Book Title: Jain Katha Sahitya Ek Adhyayan
Author(s): Vrushtiyashashreeji, Nandighoshsuri
Publisher: Sankheshwar Parshwanath Jain Derasar Pedhi
View full book text
________________
૧૪
ચરિત્રોમાંથી થાય છે.
આ ચરિત્ર ધન્યકુમારના બાલ્યકાળ, ભાગ્યપરીક્ષા, પુણ્યનો પ્રભાવ, અદ્ભુત નિઃસ્પૃહતા, પુણ્યશાળીના પગલે, ધન્યકુમારનું બુદ્ધિચાતુર્ય, ધન્યકુમારનો પૂર્વભવ, પત્નીઓનાં વ્યંગવચન અને ધન્યકુમારનું સત્ત્વ, ધન્નાશાલીભદ્રનો પ્રવજ્યા સ્વીકાર, પૂર્વભવની માતાએ લાભ લીધો, બંને મહાત્માઓની દેવલોકમાં ઉત્પત્તિ આદિ વિભાગોમાં વિભાજિત કરી સુંદર રીતે વર્ણવ્યું છે.
પ.પૂ આચાર્યશ્રી હેમચંદ્રસૂરિ પેથડકુમાર ચરિત્ર વિશે કહે છે કે
શ્રી રત્નમંડન ગણિ મહારાજે રચેલા આ ગ્રંથનું નામ જ એવું છે કે, એ સાંભળતા આપણને સમજતાં સહેજ પણ વાર નથી લાગતી કે, સાગરરૂપ આ ચિત્રમાં કેટકેટલીએ સુકૃત સરિતાઓની અપૂર્વ સંગમ થયો હશે. ઘણું જ ઉદાત્ત અને આદર્શરૂપ છે આ ચરિત્ર,
એમાં વર્ણવાયેલા એક એક પ્રસંગો એવા ચોટદાર છે કે, એ વાચંતા-સાંભળતાં શ્રી દેદાશા,પેથડશા અને ઝાંઝણશા-એ ધર્માત્મા ત્રિપુટીમાં રહેલા ઉદાર, શાસન ભક્તિ ધર્મનિષ્ઠા અને અપૂર્વ સમય સૂચકતા વગેરે મહાન ગુણોની ઝાંખી થાય છે. ’- ૧૫
આ ગ્રંથમાં રત્નત્રયી સમા પિતા, પુત્ર અને પૌત્ર એ ત્રણ નરરત્નોના જીવન પ્રસંગોનું વર્ણન આપવામાં આવેલું હોવા છતાં મુખ્યપણે પેથડશાનું જીવનચરિત્ર વર્ણવવામાં આવ્યું છે. એટલે આ સુકૃત સાગરને પેથડકુમાર ચરિત્રના નામે પણ ઓળખવામાં આવે છે.
ભીમ શ્રાવકે સ્વીકારેલ બ્રહ્મચર્યવ્રતની ખુશાલી નિમિત્તે પેથડશાને પહેરામણી રૂપે મોકલેલ પૂજાની જોડને પહેરવાને બદલે ચંદનના છાંટા નાંખી તેની પૂજા કરતા જોઇ તેમનાં ધર્મપત્ની પ્રથમિણીએ જ્યારે એમને એમ કરવાનું કારણ પૂછ્યું ત્યારે તેના જવાબમાં પોતે બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર નથી કર્યો એ કારણ જ જણાવ્યું. એ વખતે પ્રથમિણીએ કરેલા આહ્વાનને સહેજ પણ ખચકાટ કે વિલંબ વગર સ્વીકારી, બત્રીશ વર્ષની ભરયુવાન વયે, ઉમંગભેર, બ્રહ્મચર્ય વ્રતને અંગીકાર કરનાર એ નરવીરમાં સાચે જ અપૂર્વ વિષયવિરાગ, દઢમનોબળ, ધર્મનિષ્ઠા અને બીજાને અનુકુળ થઇને કાર્ય કરવાની વૃત્તિના આપણને આહ્લાદકારી દર્શન થાય છે.
વિષય વસ્તુની શૈલી :- આ ચરિત્રને ૮ તરંગોમાં વિભાજિત કર્યું છે. જેમાં પ્રથમ તરંગમાં પેથડશાનો જન્મ, બીજા તરંગમાં, ઝાંઝણનો જન્મ, આચાર્ચ શ્રીધર્મઘોષસૂરિ મહારાજનું આગમન અને પેથડશાહનો વ્રત સ્વીકાર, ત્રીજા તરંગમાં
517