________________
નળાખ્યાન.
(૩૩૩) સ્વિએ, ભય પામશે નહીં. હું તમને બચાવીશ. પછી તેનું હાથમાં ષ્ટિકા લઈ એક કુંડ તરફ રાખી બોલી–જે મેં નિષ્કપટપણે અરિહંત ભગવાનની ભકિત કરી હેય અને હું સરલ સ્વભાવા સતી હેઉ તે આ મેઘવૃષ્ટિ આ કુંડમાંજ થજો.” સતીનાં આ વચને થતાં જ તે મેઘવૃષ્ટિ કુંડમાંજ થવા લાગી અને સર્વ વનવાસી તાપસે સુખી થઈ ગયા. સતીને આ દિવ્ય પ્રભાવ જોઈ તેઓ આશ્ચર્ય પામી ગયા. પછી તેઓ દમયંતીને વનદેવીરૂપ જાણું તેની ભક્તિ કરવા લાગ્યા અને દમયંતાએ કહેલા ધર્મના અનુસારી થયા. તે સ્થળે વણઝારાઓએ એક સુંદર નગર વસાવ્યું. ત્યાં જિનાલય કરાવી તેમાં સોળમા તીર્થકર શ્રી શાંતિનાથની મૂર્તિ સ્થાપિત કરી. પછી ત્યાં રહીને તે પાંચસે તાપસે સમ્યગદષ્ટિ થઈ ગયા, તેથી તે પુરનું નામ તાપસપુર રાખ્યું.
એક વખતે તે તાપસપુરની પાસે આવેલા એક પર્વતના શિખર ઉપર ઉદ્યોત જેવામાં આવ્યું. તે ઉ.
તને જોઈ દમયંતી વગેરે ત્યાં ગયાં, તેવામાં ત્યાં સિંહકેશરી નામના એક તેજસ્વી મુનિ તેમના જેવામાં આવ્યા. મુનિએ તેમને ધર્મદેશના આપી. તે દેશના સાંભળી સર્વ તાપસના પતિએ સાધુવ્રત ગ્રહણ કરવાની ઈચ્છા બતાવી એટલે તે મુનિએ જણાવ્યું કે, અહિં યશોભદ્રસૂરિ મારા ગુરૂ છે, તેમની પાસે તમે વ્રત ગ્રહણ કરે. સિંહકેશરીની કિશોર અવસ્થા જોઈ તે કુળપતિએ પ્રશ્ન કર્યો