Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
બનાવેલા મરઘાનો બલિ ચડાવ્યો. તો પણ આ હિંસા અને રાણીના વ્યાભિચારને કારણે તેનું દિલ એટલું બધું હલી ઉર્યું કે તેણે રાજપાટ ત્યાગી તપસ્યા કરવા ઇચ્છા કરી. પરંતુ રાણીએ તેને આગ્રહ કર્યો કે તે તેમ કરે તે પહેલાં દેવીનો પ્રસાદ લે,અને પછી તેને તથા તેની માને વિષમિશ્રિત લાડુ ખવરાવી રાણીએ મારી નાંખ્યા. માતા અને પુત્ર મરીને ક્રમશઃ કૂતરો અને મોર થયા. બંને સંયોગવંશ તે જ મહેલમાં ભેગાં થયા. મોરે રાણી સાથે સંભોગ કરતા કુબડાની આંખ ફોડી નાખવા વિચાર્યું પરંતુ રાણીએ મોર ને અધમૂઓ કરી નાખ્યો અને કૂતરો તેને ખાઈ ગયો. રાજપુત્રે ગુસ્સે થઈ કૂતરાને મારી નાખ્યો. પછીના જન્મોમાં માતા-પુત્ર બંને ક્રમશઃ સાપ અને નોળિયો, મગર અને મત્સ્ય, બકરી અને બકરી પુત્ર, પાડો અને બકરો, બે મરઘા બન્યાં. એક વખત મુનિનો ઉપદેશ સાંભળી બંને મરઘાને જાતિસ્મરણ થયું અને તે બંને મોટી બાંગ પોકારવા લાગ્યા. રાજા યશોધરના પુત્રે (તત્કાલીન રાજા) પોતાની રાણીને પોતાનું શબ્દધિત્વ દેખાડવા તે મરઘાઓ ઉપર બાણ છોડ્યાં. જેના પરિણામે બંને મરઘા મરી ગયા અને પછી તે જ રાજાના પુત્ર-પુત્રી યુગલ- અભયરુચિ અને અભયમતી રૂપે જન્મ્યા.
એકવાર નગરના એક જિનાલયમાં સુદત્તાચાર્ય મુનિ આવ્યા. રાજાએ તેમને અમંગલરૂપ માની તેમના ઉપર ક્રોધ કરવા વિચાર્યું પરંતુ એક વ્યક્તિ પાસેથી તેમનો પરિચય જાણી તથા તેમનો ઉપદેશ સાંભળી પોતાના પિતામહ, પિતામહી તથા પિતા વગેરેના પૂર્વ જન્મનો વૃત્તાન્ત સાંભળી યશોધર વિરક્ત થઈ ગયા અને દીક્ષા લઈ સાધુ થઈ ગયા. અભયરુચિ અને અભયમતીએ પણ પોતાનાં પૂર્વ જન્મોની દશાઓ સાંભળી ક્ષુલ્લક વતો ગ્રહણ કરી લીધા.
આ બધો વૃત્તાન્ત સાંભળી મારિદત્ત તે ક્ષુલ્લક યુગલના ગુરુ પાસે ગયો અને સંસાર છોડી દીક્ષા ગ્રહણ કરી. તેના પુત્રે પણ રાજ્યમાં હિંસાનો નિષેધ કર્યો.
આ યશોઘર ચરિત્ર કુંભારના ચક્રની જેમ રજૂ કરવામાં આવ્યું છે. જે મારિદત્ત અને ક્ષુલ્લક યુગલના પરસ્પર વાર્તાલાપથી શરૂ થાય છે અને તે બંનેના વાર્તાલાપથી સમાપ્ત થાય છે. - કેટલીય રચનાઓમાં મારિદત્તનું આખ્યાન પ્રારંભમાં ન આપતાં ગ્રંથાને આપ્યું
ઉપલબ્ધ રચનાઓમાં હરિભદ્રસૂરિ કૃત સમરાઈચ કહામાં આવેલી યશોધર કથા પરવર્તી રચનાઓનું ઉપજીવ્ય રહી છે. પરંતુ તેનાં પાત્રો પરવર્તી કથાઓમાં પરિવર્તિત રૂપમાં મળે છે. તથા તેમાં અનેક ઘટનાઓ ઉમેરવામાં આવી છે. હરિભદ્રે કથાના નાયક-નાયિકા તરીકે યશોધર-નયનાવલિ નામો આપ્યાં છે. ત્યાં મારિદત્તનું આખ્યાન
455