Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
ભવિષ્યમાં ભાવિ પુત્રોના રાજ્યાધિકારમાં આડા આવતા હતા. તેથી એ અધિકાર પણ પ્રતિજ્ઞાપૂર્વક ત્યાગી દીધો.
પિતા શાન્તનુના મૃત્યુ બાદ તેમના બે પુત્રોની જવાબદારી પણ ભીષ્મએ સંભાળી. (ચિત્રાંગદ, વિચિત્રવીર્ય)
કમનસીબે ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય પણ મૃત્યુ પામે છે. આથી ધૃતરાષ્ટ્ર, પાંડુ વગેરેની જવાબદારી પણ ભીષ્મ ઉપર આવે છે.
તેનાથી આગળ વધતા ધૃતરાષ્ટ્ર આંખેથી અંધ ન હતા પણ જ્ઞાનચક્ષુથી તો અંધ જ હતા. પુત્ર મોહના પાટા બાંધ્યા હતા. પાંડુ શારીરિક રીતે નબળા હતા. આથી ધૃતરાષ્ટ્રના ૧૦૦ અને પાંડુના પાંચ પુત્રોની જવાબદારી પણ ભીષ્મ ઉપર આવી.
અજૈન મહાભારતમાં ભીષ્મના મુખે કહેવડાવ્યું છે કે “હું તો પૈસાનો દાસ બની કૌરવ પક્ષે બેઠો છું.” જે ખરેખર ભીખ જેવા મહાન આત્માને અન્યાય કરવા જેવું હોય તેવું લાગે છે.
છેલ્લે કૌરવોના પક્ષે રહી પાંડવોને ઘાયલ કરવાના બદલે પોતે જ ઘાયલ થઈ ગયા.
ખોવાનું બધું ભીષ્મને- સુખ, યશ, જીવન, બધું સહર્ષ કેટલું આત્મ બલિદાન! કેવા અધ્યાત્મયોગી આત્મા!
ભીષ્મની નીતિમત્તા કેટલી જોરદાર કે નિ:શસ્ત્ર, ગરીબ, સ્ત્રી અને નપુંસક સાથે નહિ લડવાની યુધ્ધ નીતિએ શીખંડી સામે શસ્ત્ર ન ઉગામ્યા.
સંસાર ત્યાગની ભાવના તેમની કેટલી ઉગ્ર કે યુધ્ધમાં ઘાયલ થયા બાદ મુનિ વેશ સ્વીકારી છેલ્લું વર્ષ અદ્ભુત સાધનામાં વ્યતીત કરે છે. તેમજ છેલ્લો મહિનો આખોય નિર્જલ ઉપવાસ કરે છે. યુધિષ્ઠિર વગેરે ઉપસ્થિત આત્મા સાથે હાર્દિક ક્ષમાપના કરે છે અને પરમાત્માનું સ્મરણ કરતા દેવલોક પામે છે. તેમનું કેવું જાજરમાન સમક્તિ કે તદ્દન વિરોધી પક્ષો માટે અત્યંત આદરણીય બન્યા હતા.
આવા હતા મહાન ભીખ! ધર્માત્મા ભીષ્મ ! આત્મ બલિદાન વ્યસની ભીખ!
હા.... નિયતિથી નિષ્ફળ છતાં અદુઃખી, આંસુ વિનાના! પરમ પિતૃ ભક્ત! મહાબ્રહ્મચારી! અહિંસક મહામુનિ! ઉગ્ર તપસ્વી! અજાતશત્રુ! સાધક ભીખ! કેવા વંદનીય!
363