમ, પેન, પેન્સિલ વગેરેની સંખ્યા ......નું પરિમાણ કરવું. (૩) કૃષિ કર્મ- કૃષિ એટલે ખેતી, ખેતીના ઉપયોગમાં આવનાર
ટ્રેક્ટર, હળ, કોદાળી, નૈતી, હલવાણી, પાવડા વગેરેની
સંખ્યાનું પરિમાણ કરવું. કરણી- (૧) રોજ ચૌદ નિયમો ધારણ કરવા. '
(૨) પંદર કર્માદાનના ઉત્તેજક-અર્થ વિનિયોગ, કમિશન,
નિવિદા-પ્રદાન વગેરે નો ત્યાગ કરીને અલ્પ
પાપવાળા વ્યવસાય કરવા. (૩) ખાવા-પીવા, પહેરવા-ઓઢવા, તેમજ વ્યવસાયોની
ઝંઝટોથી રહિત અને જ્ઞાન-આનંદના મંગલ ધામ એવા મોક્ષપદનું વારંવાર ચિંતન કરવું.
(૮) અનર્થ દંડ-વિરમણ વ્રત સ્વરૂપ ઃ જેના વિના ચાલી શકે એવા નિમ્પ્રયોજન (૧) અશુભ ધ્યાન (૨) પાપ ઉપદેશ (૩) હિંસાકારક વસ્તુનું દાન અને (૪) પ્રમાદ આચરણનો ત્યાગ કરવો એ ચારોનું સંક્ષિપ્ત સ્વરૂપ નીચે પ્રમાણે છે
(૧) અપધ્યાન - ઇષ્ટ (પ્રિય) નો વિયોગ અને અનિષ્ટનો સંયોગ. એનું લગાતાર બે ઘડીથી વધારે ચિંતન કરવું.
. (૪૯)
Page #59
--------------------------------------------------------------------------
________________
(૨) પાપોપદેશ ઃ- ખેતી કેમ નથી કરતાં ? ઇંટો કેમ નથી પકવતા ?’’ વગેરેનો ઉપદેશ આપવો.
(૩) હિંસ્રપ્રદાન ઃ- બન્દૂક, તલવાર, મોટ૨, સાયકલ, કુહાડી, કોદાળી, અગ્નિ વગેરે હિંસાનાં સાધન કોઇને પણ માગ્યા વિના આપવા.
(૪)પ્રમાદાચરણ :- કામશાસ્ત્ર શીખવું, જુગાર રમવો, ઝૂલે ઝૂલવું, કુકડો, બોકડા, સાંઢ, હાથી વગેરે પશુ અને પહેલવાનોને એકબીજા સાથે લડાવવા સીનેમા, ટી.વી. સર્કસ, નાટક, તમાશા વગરે જોવા.
આ ચારે અનર્થ દણ્ડ અપરાધના હેતુ છે.
સારાંશ : નિષ્પ-યોજન એટલે કોઇપણ જાતના હેતુ, ઉદ્દેશ કે કારણ વિના અપરાધ કરવો તે અનર્થદણ્ડ કહેવાય છે. તેથી તેનો ત્યાગ કરવો.
પ્રતિજ્ઞા :- જીવન પર્યંત યથાશક્તિ અપધ્યાનાદિ ચારેય અનર્થદંડનો ત્યાગ કરું છું.
=
અતિચાર ઃ- (૧) કંદર્પ - પોતાને અને પારકાને મોહનો ઉદય થાય તેવાં વચન બોલવા. (૨) મુખરતા - બેકાર બકવાસ કરવો (૩) ભોગોપભોગ અતિરેક - આવશ્યકતાથી વધારે સ્નાન, પાન, ભોજન, વસ્ત્ર, આભૂષણ વગેરેનો ઉપયોગ કરવો. (૪) કૌત્સુચ્ય - કામ અને ક્રોધ ઉત્તેજિત થાય એવો અવાજ કરવો તથા મુખ, નેત્ર આદિના વિકારોથી પોતે હસે અને બીજાને હસાવે, (૫) સંયુક્ત અધિકરણ-ઉખલ-મુસલ, હલ-ફાલ, બળદગાડુ, ધૂસરી, ધનુષ્ય-બાણ, બંદૂક, કારતૂસ વગેરે જોડેલાં રાખવાં. શ્રાવકોની
૫૦
Page #60
--------------------------------------------------------------------------
________________
સામાચારી છે કે હિંસક સાધનોને જોડેલાં (સંયુક્ત) ન રાખવાં જેથી કોઇ તેને લઇ ન શકે અને કોઇ અકારણ માગવા આવે તેને સુખપૂર્વક ના કહી શકાય.
