Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
પર્વ-૩જું
૬.પદ્મપ્રભ સ્વામિનું ચરિત્ર સર્ગ-૪૪ ભવ પહેલો:- ધાતકીખંડ દ્વીપમાં પૂર્વ વિદેહક્ષેત્રના વત્સ નામના વિજયમાં સુસીમા નામે નગરી છે. ત્યાં અપરાજિત નામે ન્યાયી રાજા રાજ્ય કરે છે. વૈરાગ્ય પ્રાપ્ત થતાં તે પિહિતાશ્રવ આચાર્ય પાસે દીક્ષા ગ્રહણ કરી, વીશસ્થાનકની આરાધના કરી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. બીજો ભવઃ- નવમા ગ્રેવયકમાં મહર્બિક દેવતા થયા. એકત્રીશ સાગરોપમનું આયુષ્ય ભોગવે છે. ત્રીજો ભવઃ- જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં વત્સ દેશના કૌશાંબી નગરમાં ધર નામે રાજા હતો. તેને સુસીમા નામે રાણી હતી. અપરાજિત રાજાનો જીવ ધરરાજા અને સુસીમા રાણીના પુત્ર તરીકે જન્મ લે છે. ગર્ભકાળ દરમ્યાન માતાને પદ્મની શય્યામાં યુવાનો દોહદ થયો હતો તેમજ પદ્મના જેવી પ્રભુની કાંતિ હતી, આથી પિતાએ તેમનું નામ પદ્મપ્રભ રાખ્યું. માતા પિતાના આગ્રહથી તેમણે લગ્ન કર્યા તેમજ રાજ્ય સંભાળ્યું. સમય જતા લોકાંતિક દેવો દીક્ષાની પ્રેરણા કરે છે. પ્રભુ વાર્ષિક દાન આપી દીક્ષા લે છે. સોમદેવ રાજાને ઘરે પરમાત્રથી પારણુ કરે છે. છ માસનો દીક્ષા પર્યાય થતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્રીસ લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ થતાં ૩૦૮ મુનિઓની સાથે નિર્વાણ પામે છે.
સુમતિનાથ સ્વામીના નિર્વાણ પછી ૯૦૦૦૦ કોટી સાગરોપમ ગયા પછી પપ્રભુ નિર્વાણ પામ્યા. આસો વદ બારસ, ચિત્રા નક્ષત્ર, કન્યારાશિ.
૬
ચં
શ ૧૨
શુક્ર અને ગુરુ સ્વગૃહી, રાહુ કેતુ ઉચ્ચના, રાહુ બુધનો સ્વરાશિ પરિવર્તન અને શુક શનિનો ઉચ્ચ રાશિ પરિવર્તન યોગ છે.
263