________________
(પ૯૬).
જૈન મહાભારતધવાના મુખ ઉપર ચિંતાની છાયા છવાયેલી જોઈ તે પુરૂષ પણ ચિંતાતુર થઈ ગયે. તે શોકથી મંદ થયેલા સ્વરથી બે –“પુત્રી! તું શા માટે ચિંતા કરે છે? જે કે વૈધવ્યને લઈને તું યાજજીવિત દુ:ખી છે. એ વાત મારા જાણવામાં છે, તથાપિ આજની ચિંતાથી તારી મુખમુદ્રા વિશેષ ઘેરાયલી દેખાય છે. તારી સદાકાળની ચિંતામાં આજે કાંઈક વધારે થયેલો છે. વર્લ્સ! જે કાંઈ પણ લજજાકારી ન હોય તે તારી ચિંતાનું કારણ જાણવાની મારી ઈચ્છા છે.”
તેનાં આવાં વચન સાંભળી તે દુ:ખી વિધવા નમ્રતાથી મંદસ્વરે બેલી–પિતાજી! જ્યારથી મારા દુર્ભાગ્યે મને વૈધવ્ય આપ્યું છે, ત્યારથી મારા હૃદયમાં ચિંતાએ સદાને માટે વાસ કરે છે. એવી એક ક્ષણ પણ નથી ગઈ કે જેમાં હું ચિંતાથી મુક્ત થઈ સુખે રહી હોઉં. તેમાં આજે મારી ચિ તામાં વધારે થવાનું એક મોટું કારણ બન્યું છે, તે હું આ પને નિવેદન કરૂં છું. “આજે કેટલાક વેપારીઓ રત્નકં. બલ લઈ આપણા દરબારમાં વેચવા આવ્યા હતા. તે ઉત્તમ વસ્તુ ખરીદવાની ઈચ્છાથી મારી માતાએ તેમને અંતઃપુરમાં બોલાવ્યા. રત્નકંબલની શોભા જોઈ તે માલ ખરીદ કરવાની મારી ઈચ્છા થઈ. મેં તેમને માલ તેના પ્રમાણુનું મૂલ્ય આપી ખરીદવાની માગણી કરી, ત્યારે તે વેપારીઓના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ. મેં જ્યારે તેમને ગ્લાનિ થવાનું કારણ પુછયું, એટલે તેઓ બેલ્યા કે, “રાજપુત્રી!