Book Title: Jain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 1
Author(s): Nagin J Shah
Publisher: 108 jain Tirth Darshan Trust
View full book text
________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૩૧ ૩. કોડિણ વાસિટ્ટ ગોત્રની એક શાખા. મહાવીરના દસમા અને અગિયારમાં ગણહર આ કોડિæ શાખાના હતા. મહાવીરના પત્ની કસોયા પણ આ કોડિણ શાખાના હતા.
૧. સ્થા.૫૫૧. ૨. આવનિ. ૬૫૦. ૩.આચા.૨.૧૭૭,આચાશી પૃ.૩૮૯ ૪. કોડિણ (કૌટિલ્ય) ન્યાયવહીવટના નિષ્ણાત. જુઓ કોડિલ્લય.
૧. વ્યવભા.૩.પૃ.૧૩૨. ૫. કોડિણ (કૌષ્ઠિન્ય) એક તાપસ જે પોતાના પાંચ સો શિષ્યો સાથે) અટ્ટાવય પર્વતથી પાછા ફરતાં ઈદભૂઈના શિષ્ય બની ગયા.'
૧. આવયૂ.૧.પૃ.૩૮૩, ઉત્તરાશા.પૃ.૩૨૫. ૬. કોડિણ જ્યાં રાજા રુપિ(૧) રાજ કરતા હતા તે નગર. તેની એકતા અમરાવતી (Amraoti) નાચંદુર (Chandur) તાલુકાના વર્તમાન કૌન્ડિન્યપુર સાથે સ્થાપવામાં આવી છે. ૧. જ્ઞાતા.૧૧૭.
૨. લાઇ.પૃ.૨૯૮. કોડિય-કાકંદા (કોટિક-કાકન્ટક) સુફિય-સુપ્પડિબુદ્ધનું બીજું નામ.'
૧. કલ્પ અને કલ્પવિ.પૃ.૨૬૧, કલ્પધ.પૂ.૧૬૫. ૧. કોડિયગણ (કોટિકગણ) મહાવીરની આજ્ઞામાં શ્રમણોનાં જે નવ ગણો હતા તેમાંનો એક.૧
૧. સ્થા.૬૮૦. ૨. કોડિયગણ સુફિય-સુપ્પડિબુદ્ધથી શરૂ થયેલો શ્રમણોનો એક ગણ. તેની નીચે પ્રમાણે ચાર શાખાઓ છે અને ચાર કુલો છે–ઉચ્ચણાગરી, વિાહરી, વયરી અને મજુઝિમિલ્લા આ ચાર શાખાઓ, ખંભાલિજ્જ, વFલિજ્જ, વાણિજ્જ અને પહવાહણય આ ચાર કુલો.૧
૧. કલ્પ(થરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૦. કોડિલ્લગ અથવા કોડિલ્લય (કૌટિલ્યક) કૌટિલ્યનો અર્થશાસ્ત્ર ઉપરનો ગ્રન્થ. આ કૌટિલ્ય અને કોડિણ(૪) એક છે. ૧. નન્દિ.૪૨, અનુ.૪૧, આવયૂ.૧.પૃ.૧૫૬, સૂત્રચૂપૃ. ૨૦૮, સમઅ.પૃ.૫૫,
જ્ઞાતાઅ.પૃ.૧૨. કોડિવરિસ(કોટિવર્ષ) લાઢ દેશનું પાટનગર.' તેનો રાજા ચિલાત(૧) જાતિનો હતો.૨ કોડિવરિસની એકતા દિનાકપુર જિલ્લામાં આવેલા બનગઢ (Bangarh) ગામ સાથે સ્થાપવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org