કરણી- (૧) ફાંસી, રેસ, હોલી, તાજિયા, આતશબાજી વગેરે રસપૂર્વક ન જુઓ.
(૨) કામોત્તેજક કથાદિ સાહિત્ય, નાટક, સીનેમા, ટી. વી., રેડીયો, ટેપ વગેરેનો સર્વથા ત્યાગ અથવા........... વારથી વધુ નહિ.
(૩) સ્ત્રીકથા, ભોજનકથા, દેશકથા અને રાજકથા એ ચારે વિકથાઓનો ત્યાગ કરવો.
(૪) આવશ્યક ન હોય તેવા ખાન-પાનનો ત્યાગ કરવો. (૫) વીતી ગયેલી વાતોને માટે ‘ભવિતવ્યતા' અને સુંદર ભવિષ્ય માટે ‘સત્પુરુષાર્થ' ને પ્રધાનતા આપીને ફોગટના સંકલ્પ-વિકલ્પથી બચો.
(૬) સત્પ્રવૃત્તિઓમાં મંડ્યા રહો.
(૭) તાત્ત્વિકવાંચન, શ્રવણ અને સત્સંગ કરવો, જેથી તત્ત્વદષ્ટિનો વિકાસ થઇ શકે.
(૮) અનિત્યાદિ બાર ભાવના અને મૈત્રી આદિ ચાર ભાવનાથી વારંવાર મનને ભાવિત કરતા રહેવું જેથી જીવનમાં શાંતિ રહે.
આ પ્રકારે ગુણવ્રતોનું સંક્ષેપમાં વિવરણ થયું. હવે ચાર શિક્ષાવ્રતોના વિષય ઉપર આવીએ.
૫૧
Page #61
--------------------------------------------------------------------------
________________
(૯) પ્રથમ શિક્ષાવ્રત સામાયિક વ્રતા
સ્વરૂપ- સંસારના પાપ-વ્યાપાર છોડીને બે ઘડી એટલે (ઓછામાં ઓછી), અડતાલીસ મિનિટ સુધી સમભાવપૂર્વક ચારિત્રધર્મની આરાધના કરવી તેને સામાયિક કહેવાય છે. આ સામાયિક શ્રાવકે દોષ રહિત કરવાં જોઈએ. આથી સામાયિકમાં નીચે લખેલ દોષોનો ત્યાગ કરવો.
સામાયિકમાં ૩ર દોષોનો ત્યાગ કરવો. મનના દશ દોષ- ૧. અવિવેક, (૨) યશની ઇચ્છા, (૩) લાભની ઇચ્છા, (૪) અહંકાર, (૫) ભય, (૬) નિયાણું બાંધવું, ૭) ફળ પ્રત્યે શંકા રાખવી, (૮) ક્રોધ કરવો, (૯) અવિનય, (૧૦) ભક્તિ-શૂન્યતા. વચનના દશ દોષઃ ૧. અપશબ્દ, ૨, અવિચારી, ૩. મર્મઘાતી, ૪. પ્રલાપી, ૫. ખુશામતી, ૬. ઝઘડાકારી, ૭. વિકથાકારી, ૮. મશ્કરીવાળા, ૯. કર્કશ અને ૧૦ આવો-બેસો વગેરે સાવદ્ય પાપ વચન બોલવાં. " કાયાના બાર દોષઃ ૧. આળસ મરડવી, ૨. ઉંઘ લેવી, ૩. ઘુંટણો વાળીને બેસવું. ૪. અસ્થિર, આસનથી બેસવું, ૫. નજર જ્યાં
ત્યાં ફેરવવી, ૬. સંસારના કાર્ય કરવા, ૭. દીવાલ વગેરેનો ટેકો લેવો, ૮. એકદમ નમીને બેસવું, ૯. શરીરનો મેલ ઉતારવો, ૧૦. ખણવું, ૧૧. ટચુકા બોલાવવા તથા ૧૨. પગ લાંબા કરવા.
