Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
મૂળ ધર્મકથાનુયોગ છે. આપણી દ્વાદશાંગીમાં છઠું અંગ “જ્ઞાતા ધર્મકથાગ” છે. જે ધર્મકથાનુયોગની દષ્ટિએ મહત્ત્વનું છે.
જૈન આગમોની વિષયાનુસારી વ્યાખ્યા શૈલીને “અણુઓગ” કહેવાયેલ છે. અણુ” નો અર્થ ‘સૂક્ષ્મ છે. “સૂત્ર” સૂક્ષ્મ હોય છે. આથી તાત્પર્ય એ નીકળ્યું કે સૂત્રનો અભિધેય(અર્થ)ની સાથે યોગ-સંબંધ જોડવો, સૂત્રાનુસારી અર્થની વ્યાખ્યા, અન્વેષણા તથા અનુયોજના કરવી તે “અનુયોગ” કહેવાય છે. કાળના પ્રભાવે મતિજ્ઞાન શ્રુતજ્ઞાનની વિશેષ નિર્મળતા ઓછી થવા લાગી, શાસ્ત્રોના અર્થ અનુસંધાનમાં પ્રમાદ થવા લાગ્યો ત્યારે મહાન વ્યુતધર આર્ય વજના શિષ્ય આર્ય રક્ષિતસૂરિએ આગમોની વ્યાખ્યા માટે અનુયોગ શૈલીનું પ્રચલન કર્યું. અનુયોગ બીજરૂપે તો મૂળ સૂત્રોમાં વિદ્યમાન છે જ, પરંતુ જ્યાં સુધી નય-નિક્ષેપ શૈલીનું પ્રવર્તન રહ્યું ત્યાં સુધી અનુયોગનું વિશેષ પ્રચલન થઇ શક્યું નહિ. આર્યરક્ષિતસૂરિએ આવનાર યુગના આગમ-અભ્યાસીઓની બૌધ્ધિક ક્ષમતાને ધ્યાનમાં રાખી અનુયોગ શૈલીથી આગમોની વ્યાખ્યા કરી. તે યુગમાં આ શૈલી અત્યંત સુગમ ગણાઈ એટલે અધિક લોકપ્રિય બની.
આર્યરક્ષિતસૂરિએ સૂર્ય પ્રજ્ઞપ્તિ આદિ ખગોળ-ભૂગોળ વિષયક આગમોનો ગણિતાનુયોગમાં સમાવેશ કર્યો. તેમણે આત્મા, દ્રવ્ય, પુદ્ગલ, કર્મ આદિનું ગહન વર્ણન કરતાં આગમોને ‘દ્રવ્યાનુયોગ”માં અને શ્રમણાચાર, શ્રાવકાચાર સંબંધી વિષયોને “ચરણ કરણાનુયોગ’માં સમાવ્યા. આ બધા પછી જે ધર્મકથા, રૂપક, દષ્ટાંત આદિ વિષયો વધ્યા તે બધા ધર્મકથાનુયોગ (ધમ કહાણુયોગ)માં સમાવિષ્ટ કરવામાં આવ્યા.
પંડિતરત્ન મુનિકમલજીએ આગમ સાહિત્યમાંથી ધર્મકથાનુયોગની સામગ્રી સંકલિત કરી છે. જેને તેમણે “ધમકહાણુયોગ” નામ આપ્યું છે. આ સંકલનમાં તેમણે નિમ્નલિખિત આગમ ગ્રંથોની સામગ્રી લીધી. અંગગ્રંથઃ- આચારાંગ સૂત્ર, સૂત્રકૃતાંગ, સ્થાનાંગ, સમવાયાંગ, ભગવતી સૂત્ર, જ્ઞાતાધર્મ કથા, ઉપાસકદશા, અંતકત દશા, અનુત્તરોપપાતિક દશા, વિપાક સૂત્ર. ઉપાંગગ્રંથઃ- પપાતિક, રાજપ્રશ્નીય, જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, નિરયાવલિકા, પુષ્પિકા, વૃષ્ણિદશા, પુષ્પચૂલિકા. મૂળસૂત્ર - ઉત્તરાધ્યયન સૂત્ર, નંદી સૂત્ર છેદસૂત્રઃ- દશાશ્રુતસ્કંધ, કલ્પસૂત્ર