Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧૧૭ જ નથી તે આગમનો વિષય કેવી રીતે બની શકે? આગમપ્રમાણનો આધાર તો પ્રત્યક્ષ છે. કોઈ એવી વ્યક્તિ નથી જેને આત્માનું પ્રત્યક્ષ થયું હોય અને જેનાં વચનોને પ્રમાણ માનીને આત્માનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય. થોડા વખત માટે આગમપ્રમાણને માની પણ લઈએ તેમ છતાં પણ આગમથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી કેમ કે આગમ પરસ્પર વિરોધી વાતો કહે છે. આમ કોઈપણ પ્રમાણથી આત્માના અસ્તિત્વની સિદ્ધિ થતી નથી. આ વિરોધીનો મત છે. તેનું ખંડન કરી નીચે મુજબ આત્માના અસ્તિત્વની સિદ્ધિ કરવામાં આવી છે – અહંપ્રત્યયના રૂપમાં આત્માનું પ્રત્યક્ષ બધાંને થાય છે. આત્મા ન હોય તો અહંપ્રત્યય થાય જ નહિ. જે બધા સંશયોથી પર છે એવો સંશય કરનારો (આત્મા) જ ન હોય તો સંશય સ્વયં અશક્ય બની જાય. સુખ-દુ:ખ, જ્ઞાન વગેરે ગુણો જેમનો સૌને સાક્ષાત્ અનુભવ છે તેમના આધારરૂપ દ્રવ્ય તરીકે આત્માનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે. વળી, સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, સંશય, નિર્ણય આદિ જેટલી પણ મનોવૈજ્ઞાનિક ક્રિયાઓ છે તે કોઈ એક સ્થાયી ચેતન તત્ત્વના (આત્માના) અભાવમાં થઈ શકે નહિ. તે બધી ક્રિયાઓ કોઈ એક ચેતન તત્ત્વને આધાર બનાવીને જ ઘટાવી શકાય. જ્ઞાન, સંવેદના, ઇચ્છા કોઈ એક આત્મતત્ત્વ વિના સંભવતાં નથી. તે ત્રણે વિખરાયેલાં ઉપલબ્ધ થતાં નથી. પરંતુ વ્યવસ્થિત એકબીજા સાથે સમ્બદ્ધ ઉપલબ્ધ થાય છે. કોઈ એક અનુયૂત સામાન્ય તત્ત્વના અભાવમાં તેમનો પારસ્પરિક સંબંધ બની શકતો નથી અને તે તત્ત્વ જ આત્મા છે.
ઉત્તરઝયણમાં ગોયમ અર્થાત્ ઇંદભૂઈ અને તિર્થીયર પાસ(૧)ની પરંપરાના શ્રમણ કેસિ(૧) વચ્ચે થયેલો રસપ્રદ સંવાદ વર્ણવાયો છે. પાસના જૂના સંઘ અને મહાવીરના નવા સંઘ વચ્ચે મેળ અને એકતા કેવી રીતે કરવામાં આવ્યાં તેનો તે સંવાદ નિર્દેશ કરે છે. કેસિએ ગોયમને કહ્યું “હેપુણ્યપુરુષ! હું આપને કંઈક પૂછવા માગું છું.” ગોયમે કહ્યું, “આપને જે પૂછવું હોય તે પૂછો. કેસિએ પૂછ્યું, “પાસે ઉપદેશેલાં ચાર વ્રતો છે અને મહાવીરે પાંચ વ્રતોનો ઉપદેશ દીધો છે. આ બન્ને પ્રકારના નિયમ એક જ ઉદ્દેશ્યની પૂર્તિ કરે છે. તો પછી બન્નેની વચ્ચે અંતર હોવાનું કારણ શું?' ગોયમે ઉત્તર આપ્યો, “પ્રથમ તિર્થીયરના સમયના સાધુઓ સરળ હતા પરંતુ મન્દબુદ્ધિ હતા, અંતિમ તિર્થીયરના સમયના સાધુઓ મન્દબુદ્ધિ હોવા સાથે વક્ર પણ હતા તથા બની વચ્ચે થયેલા સાધુ સરળ અને સમજદાર હતા. તેથી ધર્મનું બે રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને ધર્મનાં બે રૂપો અસ્તિત્વમાં આવ્યાં છે.” કેસિએ બીજો પ્રશ્ન પૂછ્યો, મહાવીરે વસ્ત્રને ધારણ કરવાનો નિષેધ કર્યો છે પરંતુ પાસે એક અધોવસ્ત્ર અને ઉપરિવસ્ત્ર ધારણ કરવાની અનુમતિ આપી છે. આ બન્ને નિયમ એક જ ઉદ્દેશ્યની પૂર્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org