પ્રતિજ્ઞા : જીવન પર્યંત અમુક સામાયિક દરરોજ, દર માસે અથવા દર વર્ષે કરીશ.........સામાયિક-પ્રતિક્રમણ.....કરીશ.
અતિચાર : (૧) કાયદુપ્પણિધાન : શરીર અથવા શરીરના અવયવોને પૂજ્યા વિના જ્યાં ત્યાં રાખવાં. (૨)
૫)
Page #62
--------------------------------------------------------------------------
________________
વચનદુષ્મણિધાનઃ આરંભનાં વચન બોલવા અથવા સામાયિકના સૂત્રાક્ષર ઓછા-વત્તા બોલવાં. (૩) મનોદુપ્પણિધાન : મનથી અશુભ ચિંતન કરવું, (૪) અનવસ્થા સમય પર સામાયિક ન કરવું અથવા સામાયિક કરીને શાંતિ ન રાખવી. (૫)
સ્મૃતિવિહિનતા : સામાયિક લીધું કે નહિ, સમય પૂરો થયો કે નહિ . વગેરે શંકા રાખવી.
કરણી : બે ઘડીના આ વ્રતમાં શ્રાવક સાધુના સમાન બની જાય છે. તેથી પુણિયા શ્રાવકનું દૃષ્ટાંત ધ્યાનમાં લઈ તેણે બને તેટલાં વધુ સામાયિક કરીને મનુષ્ય જન્મને સફળ બનાવવો.
(૧૦) દેશાવકાશિક વ્રત
સ્વરૂપ ઃ પૂર્વેનાં બધાં વ્રતોનો હજી વધારે સંક્ષેપ કરીને અથવા અમુક દિવસ માટે, દિશા-પરિમાણ વ્રતમાં શક્ય તેટલો સંક્ષેપ કરી વધારેમાં વધારે સામાયિક કરવાં.
પ્રતિજ્ઞા - આજીવન અમુક સંખ્યામાં દેશાવકાશિક વ્રત દર માસે અથવા દર વર્ષે કરીશ.........દેશાવકાશિક વ્રત પ્રતિ .કરીશ.
અતિચાર - (૧) આનયન પ્રયોગ સીમિત ક્ષેત્રની બહારથી કોઈની મારફતે વસ્તુ મંગાવવી. (૨) પ્રેષણ પ્રયોગ - એ પ્રમાણે વસ્તુને મોકલવી. (૩) શબ્દાનુપાતી - સીમિત ક્ષેત્રની બહારની વ્યકિને બોલાવવા માટે અવાજ કરવો કે શબ્દ કરવો. (૪) રૂપાનુપાતી - એના માટે દરવાજા બારી આગળ જઈને પોતાનું રૂપ દેખાડવું. (૫) પુદ્ગલ-ક્ષેપ - આ હેતુ કે ઉદ્દેશથી કંકરો વગેરે ફેંકવો અને પોતાની મોજુદગી જાહેર કરવી.
કરણી - પર્વના દિવસોમાં કામમાં વ્યસ્ત રહેવાને કારણે
Page #63
--------------------------------------------------------------------------
________________
‘વ્યક્તિ જો પૌષધ ક૨વામાં અસમર્થ હોય તો આ વ્રતનું પાલન કરી પર્વની આરાધના તેણે જરૂર ક૨વી.
(૧૧) પૌષધવ્રત
જેનાથી આત્માના જ્ઞાનાદિ ગુણરૂપ ધર્મની પુષ્ટિ થાય તેને પૌષધ કહેવાય છે. આ વ્રત (૧) આહાર ત્યાગ, (૨) શરીર-સંસ્કાર ત્યાગ, (૩) બ્રહ્મચર્ય પાલન અને (૪) વ્યાપાર-ત્યાગના ભેદથી ચાર પ્રકારનું છે. પ્રત્યેક ભેદનાં દેશ અવે સર્વથી બે-બે પ્રકારના પ્રભેદ છે. આ વ્રતની મર્યાદા ચાર પ્રહર તેમજ આઠ પ્રહરની છે અર્થાત્ માત્ર દિવસનું, માત્ર રાત્રિનું અને પૂરા દિવસ-રાતનું આ વ્રત કરવા માં આવે છે. હવે દેશ અને સર્વથી પૌષધના ચારે પ્રકારોને જોઈએ. તિવિહાર ઉપવાસ, આયંબિલ, એકાસણું આદિ દેશથી આહાર-ત્યાગ રૂપ છે તથા ચઉવિહાર ઉપવાસ સર્વથી આહાર ત્યાગ રૂપ છે.
