Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
ઉપદેશેલા ધર્મની પ્રાપ્તિ થયા પછી, છતે સામર્થ્ય જેઓ તે પ્રાપ્ત થયેલા ધર્મનું પાલન કરતા નથી અને શ્રી જિનેશ્વરદેવો પાસે મોક્ષ વગેરેની યાચના કરે છે તેઓ વસ્તુતઃ વિહ્વળ-બાવરા છે; કારણ કે, છે એની તેઓ ઉપેક્ષા કરે છે અને નથી તેને યાચ્યા કરે છે - આ જ તેમની વિહ્વળતા છે. પરમાત્માની પરમકૃપાથી જે ધર્મ પ્રાપ્ત થયો છે, તેને આરાધવો નથી અને તેના ફળને માંગવું છે, એ વિહ્વળતાનું લક્ષણ છે.
પરંતુ એ રીતે માંગેલી વસ્તુ કોઇ પણ રીતે મળતી નથી. સિવાય કે ભાગ્ય હોય અને મળી જાય તો જુદી વાત છે. બાકી તો કોઇ એવી વસ્તુ નથી સ્વરૂપ મૂલ્ય(કિંમત) વડે પરમાત્માની પાસે માંગેલી વસ્તુની આપણને પ્રાપ્તિ થાય. આથી સમજી શકાશે કે ૫૨માત્માની પાસે જેની પણ યાચના કરી છે તેને પ્રાપ્ત કરવા માટે તેઓશ્રીની આજ્ઞાના પાલન સિવાય બીજો કોઇ જ ઉપાય નથી. તે સ્વરૂપ જ તે પરમતારક આત્માઓનો એકમાત્ર અનુગ્રહ છે. પ્રાપ્ત સંયોગોનો પ૨માત્માની આજ્ઞા મુજબ ઉપયોગ કરવા માંડીએ તો સિદ્ધિ મળશે જ. નવા સાધનની આવશ્યકતા નથી. પરંતુ મળેલા સાધનનો ઉપયોગ કરવાની આવશ્યકતા છે. II૧૬-૩૧। અંતે પ્રકરણાર્થનો ઉપસંહાર કરતાં કર્તવ્ય જણાવાય છે—
अनुष्ठानं ततः स्वामिगुणरागपुरःसरम् । પરમાનન્વત: ાર્ય, મન્યમાનેરનુમ્ ||૧૬-૩૨।।
आर्षमित्यारभ्य स्पष्टम् ।।१६-३२।।
“તેથી પરમાનંદને આશ્રયીને સ્વામીના ગુણના રાગપૂર્વક; પરમાત્માનો અનુગ્રહ માનનારાઓએ અનુષ્ઠાન કરવું જોઇએ.” – આ પ્રમાણે બત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ શ્રી તીર્થંક૨૫રમાત્માએ આપણને મોક્ષમાર્ગ આપ્યો છે. એ એક જ તેઓશ્રીએ આપણી ઉ૫૨ કરેલો અનુગ્રહ છે. એ મોક્ષમાર્ગની આરાધના કરીને આપણે અનુગ્રાહ્ય બનીએ છીએ.
પરમાત્મા આપણી ઉપર અનુગ્રહ કરે છે : એમ જેઓ માનતા હોય તેઓએ પરમાનંદમય મોક્ષને ઉદ્દેશીને પરમાત્માએ ઉપદેશેલાં પરમતા૨ક વિહિત અનુષ્ઠાનો કરવાં જોઇએ અને એ વખતે પરમાત્માના અનંતજ્ઞાનાદિ ગુણો પ્રત્યે રાગ કેળવી લેવો જોઇએ. આપણા આત્માના પણ ગુણો પરમાત્માના ગુણો જેવા જ છે. પરમાત્માના ગુણો આવિર્ભૂત છે અને આપણા તિરોહિત છે. પરમાત્માના શુદ્ધજ્ઞાનાદિમય સ્વરૂપની જેમ આપણું આત્મસ્વરૂપ પણ આવિર્ભૂત બને – એવી ભાવનાથી તે તે અનુષ્ઠાનો થાય તો તે અનુષ્ઠાનો દૃઢ પ્રણિધાનથી સંગત બને છે, જે ચોક્કસ જ મોક્ષને પ્રાપ્ત કરાવનારાં બને છે. તેથી ‘સ્વામીનો અનુગ્રહ મોક્ષપ્રાપક છે.' એમ માનનારાએ સ્વામીના ગુણના રાગની પ્રધાનતા(મુખ્યતા)એ તે તે અનુષ્ઠાન કરવાં જોઇએ.
એક પરિશીલન
૩૩