________________
૫૬૧
દસ પ્રકારનો વિનય
૭૧. લાકડાની પાદુકા પહેરે. ૭૨. પગ લાંબા કરી સંકોચ વિના બેસે. ૭૩. પુટપુટિકાદાપન (મોઢાથી અવાજ) કરે. ૭૪. પોતાના શરીરના અવયવો ધોવા દ્વારા કાદવ કરે. ૭૫. પગ પર લાગેલ ધૂળ ઝાટકે. ૭૬. મૈથુન સેવે. ૭૭. માથા વગેરેમાંથી જુ વગેરે કાઢી ત્યાં નાંખે. ૭૮. ભોજન કરે. ૭૯. ગુહ્યલિંગ પ્રગટ કરે. અથવા મુઠ્ઠી, દૃષ્ટિ, બાહુ વગેરેથી યુદ્ધ કરે. ૮૦. ચિકિત્સા કરે. ૮૧, લેવા-દેવા રૂપ વેપારની લેવડ-દેવડ કરે. ૮૨. પથારી કરી સૂવે. ૮૩. પીવા માટે પાણી મૂકે અથવા પીએ.
૮૪. પાણીમાં ડુબકી મારતો સ્નાન કરે. આવા પ્રકારના દોષકારી સાવદ્ય કાર્યો સરળ સ્વભાવીએ દેરાસરમાં ન કરવા.
આ આશાતનાઓનો ત્યાગ મોટા ગુણ માટે થાય છે. આ આશાતનાઓ કરવી એ દોષ માટે થાય છે. કેમકે - “આશાતના કરવી એ મિથ્યાત્વ છે, આશાતનાને વર્જવી એ સમ્યકત્વ છે. આશાતના કરીને સંસારને લાંબો કરે છે. (૧) અરિહંત વગેરેને વિષે ભક્તિરૂપ આ દસ પ્રકારનો વિનય કરનારો, જાતિ વગેરેના અભિમાન વિનાનો જીવ જેનું મૂળ વિનય છે એવા અરિહંતોએ કહેલા ધર્મની શ્રદ્ધા કરે છે એટલે કે સારી રીતે મનમાં સ્થાપના કરે છે. આમ તે મિથ્યાત્વરૂપી કાદવને પખાડીને સમ્યકત્વને નિર્મળ કરે છે. (૨૧, ૨૨, ૨૩, ૨૪)
ધર્મ' શબ્દનો અર્થ પૂર્વે કહ્યો છે. તે ધર્મ અહીં શ્રમણધર્મરૂપ જાણવો. તે દસ પ્રકારનો છે. તે આ પ્રમાણે - ૧ ક્ષમા, ૨ મૃદુતા, ૩ સરળતા, ૪ મુક્તિ, ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ, ૯ અકિંચનતા અને બ્રહ્મચર્ય. પ્રવચનસારોદ્ધારમાં અને તેની વૃત્તિમાં કહ્યું છે –
ગાથાર્થ શાન્તિ, માર્દવ, આર્જવ, મુક્તિ, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન્ય અને