માત્ર મ્હોં અથવા હાથ, પગ વગેરે અવયવ ધોવાની છૂટ રાખવી, દેશથી શરીર-સંસ્કાર ત્યાગ છે, અને હાથ, પગ વગેરે પણ ન ધોવા. એ સર્વથી શરીર સંસ્કાર ત્યાગ છે.
જેમાં દૃષ્ટિદોષ ન ટળે તે દેશથી બ્રહ્મચર્યનું પાલન છે. અને જેમાં ઉક્ત દોષ પણ ન રહે અર્થાત્ સંપૂર્ણ પાલન થાય તે સર્વથી બ્રહ્મચર્ય છે.
એકાદ વ્યાપારને ખુલ્લો રાખવો તે દેશથી વ્યાપાર ત્યાગ છે અને વ્યાપારનો સંપૂર્ણ ત્યાગ તે સર્વથી વ્યાપાર ત્યાગ છે. પ્રતિજ્ઞા - આજીવન યથાશક્તિ આઠમ, ચૌદશ જેવા પર્વની તિથિના દિવસે અથવા અમુક સંખ્યામાં દર વર્ષે પૌષધ વ્રત હું ડરીશ.
૫૪
Page #64
--------------------------------------------------------------------------
________________
અતિચાર - (૧) અપ્રતિલેખિત - દુષ્કૃતિલેખિત શય્યાસંસ્તારક - વસતિ અથવા સંથારાનું પ્રતિલેખન ન કરવું અથવા વિધિસર ન કરવું. (૨) અપ્રમાર્જિત - દુષ્પ્રમાર્જિત શય્યા સંસ્તારક - વસતિ અને સંથારાને પૂંજવો નહિ અથવા અવિધિપૂર્વક પૂંજવો. (૩) અપ્રતિ લેખિત - દુષ્પ્રતિ લેખિત સ્થણ્ડિલ ભૂમિ - લઘુ-નીતિ અને મોટી-નીતિની જગ્યાને જોવી અથવા અવિધિથી જોવી. (૪) અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત સ્થણ્ડિલ ભૂમિ - સ્થણ્ડિલ ભૂમિને પૂંજવી નહિ અથવા અવિધિસર પૂંજવી. (૫) સમ્યગ્ અનનુપાલન પૌષધમાં પારણું કરવાની ચિંતા, વિકથા વગેરે કરવી. કરણી – સાગરચંદ્ર, આનંદ, કામદેવ, રાજા ચંદ્રાવતંસક, સુદર્શન શેઠ આદિનાં ઉદાહરણોથી આ વ્રતને પર્વના દિવસોમાં જરૂર સફળ કરવું.
(૧૨) અતિથિ સંવિભાગ વ્રત
સ્વરૂપ- દિવસ-રાતના પૌષધના પારણે સાધુ ભગવંતોને જે જે આહાર-પાણી વહોરાવે તે તે ચીજોથી શ્રાવકે પારણું કરવું. દાનના નીચેના દૂષણોનો ત્યાગ કરો અને ભૂષણોને (ગુણોને) અપનાવો. દાનનાં પાંચ
"
દૂષણ -
૧. અનાદર, ૨. વિલંબ, ૩. વિમુખતા, ૪. મૌન અથવા અપ્રિય વચન તથા ૫. પશ્ચાતાપ. આ પાંચ દાનનાં દૂષણ છે. દાનનાં પાંચ ભૂષણ -
૧. આનંદના આંસુ, ૨. રોમાંચ, ૩. બહુમાન, ૪. પ્રિય વચન અને ૫. અનુમોદન. આ પાંચ દાનનાં ભૂષણ છે.
પ્રતિજ્ઞા - આજીવન દર માસે અથવા દર વર્ષે અમુક અતિથિ સંવિભાગ હું કરીશ.
