Book Title: Gyansara Author(s): Ramanlal C Shah Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 4
________________ નિવેદન ) શ્રી રાજ-સોભાગ આશ્રમ, સાયલા તરફથી પ.પૂ. ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી વિરચિત “જ્ઞાનસાર' નામનો આ દળદાર ગ્રંથ પ્રકાશિત થાય છે એથી અત્યંત હર્ષ અનુભવું છું. આ શુભ અવસરે આશ્રમના પ્રણેતા પ.પૂ. બાપુજી(શ્રી લાડકચંદભાઈ વોરા)ના પુણ્યાત્માને વંદન કરું છું કે જેમણે મને ‘અધ્યાત્મસાર” અને “જ્ઞાનસાર” જેવા કઠિન ગ્રંથોના અનુવાદ–વિશેષાર્થ લખવા માટે પ્રેરણા કરી હતી. આજે આ પ્રકાશન જોવા તેઓ હયાત હોત તો એમને કેટલી બધી પ્રસન્નતા થઈ હોત ! સાયલા આશ્રમ સાથે સોળ વર્ષથી એક મીઠી મમતા અમારે બંધાઈ ગઈ છે. ત્યાં પહેલી વાર જવાનું થયું. ઈ.સ. ૧૯૯૦માં. એનું નિમિત્ત તો પૂ. બાપુજીનો ‘શિક્ષામૃત' ગ્રંથ છે. મુંબઈમાં દાંતના દાક્તર મારા મિત્ર ડૉ. જિતુભાઈ નાગડાએ ભલામણ કરી અને બહેનશ્રી મીનળબહેન રોહિતભાઈ શાહે આગ્રહપૂર્વક નિમંત્રણ આપ્યું કે મારે આશ્રમમાં આવીને શિક્ષામૃત’નું કાર્ય કરવું. એથી સાયલામાં આવતાં પૂ.બાપુજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવવાનું બન્યું એમની સરળ, સહજ, નિર્મળ પ્રકૃતિએ, એમના વાત્સલ્યસભર સ્વભાવે અને એમની આધ્યાત્મિક સિદ્ધિઓએ મારું હૃદય જીતી લીધું. “શિક્ષામૃત'નું કાર્ય પૂરું થતાં એમણે મને “અધ્યાત્મસાર”નો અનુવાદ અને વિશેષાર્થ લખવાનું સોંપ્યું. “અધ્યાત્મસાર'નો પહેલો ભાગ પ્રકાશિત થયો ત્યારે પૂ. બાપુજીએ એને સ્વાધ્યાય-ક્રમમાં ચાલુ કરાવી દીધો. ત્યાર પછી બાપુજીનો દેહવિલય થયો. “અધ્યાત્મસાર'ના બીજા અને ત્રીજા ભાગનું પ્રકાશન ત્યાર પછી થયું. (વળી સંપૂર્ણ એક ગ્રંથમાં એની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થઈ.) તે અવસરે પૂ. બાપુજીના ઉત્તરાધિકારી પૂ. ભાઈશ્રી (શ્રી નલિનભાઈ કોઠારી) અને પૂજ્ય ગુરુમૈયા (શ્રી સગુણાબહેન સી. યુ. શાહ) તથા શ્રી વિક્રમભાઈ અને શ્રી મીનળબહેને એવી ભાવના વ્યક્ત કરી કે “જ્ઞાનસાર'નું કાર્ય પણ મારે કરી આપવું. આ કાર્ય મેં સહર્ષ સ્વીકાર્યું અને ત્રણેક વર્ષના ગાળામાં પૂરું થતાં તે હવે ગ્રંથસ્વરૂપે પ્રકાશિત થાય છે. દરમિયાન પૂ. ગુરુમૈયાનો પણ દેહવિલય થયો. આ ગ્રંથનું પ્રકાશન જોવા તેઓ વિદ્યમાન હોત તો કેટલો બધો આનંદ થાત ! એમના પુણ્યાત્માને ભાવપૂર્વક પ્રણામ કરું છું. - પ.પૂ.શ્રી યશોવિજયજી મહારાજનો “જ્ઞાનસાર' ગ્રંથ યથાર્થનામ છે. જેને તત્ત્વદર્શનનો નિચોડ એમાં આવી જાય છે. કેટલાક એને જૈન દર્શનના “ગીતાગ્રંથ' તરીકે ઓળખાવે છે. આ ગ્રંથનો મહિમા એવો છે કે કેટલાયને આ પવિત્ર ગ્રંથનું રોજેરોજ પઠન કરવાનો નિયમ હોય છે. કેટલાયે સાધુસાધ્વીઓને આ ગ્રંથ કંઠસ્થ હોય છે. કેટલાક ગૃહસ્થોને પણ એ કંઠસ્થ હોય છે. જેમના પરિચયમાં હું આવ્યો છું એવા પ.પૂ. શ્રી પ્રતાપસૂરિજી મહારાજ (પ.પૂ. શ્રી ધર્મસૂરિજી મહારાજના ગુરુ ભગવંત અને પ.પૂ.શ્રી યશોદેવસૂરિજીના દાદાગુરુ)ને રોજ “જ્ઞાનસાર'નું પઠન ન થાય ત્યાં સુધી કશું વાપરવું નહિ એવો નિયમ હતો. આવો નિયમ તો બીજાં ઘણાંને હશે. આ ગ્રંથના લેખનકાર્ય માટે મેં સૌ પ્રથમ પ.પૂ. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ પોતે સિદ્ધપુરમાં શેઠ શાન્તિદાસની વિનંતીથી લખેલા બાલાવબોધ-(ટબો)નો આધાર લીધો છે. તેમણે “જ્ઞાનસાર' ઉપર અવચૂર્ણિ પણ લખી હતી પણ તે હાલ અપ્રાપ્ય છે.) તદુપરાંત પ.પૂ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 514