Book Title: Gurugun Shattrinshtshatrinshika Kulak Part 02
Author(s): Ratnabodhivijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 402
________________ સત્તર પ્રકારના મરણ ૭૯૯ પંડિતમરણ, ૧૦ બાળપંડિતમરણ, ૧૧ છદ્મસ્થમરણ, ૧૨ કેવલિમરણ, ૧૩ વૈહાયસમરણ, ૧૪ ગૃધ્રપૃષ્ઠમરણ, ૧૫ ભક્તપરિજ્ઞામરણ, ૧૬ ઇંગિનીમરણ અને ૧૭ પાદપોપગમનમરણ. ઉત્તરાધ્યયનસૂત્રની નિર્યુક્તિ અને તેની વૃત્તિમાં કહ્યું છે – (૧) આવી ચિમરણ, (૨) અવધિમરણ, (૩) આત્યંતિકમરણ, (૪) વલમ્મરણ, (૫) વશાર્તમરણ, (૬) અંતઃશલ્યમરણ, (૭) તદ્દભવમરણ, (૧૨) કેવલીમરણ, (૧૩) વૈહાયસમરણ, (૧૪) ગૃપ્રપૃષ્ઠમરણ, (૧૫) ભક્તપરિજ્ઞામરણ, (૧૬) ઇંગિનીમરણ અને (૧૭) પાદપોપગમનમરણ – આ સત્તર પ્રકારના મરણ છે. (૨૧૨, ૨૧૩) હવે ઘણા ભેદ દેખાવાથી કોઈને અશ્રદ્ધા ન થાય એટલા માટે સંપ્રદાયથી યુક્ત નિગમન કહે છે – મરણ સંબંધી સત્તર વિધાનોને એટલે ભેદોને સમ્યગ્દર્શન-જ્ઞાન વગેરે ગુણોથી યુક્ત, પૂજ્ય એવા તીર્થકરો, ગણધરો વગેરે કહે છે, માત્ર અમે જ નહીં. આગળના ગ્રંથનો સંબંધ બાંધવા કહે છે - તે મરણોના નામોનો અર્થથી વિભાગ હું ક્રમથી કહીશ. વિધાન એટલે વિશેષ બોધ માટે કરાય છે, એટલે ભેદ. (૨૧૪). જે પ્રમાણે પ્રતિજ્ઞા કરી તે પ્રમાણે કહે છે – સમયને આશ્રયીને જે નિરંતર થાય છે તે આવિચિમરણ. વ્યવધાનવાળા સમયોને આશ્રયીને પણ આ મરણ થાય એવો ભ્રમ ન થાય એટલા માટે નિરંતર શબ્દ મૂકયો. આ મરણ નિરંતર થાય છે, અંતર સહિત નહીં, કેમકે આંતર સંભવતું નથી. દરેક સમયે અનુભવાતા આયુષ્યના નવા દલિકોનો ઉદય થવાથી અયુષ્યના પૂર્વ પૂર્વ દલિકોના નાશરૂપ અવસ્થા તે મોજા. ચારે બાજુથી મોજા જેવા આ મોજા જેમાં છે તે આવીચિ. જેની આવીચિ એવી સંજ્ઞા થઈ છે તે અવીચિસંજ્ઞિતમરણ. આવી ચિસંજ્ઞ શબ્દ તારકાદિ ગણમાં આવતો હોવાથી ‘તવસ્થ સાતં' (T૦ ધારા૪૬) સૂત્રથી રૂતર્ પ્રત્યય લાગી અવચિસંલ્લિત શબ્દ બન્યો. અથવા વીચિ એટલે વિચ્છેદ. જેમાં વીચિ નથી તે અવીચિ. જેની અવીચિ એવી સંજ્ઞા થઈ છે તે અવીચિસંન્નિત મરણ. અથવા સંજ્ઞિતશબ્દ દરેક સાથે જોડાય છે. તેથી અનુસમયસંજ્ઞિત, નિરંતરસંશિત અને અવચિસંશિત એ પર્યાયવાચી શબ્દો છે. ગણધર વગેરેએ આવી ચિમરણ સંસારમાં પાંચ પ્રકારનું કહ્યું છે. આનાથી પરતંત્રતા બતાવે છે. તે પાંચ પ્રકાર જ કહે છે - દ્રવ્યાવીચિમરણ, ક્ષેત્રાવી ચિમરણ, કાલાવચિમરણ, ભવાનીચિમરણ અને ભાવાવચિમરણ. “સંસારમાં” એ આધાર બતાવ્યો છે, કેમકે ત્યાં જ મરણ સંભવે છે. તેમાં નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવોને ઉત્પત્તિ સમયથી માંડીને પોતપોતાના આયુષ્કર્મના દલિકોનું દરેક સમયે અનુભવ થવાથી ખરવું તે દ્રવ્યાપીચિમરણ છે. તે નારક

Loading...

Page Navigation
1 ... 400 401 402 403 404 405 406 407 408 409 410