________________
બીજી સાહિત્ય પરિષદના પ્રમુખનું ભાષણ
ગત રા. સા. મહિપતરામ રૂપરામ નીલકંઠ હરકોઈને જેવું આવડે તેવું લખવાને પ્રેરતા. તેમને કોઈ ન આવડવાનું નામ દેતું તે તેઓ ભાર દઈને કહેતા કે, “ ન કેમ આવડે? લખો એટલે આવડશે.” માટે આ બંધુઓ પ્રત્યે એટલું જ કહેવું છે કે શરમાઓ નહિં, સંકેચ ખાઓ નહિ, પિતાને તુચ્છ લેખે નહિં. તમારી પાસેનું મૂલ ન થાય એવું ધન છે. તમે તેને અનુભવથી ઓળખા; તમે તેને અવલોકનથી ખીલાવો; તમે તેને ઉપયોગથી બહલાવો; ને પછી એ ધન તમે તમારા ઓછા ભાગ્યશાળી અશિ-ક્ષિત અથવા અલ્પશિક્ષિત બંધુઓને આવકારદાયક થાય એવા રૂપમાં આપો. આપણું લખાણ નામ અમર કરે એવું ન હોય તેની પરવા નહિં. કીર્તિ એ પ્રવૃત્તિનું પ્રવર્તક તત્વ નથી. પ્રવર્તક તે કત વ્ય છે. કર્તવ્યની પરિસમાપ્તિ કર્તવ્યમાં જ છે; તેને કર્તવ્યથી ભિન્ન અન્ય ઉદેશ છે નહિં. માતાપિતા સંતાનને ઉછેરે છે, રાજા પ્રજાને પાળે પોષે છે, શ્રીમાન અનાથની સંભાળ લે છે. શેરીમાં રમતા નહાના બાળકને રસ્તે જનાર ગાડીડાના ઝપાટામાંથી ઉગારી લે છે, ને નદીમાં તણુતાને તરી જાણનાર તારે છે. એ પ્રત્યેક પ્રત્યેકનું પોતાનું કર્તવ્ય છે, ને તે કરે છે. કરનાર સ્વધર્મ બજાવે છે એજ એનું ગૌરવ છે. ન કરનાર સ્વધર્મમાં ચુકે છે ને દોષિત થાય છે. પદવીધારી સુશિક્ષિત પુરૂષે મોટા શહેરોમાં વહેંચાયેલા છે
પણ શિક્ષણશાસ્ત્ર ને શિક્ષણકળાનાં પ્રમાણપત્ર ધારણ આપણું શિક્ષિત કરનારા ગુજરાતી મહેતાજીઓ બધા દેશમાં ફેલાઈ મહેતાજીઓ, ગયેલા છે. તેમને અવકાશને સમય જે તેમને
ગામડામાં ભારે પડતે થઈ પડે છે કે જે તેઓ હલકી ખટપટ કે તુચ્છ કારભારમાં ગુમાવે છે, તેને તેમના પોતાના હિતને માટે ને તેમનાં બંધુઓના હિતને માટે સદુપગ કરવા ધારે, તે અનેક માર્ગ છે. જૂના સાહિત્યનો સંગ્રહ કરવાની, સમાજના આચાર વિચારનું અધ્યયન કરવાની, મનુષ્ય કુળની ખાસિયતનું અવલોકન કરવાની, જે મંડળમાં તેમનું જીવન નિર્માયું છે તેમને જ્ઞાન અને સાહિત્યને રસ લગાડવાની, તેમની વૃત્તિઓ કેળવવાની, તેમને ઉચ્ચ ભાવનાઓ અર્પવાની અને તેમને સર્વ પ્રકારે પિતાની વિદ્યાનો, શકિતનો અને સહદયતાને લાભ આપવાની તેઓ અસાધારણ અનુકુળતા ધરાવે છે. બાળકેળવણી એતો તેઓ જે વેતન ખાય છે તેને બદલો છે. જન સમાજના શિક્ષિત
૧૭૩