૫૫
Page #65
--------------------------------------------------------------------------
________________
* અતિચાર – ૧. સચિત્ત-નિક્ષેપ - દાન યોગ્ય વસ્તુને સચિત્ત દ્રવ્ય ઉપર મૂકી દેવી. ૨. સચિત્ત પિધાન - દાન યોગ્ય દ્રવ્ય • પર કોઈ સંચિત્ત વસ્તુ મૂકી દેવી. ૩. કાલાતિક્રમ - ભિક્ષાકાલ
વ્યતીત થઈ જાય પછી આમંત્રણ આપવું. ૪. પર-વ્યપદેશ - વહોરાવાનો આશય ન હોવાથી તે વસ્તુને પારકી કહેવી. ૫. મત્સર- બીજા દાતાના પ્રત્યે ઇર્ષાથી પ્રેરાઈને દાન દેવું. કરણી - શાલિભદ્ર, ધન્યકુમાર, કવન્ના શેઠનાં દૃષ્ટાંતો યાદ કરી
હરરોજ સુપાત્રદાન અને સાધર્મિક ભક્તિભાવમાં ચઢતાં પરિણામ રાખવાં.
આ પ્રમાણે સખ્યત્વ અને વ્રતોનું નિરૂપણ સમાપ્ત થયું. સમ્યક્તથી તત્ત્વનો સ્વીકાર કરો. અણુવ્રતોથી જીવનમાં અહિંસા, સત્ય, પવિત્રતા, બ્રહ્મચર્ય અને સંતોષની સાધના કરો. આજ સાધનામાં સહાયક ગુણવ્રતોનું પાલન કરો. શિક્ષાવ્રતોથી સમભાવ, સર્વત્યાગ અને સુપાત્ર-દાનનો અભ્યાસ કરો. - સર્વશ્રેષ્ઠ જૈનધર્મનો યોગ પામીને મૂર્ખવ્યક્તિના
નીચે લખેલા સો લક્ષણોનો ત્યાગ કરો.
૧. શક્તિ હોવા છતાં ઉદ્યમ ન કરવો, ૨. પંડિતોની સભામાં પોતાની પ્રશંસા કરવી, ૩. વેશ્યાના વચન પર વિશ્વાસ રાખવો, ૪. દંભ તથા આડંબરનો ભરોસો કરવો, ૫. જુગાર વગેરે યુક્તિઓથી ધનપ્રાપ્તિની આશા કરવી, ૬. વ્યાપાર વગેરે લાભનાં સાધનોથી લાભ થશે કે નહિ ? એવી શંકા કરવી, ૭. બુદ્ધિ ન હોવા છતાંય ઉંચું કાર્ય કરવા તત્પર થવું, ૮. વણિક થઈને એકાંતવાસની રુચિ રાખવી, ૯. દેવું કરીને ઘરબાર આદિ ખરીદવાં, ૧૦. ઘડપણમાં કન્યા સાથે લગ્ન કરવું, ૧૧. ગુરુ પાસે શંકાશીલ ગ્રંથની વ્યાખ્યા
પ૬)
Page #66
--------------------------------------------------------------------------
________________
કરવી, ૧૨. જાહેર થઈ ગયેલી વાતને ખાનગી રાખવાનો પ્રયત્ન કરવો, ૧૩. ચંચલ સ્ત્રીનો પતિ થઈને ઈર્ષ્યા કરવી, ૧૪. શક્તિશાળી શત્રુ હોવા છતાં મનમાં તેનો સંદેહ ન રાખવો, ૧૫. ધન આપ્યા પછી પશ્ચાત્તાપ કરવો, ૧૬. અભણ હોવા છતાં ઉંચે સ્વરથી કવિતા બોલવી, ૧૭. અવસર વિના બોલવાની ચતુરાઈ બતાવવી, ૧૮. બોલવાનું હોય ત્યારે મૌન ધારણ કરવું, ૧૯. લાભ થવાના અવસરે ઝઘડો કરી બેસવું, ૨૦. ભોજન સમયે ક્રોધ કરવો, ૨૧. વધુ લાભની આશાથી ધનનો પસારો કરવો, ૨૨. સાધારણ વાતચીતમાં ક્લિષ્ટ સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરવો, ૨૩. પુત્રના હાથમાં બધી મિલ્કત સોંપી ગરીબ-દીન થઈ જવું, ૨૪. સ્ત્રી પક્ષના લોકો પાસે મદદ માગવી, ૨૫. પત્નીથી મેળ ન હોવાથી બીજી પત્ની કરવી, ૨૬. પુત્ર પર ગુસ્સે થઈ તેને નુકસાન પહોંચાડવું, ૨૭. વિષયી પુરુષો સાથે હરિફાઈ કરી પૈસો ઉડાવવો, ૨૮. યાચકો દ્વારા કરાયેલી પ્રશંસાથી મનમાં અભિમાન લાવવું, ૨૯. પોતાની બુદ્ધિના ગુમાનથી બીજાઓનું હિતવચન ન સાંભળવું, ૩૦. “અમારૂં ખાનદાન શ્રેષ્ઠ છે, એ અહંકારથી બીજાની નોકરી ન કરવી, ૩૧. દુર્લભ દ્રવ્ય ખર્ચાને કામ-ભોગ કરવો, ૩૨. પૈસા ખર્ચીને ખરાબ માર્ગે જવું, ૩૭. લોભી રાજા, શેઠ વગેરે પાસે લાભની આશા કરવી, ૩૪. દુષ્ટ અધિકારી પાસેથી ન્યાયની આશા કરવી, ૩૫. કાયસ્થ પાસેથી સ્નેહની આશા રાખવી, ૩૬. અરસિક મનુષ્ય પાસે પોતાના ગુણ ગાવા, ૩૭. કૃતઘી પાસેથી પ્રત્યુપકારની આશા રાખવી, ૩૮. મંત્રી નિર્દયી હોય તો પણ ભય ન રાખવો, ૩૯. શરીર તંદુરસ્ત હોય તો પણ વહેમ અને ભ્રમથી દયા ખાવી, ૪૦. રોગી હોવા છતાં ચરી ન પાળવી, ૪૧. લોભવશ સ્વજનોને છોડી દેવા, ૪૨. મિત્રના મનમાંથી પ્રેમભંગ થાય તેવાં વચન બોલવાં, ૪૩. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે ત્યારે
Page #67
--------------------------------------------------------------------------
________________
હોંઢું સંતાડવું, ૪૪. ઋદ્ધિશાળી હોવા છતાં કજીયા-કંકાશ કરવા, ૪૫. જોશીના વચન પર વિશ્વાસ રાખી રાજ્ય મેળવવાની ઇચ્છા કરવી, ૪૬. મૂર્ખને સલાહ આપવામાં ગર્વ રાખવો, ૪૭. નિર્બળને સતાવવામાં બહાદૂરી બતાવવી, ૪૮. જેનાં દોષો સ્પષ્ટ દેખાતા હોય એવી સ્ત્રી પર પ્રીતિ રાખવી, ૪૯. ગુણોનો અભ્યાસ કરવામાં અત્યંત અલ્પ રુચિ રાખવી, ૫૦. બીજાનું એકત્ર કરેલ ધન ઉડાડવું, પ૧. અભિમાન આણીને રાજાના સમાન રૌફ બતાવવો, પર. લોકમાં રાજાદિની ખુલ્લ ખુલ્લી નિંદા કરવી, પ૩. દુઃખ પડે દીનતા દાખવવી, ૫૪. સુખ પ્રાપ્ત થયેથી ભવિષ્યમાં આવનાર આપત્તિ કે દુર્દશાને ભૂલી જવી, ૫૫. થોડી એવી રક્ષા માટે વધુ પડતો વ્યય કરવો, પ૬. પરીક્ષા માટે ઝેર ખાવું, ૫૭. અખતરા કરવામાં મૂડીનું પીંપરામળ કરવું એટલે કે ધનનું સ્વાહા કરવું, ૫૮. ક્ષયનો રોગી હોવા છતાં કામોત્તેજક રસાયણો ખાવાં, ૫૯. પોતાની મોટાઈનું અભિમાન રાખવું, ૬૦.ક્રોધમાં પાગલ બની આત્મઘાત કરવા તૈયાર થવું, ૬૧. અકારણ હંમેશા જ્યાં ત્યાં ભટકતાં રહેવું, ૬૨.