Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 03
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
શ્રી વીતરાગપરમાત્માની પરમતારક આજ્ઞા મુજબની આરાધનાથી પ્રાપ્ત થયેલા ક્ષયોપશમભાવના ક્ષમા મુક્તિ આર્જવ... વગેરે ધર્મો પણ, મોક્ષસુખની પ્રાપ્તિ વખતે જ્યારે ત્યાજ્ય બને છે, ત્યારે કુતર્ક તો ચોક્કસ જ ત્યાજ્ય કોટિનો છે - એ સમજી શકાય છે. કોઇ પણ વસ્તુને વિશે(શુભાશુભવિષયમાં) ગ્રહ(આગ્રહ), અસંગાનુષ્ઠાનનો પ્રતિપંથી(વિરોધી-પ્રતિબંધક) છે. શ્લોકમાં પ્રાયો ધર્મા... અહીં પ્રાયઃ પદ ક્ષાયિકભાવના ધર્મોનો વ્યવચ્છેદ ક૨વા માટે છે. અર્થાત્ મોક્ષસુખની પ્રાપ્તિમાં બધા ધર્મો ત્યાજ્ય બનતા નથી. પરંતુ ક્ષયોપશમભાવના ધર્મો ત્યાજ્ય બને છે, ક્ષાયિકભાવના ધર્મો ત્યાજ્ય બનતા નથી - એ અર્થને જણાવવા માટે પ્રાયઃ પદ છે.
યોગદૃષ્ટિસમુચ્ચયમાં (શ્લો.નં. ૧૪૭-૧૪૮) એ વિષયમાં ફરમાવ્યું છે કે – “જે કારણથી પ્રાજ્ઞપુરુષો દ્વારા આજ સુધી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરાયો નથી તેથી શુષ્કતર્કગ્રહ અત્યંત ભયંકર છે. મિથ્યાભિમાનનું કારણ હોવાથી મોક્ષની ઇચ્છાવાળાએ શુષ્કતર્કગ્રહનો ત્યાગ કરવો જોઇએ.” (૧૪૭) પરમાર્થથી કોઇ પણ વસ્તુમાં આગ્રહ રાખવો : એ મુમુક્ષુઓ માટે અસંગત છે. કારણ કે મુક્તિમાં પ્રાયે ધર્મો પણ ત્યજવાના છે, તો પછી આ કુતર્કગ્રહથી શું ? અર્થાત્ એ તો કોઇ પણ સંયોગોમાં કરવો ના જોઇએ. આથી સ્પષ્ટપણે સમજી શકાશે કે અનુમાનના વિદ્વાનો જે રીતે અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય કરવા માટે શુષ્કતર્કનો આશ્રય કરે છે તે શ્રદ્ધેય નથી. અતીન્દ્રિય અર્થોના નિર્ણય માટે સર્વજ્ઞપરમાત્માના પરમતા૨ક વચનને છોડીને બીજો કોઇ ઉપાય નથી. અંતે કુતર્કનો ત્યાગ કરીને શ્રી સર્વજ્ઞપરમાત્માના પરમતારક વચનને અનુસરીને પાંચમી દૃષ્ટિને પામવા આપણે સૌ પ્રયત્નશીલ બની રહીએ એ જ એક શુભાભિલાષા. II૨૩-૩૨॥ ॥ इति श्रीद्वात्रिंशद्द्वात्रिंशिकायां कुतर्कग्रहनिवृत्तिद्वात्रिंशिका ॥
એક પરિશીલન
अनल्पानतिविस्तारमनल्पानतिमेधसाम् । व्याख्यातमुपकाराय चन्द्रगुप्तेन धीमता ॥
૨૬૯