________________
ગ્રંથ અને ગ્રંથકાર પુ. ૭.
શ્રી. રતિલાલ વિઠ્ઠલદાસ દલાલ
: એઓ જ્ઞાતે દશા મઢ વાણી અને અંકલેશ્વરના વતની છે. જન્મ રાંદેરમાં સંવત ૧૯૬૪ના આ સુદ ૪ ને દિવસે થયો હતો. એમના પિલાશ્રી વિઠ્ઠલદાસ રસીકદાસ દલાલ એક વેપારી તથા કમીશન એજન્ટ તરીકે જાણીતા છે. એમના માતુશ્રીનું નામ ગોદાવરીબેન છે, જે માણેકલાલ પરભુદાસનાં પુત્રી થાય. એમનું લગ્ન ઈ. સ. ૧૯૨૯ના માર્ચ માસમાં અંકલેશ્વરના સૈ. મધુમાલતી-તે રા. ઠાકોરલાલ હરકીશનદાસ મહેતાનાં પુત્રી-સાથે થયેલું છે. 4 . પ્રાથમિક તથા માધ્યમિક કેળવણું એમણે અંકલેશ્વરમાં લીધેલી, અને કાલેજ શિક્ષણ માટે તેઓ સુરતની એમ. ટી. બી. આર્ટસ કૅલેજમાં દાખલ થયેલા. પ્રિવિયસને અભ્યાસ સુરતમાં કરી છૂટરકોમર્સના અભ્યાસાર્થે મુંબઇ સિડનહામ કોલેજમાં દાખલ થયેલા. ગણિત અને વિજ્ઞાનમાં એમને ખૂબ રસ પડતો હતો. ઈંટરકોમર્સને અભ્યાસ કરતા હતા તે સાલમાં સત્યાગ્રહની લડત પુર જેસમાં ચાલતી હોવાથી અભ્યાસ તરફ એમનું મન ઉઠી જવાથી તેજ સાલમાં અભ્યાસ છોડી પિતાના પિતાની સાથે વેપારમાં જોડાયા.
પ્રથમથી એમને સાહિત્યને શેખ વધારે હતે. માધ્યમિક કેળવણી લેતા હતા તે દરમ્યાન અંકલેશ્વરમાંથી હસ્તલિખિત અઠવાડિક પણ કાઢતા. અત્યારે તેઓ બાળસાહિત્યમાં ખૂબ રસ લઈ રહ્યા છે. બલિજીવન, બાળક, બાળવાડી, ગાંડીવ, બાલમિત્ર વગેરેમાં બાળપયોગી ખૂબ લખ્યું છે. બાળકોના એ માનીતા લેખક છે. આ ઉપરાંત વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ કરી વનસ્પતિના લખાણે પણ તેઓએ લખ્યાં છે ને હજી કુમારમાં નિયમિત રીતે લખે છે. હાસ્યરસને એમને ખાસ શેખ હોવાથી હાસ્યરસના લખાણે પણ અવારનવાર લખે છે ને એ પ્રજામાં આદર પામ્યાં છે.
સાહિત્યની પેઠે એમને રમતગમત અત્યંત પ્રિય છે. બાળકોને માટે એમણે પુસ્તક પણ લખ્યાં છે. બાળપણી સાહિત્યને એમની પાસે સારે ભંડોળ છે.
-: એમની કૃતિઓ :– (૧) બાળકની રમત
ઈ. સ. ૧૯૩૪ (૨) ફળકથા ભાગ ૧
ઈ. સ. ૧૯૩૫ (૩) ફળકથા ભાગ ૨
ઇ. સ. ૧૯૩૫ (૪) ફળકથા ભાગ. ૩
(છપાય છે).
૨૦૨