બાણનો પ્રહાર થાય તો પણ યુદ્ધને જોતા રહેવું, ૬૩. મોટાઓની સાથે વિરોધ કરીને નુકસાન ઉઠાવવું, ૬૪. સીમિત ધન હોવા છતાં ય વધુ પડતો ઠાઠ અને આડંબર રાખવો, ૬૫. પોતાને પંડિત સમજીને ફોગટનો પ્રલાપ કે બકવાસ કરવો, ૬૬. પોતાની જાતને બહાદૂર સમજીને કોઈ બલિષ્ઠ વ્યક્તિનો ભય ન રાખવો, ૬૭. કોઈની અતિ પ્રશંસા કરીને સામી વ્યક્તિને ત્રાસ આપવો, ૬૮.મશ્કરીમાં પણ વ્યંગયુક્ત વચન બોલવાં, ૬૯. આળસું અને દરિદ્રીના હાથમાં ધન સોંપવું, ૭૦. ફાયદો થવાનું નક્કી ન થાય તો પણ ખર્ચ કરી બેસવો, ૭૧. પોતાનો હિસાબ-કિતાબ રાખવામાં આળસ કરવી, ૭૨. સ્વરકર્કશ હોવા છતાં ગીત ગાવું, ૭૩. ભાગ્યના ભરોસે બેસી ઉદ્યમન કરવો, ૭૪.ઍદી બનીને ફિજૂલવાતોમાં
૫૮)
Page #68
--------------------------------------------------------------------------
________________
સમય ગુમાવવો, ૭૫. વ્યસની બનીને ભોજન કરવાનું પણ ભૂલી જવું, ૭૬, ખુદ નગુણા બનીને પોતાના કુલની પ્રશંસા કરવી, ૭૭. સ્ત્રીના ડરથી ભિક્ષુને દાન ન આપવું, ૭૮. કંજુસાઈ કરવાથી દુર્ગતિ પામવી, ૭૯. જેના દોષો જગ બત્રીશીએ ચઢેલા હોય તેની પ્રશંસા કરવી, ૮૦. સભાનું કાર્ય ચાલુ હોય અને વચમાંથી ઉઠી જવું, ૮૧.દૂત બનીને સંદેશો ભૂલી જવો, ૮૨. ખાંસીનો રોગ હોવા છતાં ચોરી કરવા જવું, ૮૩. યશની ખેવનાથી ભોજન ખર્ચ વધુ રાખવો, ૮૪. લોકપ્રશંસાની આશાએ ઓછો આહાર લેવો, ૮૫. જે વસ્તુ થોડી હોય તેને અધિક માત્રામાં ખાવાની ઈચ્છા કરવી, ૮૬. કપટી અને મધુરભાષી લોકોનાં ફંદામાં ફસાઈ જવું, ૮૭. વેશ્યાના પ્રેમી સાથે ઝગડો કરવો, ૮૮.બે જણ જ્યા ખાનગી વાત કરતાં હોય ત્યાં જવું, ૮૯. પોતાના ઉપર રાજાની સદા મહેરબાની કાયમ રહેશે એવો વિશ્વાસ કરવો, ૯૦.અન્યાયથી સુદશા પ્રાપ્ત કરવાની ઇચ્છા કરવી, ૯૧. નિર્ધન હોવા છતાં ધનથી થતાં કાર્ય કરવા જવું, ૯૨. ગુપ્ત વાતને લોકમાં જાહેર કરવી, ૯૩. યશપ્રાપ્તિ માટે અપરિચિત વ્યક્તિની જામીન આપવી, ૯૪. હિતવચન કહેનાર સાથે વેર બાંધવું, ૯૫. લોક વ્યવહાર ન જાણવો, ૯૬. યાચક થઈને ગરમાગરમ ભોજન કરવાની આદત રાખવી, ૯૮. મુનિરાજ હોવા છતાંય આચાર પાલનમાં શિથિલતા રાખવી, ૯૯.દુષ્કર્મ કરતાં શરમાવું નહિ, ૧૦0. ભાષણ કરતી વખતે વારંવાર હસે તેને મૂર્ખ સમજવો. આ પ્રમાણે મૂર્ખ વ્યક્તિનાં સો અપલક્ષણો છે. તથા જે જે કરવાથી આપણો અપયશ થાય તે બધાયનો ત્યાગ કરવો.
