________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭
ભૂલ ઉકારાંત શબ્દો માટે કરવામાં આવે છે. “ચપુની ધાર” ને બદલે ચપ્પાની ધાર કહેવામાં આવે છે અને તે સાથે, “આદાની કરચ” ને બદલે “આદુની કરચ” એ ખોટે પ્રયોગ કરવામાં આવે છે. મૂળ “આદું” શબ્દ ઉકારાન્ત (સં. મrદ્ર પરથી થયેલો) છે; મૂળ શબ્દ “ આદુ નથી. વ્યુત્પત્તિ અને વ્યાકરણ વિરુદ્ધના આ પ્રયોગ શિષ્ટતા ખાતર અને ભાષાનું બંધારણ જાળવવા ખાતર અટકાવવા જોઈએ.
કર્મ દર્શાવનારી બીજી વિભક્તિને પણ ગુજરાતી ભાષામાં પ્રત્યય નથી, અને પહેલી વિભક્તિવાળું મૂળ રૂ૫ બીજી વિભક્તિના અર્થ માટે પણ વપરાય છે. વ્યાકરણમાં કેટલીક વાર બને” ને બીજી વિભક્તિને પ્રત્યય કહેવામાં આવે છે; પરંતુ, ખરી રીતે એ અને એથી વિભક્તિને અર્થ દર્શાવે છે. “મેં ફળ ખાધું, “તું આકાશ જાય છે,” “તેણે રસ્તો કાપ્યા”. એ બીજી વિભક્તિ બતાવવાનો પ્રકાર છે. મેં ફળને ખાધું, “તું આકાશને જોવે છે, તેણે રસ્તાને કા’. એવી રીતે બને” લગાડી બીજી વિભક્તિ કરવી એ ખરી ગુજરાતી બેલી નથી. હું ચાકરને પગાર આપું છું' એવા વાક્યમાં “ચાકરને એ ચોથી વિભક્તિથી બીજી વિભક્તિનું કાર્ય થાય છે, અને સંસ્કૃતમાં સંપ્રદાનના અર્થમાં ચોથી વિભક્તિ વપરાય છે તે ઉપરથી એ પ્રકાર થયો છે. આ રીતે બીજા કેટલાક અર્થમાં પણ એથી વિભક્તિના પ્રયાગથી અપ્રધાન કર્મ દર્શાવવામાં આવે છે. એ સંસ્કૃત ભાષાનું વામ્બળ છે.
ત્રીજી વિભક્તિ કરણ દર્શાવે છે અને તે માટે સંસ્કૃત ના પ્રત્યયમાંથી શેષ રહેલે ૬ પ્રત્યય ગુજરાતીમાં વપરાય છે. આ રીતે રન ના અર્થમાં દેવે વપરાય છે. મરાઠી ત્તિ અને હિંદી R માં મૂળનો “ન’ રહ્યા છે, પણ ગુજરાતીમાં તે “ન ” વગરને “ઈ' જ રહ્યા છે. આ synthetical રૂ૫ છે. પણ ભાષાની ગતિ analytical ઉદભવ તરફ હોવાથી આ “ઇ” ઉપરાંત “થી સરખે ઉપસર્ગ આ વિભક્તિ દર્શાવવા સારૂ ઉમેરવામાં આવે છે, “લાકડીએ માં રહેલા કરણનો અર્થ વધારે પુષ્ટ કરવા સારૂ લાકડીએથી' એવું રૂપ વાપરવામાં આવે છે. અને વળી, એ જ અર્થમાં લાકડીથી” એવું કેવળ ઉપસર્ગવાળું રૂપ વધારે રૂઢ થતું જાય છે, અને વિભક્તિને “એ” પ્રત્યય ઘસાઈ જવા તરફ વલણ પ્રકટ થતું જાય છે.
સંપ્રદાન દર્શાવનારી ચેથી વિભક્તિ માટે ઉપર કહ્યું તેમ “” વાપરવામાં આવે છે, આ બને તે synthetical ક્રમને પ્રત્યય નથી, પણ analytical કમને ઉપસર્ગ છે. સંસ્કૃતમાં ચેથી વિભક્તિને પ્રત્યય