Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
એનો આશય એ છે કે ઉપર જણાવ્યા મુજબ ગ્રાહ્ય; સ્કૂલ અને સૂક્ષ્મ ભેદથી બે પ્રકારના છે. સ્થૂલ ગ્રાહ્ય ભાવ્યને વિષય બનાવીને જ્યારે ભાવના પ્રવર્તે છે ત્યારે વિતર્યાનુગતસમાધિ હોય છે. પરંતુ સૂક્ષ્મ ગ્રાહ્યને વિષય બનાવીને પ્રવર્તતી ભાવના હોય ત્યારે વિચારાનુગતસમાધિ હોય છે, જેના વિચાર અને નિર્વિચાર એમ બે ભેદ છે. પૃથ્વી વગેરેના સૂક્ષ્મ પરમાણુ; ગંધાદિ પંચતન્માત્રા અને સાંખ્યદર્શનપ્રસિદ્ધ મહત્તત્ત્વ સ્વરૂપ અંતઃકરણ સૂક્ષ્મ ગ્રાહ્ય છે. તેના ધ્યાન વખતે ઊધ્વદિ દેશ તેમ જ વર્તમાનાદિ કાળને આશ્રયીને જે ભાવના પ્રવર્તે છે, તે સવિચારસમાધિ છે. અન્યથા સૂક્ષ્મ ગ્રાહ્યના વિષયમાં જ જ્યારે દેશ કે કાળના અવચ્છેદ વિના માત્ર સૂક્ષ્મ ધર્મીનો જ અવભાસ કરાય છે ત્યારે નિર્વિચારસમાધિ હોય છે. સ્થૂલ મહાભૂતોના કારણભૂત જે પંચતન્માત્રાદિ છે; તે સૂક્ષ્મગ્રાહ્ય છે. તે તે દેશ-કાળને આશ્રયીને સૂક્ષ્મ ગ્રાહ્યની ભાવનાને સવિચાર-સમાધિયોગ કહેવાય છે... ઇત્યાદિ અન્યત્ર અનુસંધય છે. આથી વિશેષ હવે પછીના શ્લોકોથી સ્પષ્ટ કરાશે. ૨૦-૪ll આનંદાનુગત સંપ્રજ્ઞાતયોગનું સ્વરૂપ વર્ણવાય છે
यदा रजस्तमोलेशानुविद्धं भाव्यते मनः ।
तदा भाव्यसुखोद्रेकाच्चिच्छक्ते गुणभावतः ॥२०-५॥ यदेति-यदा रजस्तमसोर्लेशेनानुविद्धं मनोऽन्तःकरणतत्त्वं भाव्यते तदा भाव्यस्य भावनाविषयस्य सुखस्य सुखप्रकाशमयस्य सत्त्वस्योद्रेकादाधिक्याच्चिच्छक्तेर्गुणभावतोऽनुद्रेकात् ॥२०-५।।
જયારે રજોગુણ અને તમોગુણના લેશથી (અંશથી) અનુવિદ્ધ(સંબદ્ધ-વ્યાપ્ત) એવા મનનું ધ્યાન (ભાવના) થાય છે, ત્યારે ભાવ્ય(ધ્યય-ભાવનાનો વિષય) સ્વરૂપસુખના ઉદ્રક(આધિક્ય)થી ચિતશક્તિની ગૌણતાના કારણે સાનંદ-સમાધિયોગ થાય છે.” - આ પ્રમાણે નોડત્રવ.... ઇત્યાદિ શ્લોકમાંના (છઠ્ઠા શ્લોકમાંના) સનઃ પદના સંબંધથી પાંચમા શ્લોકનો અર્થ છે.
કહેવાનું તાત્પર્ય એ છે કે સંપ્રજ્ઞાતયોગના ત્રીજા આનંદાનુગત-સાનંદ પ્રકારનું આ શ્લોકથી વર્ણન કરાયું છે. ગ્રહણસમાધિસ્વરૂપ આ યોગ છે. આનો વિષય, ગ્રહણ સ્વરૂપ મન અને ઇન્દ્રિયો છે. સામાન્ય રીતે મનના વિષયને આશ્રયીને અહીં સાનંદયોગનું સ્વરૂપ દર્શાવ્યું છે. સાંખ્યાદિ દર્શનપ્રસિદ્ધ અંતઃકરણતત્ત્વસ્વરૂપ મન છે; જે જ્ઞાનનું સાધન છે, ચિતશક્તિથી અન્વિત છે. સત્ત્વ, રજસ અને તમોગુણમાંના રજોગુણ અને તમોગુણની અત્યંત અલ્પતાથી અનુવિદ્ધ એવા મનની જયારે ભાવના પ્રવર્તે છે ત્યારે ભાવનાના વિષયભૂત મન; સુખસ્વરૂપ અર્થાત્ સુખપ્રકાશ(જ્ઞાન)સ્વરૂપ સત્ત્વગુણથી પરિપૂર્ણ-ઉદ્ભિક્ત હોય છે. તેથી તે વખતે ચિતશક્તિની અનુદ્રિતાવસ્થાને લઇને સુખાનુભવસ્વરૂપ સાનંદસમાધિ હોય છે. તે વખતે સુખનું જ્ઞાન હોવા છતાં સુખનું પ્રાધાન્ય અને જ્ઞાનનું અપ્રાધાન્ય વર્તાય છે. એ સમજી શકાય છે. ૨૦-પા.
૧૩૮
યોગાવતાર બત્રીશી