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર થાતિ ત ધર્મ: જે ધારણ કરે છે તે ધર્મ, ભવસાગરમાં અધોગતિએ જતાં પ્રાણીઓને અટકાવે અને ઉર્ધ્વગતિ તરફ દોરી જાય તે ધર્મ. શ્રી દશવૈકાલિક સૂત્રમા ધર્મના મહત્વને સમજાવતાં કહ્યું છે કે :
धम्मो मंगलमुक्टुिं अहिंसा संजमो तवो. देवा वि तं नमसंति, जस्स धम्मे सया मणो ॥
ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે. એ અહિંસા, સંયમ અને તપના લક્ષણવાળો છે. જેનું મન સદા આ ઉત્તમ ધર્મમાં હોય તેને દેવો પણ નમસ્કાર કરે છે.
કેવલી ભગવંતોએ ભાખેલો ધર્મ એમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ એ સમ્યક્ત્વ છે. તેનું જીવન પર્યત પાલન કરો. જયણા એ પણ ધર્મ છે. ડગલે ને પગલે, હરતાં-ફરતાં, સૂતાં-ઉઠતાં હર પળે અને હર ક્ષેત્રમાં એનું પાલન કરો. દુર્જનોની સોબત છોડો અને સર્જનોનો સંગ કરો.વિષયભોગનાં ભયંકર પરિણામોનો વિચાર કરો.“પ્રમોલો ગુખ શાંતિષ' એ ન્યાયે હૃદયમાં ગુણાનુરાગ ધારણ કરો. વિરોધી અને અવિનીતો પ્રતિ ઉદાસીનતા દાખવો. પ્રમાદનો ત્યાગ કરો. ક્રોધાદિભાવ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરો.પુત્ર, પત્ની, પરિવાર વગેરે આત્મિક દૃષ્ટિએ મારાથી ભિન્ન છે અને હું પણ એમનાથી ભિન્ન છું એવી અન્યત્વ ભાવનાને ભાવો. ફુરસદના સમયે સંસારના સ્વરૂપ વિષે વિચારો. અક્ષય, નિષ્કલંક જ્ઞાનમય અને આનંદમય આત્મસ્વરૂપનું ચિંતન કરો. ઉપરાંત અત્યંત પ્રિય, શુદ્ધ અને શાશ્વત એવા મોક્ષપદનું ચિંતન કરો. જેમ જેમ રાગદ્વેષ ક્ષીણ થતા રહેશે તેમ તેમ મોક્ષ સમીપ આવતું જશે. આ કારણથી શ્રાવકાચારનું પાલન અનન્ય શ્રદ્ધાપૂર્વક અને અવિરતપણે કરતાં રહેવું એ દરેક શ્રાવક માટે આવશ્યક છે. િવના'
‘શ્રાદ્ધવિધિ’ મહાગ્રંથના આધાર પર આ પુસ્તિકા લખવામાં આવી છે. તેમ છતાંય મતિમંદતાથી ક્યાંય પણ જિનેશ્વર પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ લખાઈ ગયું હોય તો વિશ્વન સુધારશે એવી આશા સાથે.
અમે અવતા'
Page #70
--------------------------------------------------------------------------
________________ உலகலகலககாலத : : ફમ : શાહ મંગળદાસ s.T.D. : 02768 ઇશ્વરલાલજી 0. પક૨૦૮ R, 53098 64, નવાગજ બજાર ઉંઝા પીન નં. 384170. આર. જી. કોઠારી 53208 be : 0, પ૩૮૮૪ 64, નવા ગજ બજાર, ઉંઝા | R. 53098 0. 21206 કોઠારી બ્રધર્સ કોઠારી બ્રધર્સ 105, ગ જ બજાર, પાટણ, | ગંજ બજાર, ઉંઝા (ઉ. ગુજરાત). P, P. : 21174 છે : 22563 મંગળ ટ્રેડસ | કોઠારી સીતારામ ઈશ્વરલાલજી નવાડીસા ડીસા 7 : R. 21027 UN: : મુદ્રક : ભ 2 ત પ્રિ - રી * ન્યુ માર્કેટ * પાંજરાપોળ ઝેક રીલીફ રોડ * અમદાવાદ * 380001 0 : 387964 unun ananas