Book Title: Gyandhara 01
Author(s): Gunvant Barvalia
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તા. ૧૦/૧ ની સાંજે, પશુરક્ષાના મંદિર સમી પરેશ-અશોક ગોશાળાની મુલાકાત અને રાત્રે સુમેરૂ નવકાર તીર્થમાં ભાવનાનો લાભ લીધો.
બીજો દિવસઃ તા. ૧૧/૧/૨૦૦૪: જ્ઞાનસત્રના બીજા દિવસનો મંગલપ્રારંભ શાસનપ્રભાવક પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ઉવસગ્ગહરં સ્તોત્રના જાપથી થયો. પૂ. શ્રીએ પ્રત્યેક ગાથાનું અને સ્તોત્રનું મહત્ત્વ વર્ણવ્યું. સૌને અપાર આનંદ અને અનોખી શાંતિનો અનુભવ કરાવ્યો.
શ્રી ગુણવંત બરવાળિયાએ આયોજક અને પ્રેરિત ત્રણેય સંસ્થાઓનો પરિચય આપ્યો.
બીજા દિવસના પ્રથમ સત્રની પ્રથમ બેઠકના અધ્યક્ષસ્થાને એલ. ડી. ઈન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડોલોજીના ડાયરેક્ટર અને જૈનધર્મના અભ્યાસુ ડૉ. જિતેન્દ્ર બી. શાહે દેશવિદેશના ગ્રંથાગારોમાં સચવાયેલી આપણી હસ્તપ્રતોના સંશોધન, સંપાદન અને પ્રકાશનની ખૂબ જ અગત્યની માહિતી આપી હતી. પ્રાચીન તાડપત્રીય, હસ્તલિખિત તથા મધ્યકાલીન જૈન સાહિત્ય સંશોધનની પ્રવૃત્તિ એ વિષય પરની આ બેઠકમાં (૧) ડૉ. કાંતિભાઈ શાહ, (૨) ડૉ. કનુભાઈ શેઠ, (૩) ડૉ. રેણુકાબેન પોરવાલ, (૪) વર્ષાબેન શાહ, (૫) શ્રી ચીમનભાઈ શાહ કલાધરે’ વિવિધ વિષયો પર નિબંધો રજૂ કરી બધાને આ સંશોધન પ્રવૃત્તિમાં રસ લેવા અનુરોધ કર્યો.
બીજી બેઠક ચતુર્વિધસંઘોની વર્તમાન પરિસ્થિતિ અને તેમાં સંતો, દાનવીરો, વિદ્વાનો અને પત્રકારોની ભૂમિકા વિષય ઉપર આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ડૉ.કુમારપાળ દેસાઈએ ચતુર્વિધ સંઘોની વર્તમાન પરિસ્થિતિ પર વ્યાપક ચિંતન રજૂ કરી જૈનએકતા અને સંગઠન ઉપર ભાર મૂક્યો હતો .આ બેઠકમાં (૧)કુ.તરલાબેન દોશી (૨)પ્રો. નવીનચંદ્ર એચ. કુબડિયા (૩) છાયાબેન શાહ (૪) ડૉ. કલાબેન શાહ (૫) ડૉ. હંસાબેન શાહે નિબંધ વાંચન કર્યું હતું.
જ્ઞાનસત્રની સમાપન બેઠકના અધ્યક્ષસ્થાનેથી મુંબઈ યુનિવર્સિટી ગુજરાતી વિભાગના પૂર્વ અધ્યક્ષ અને જૈન ગ્રંથોના લેખક, વિદ્વાન
જ્ઞાનધારા-૧
3
જૈનસાહિત્ય જ્ઞાનસત્ર-૧