________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦
ધ્યેયપૂર્વક શેય હૈ કે ઓ પર્યાય હૈ, વર્તમાનમેં તો ઓ દ્રવ્યની સાથે અભેદ હૈ કેમકે ભાવના વિનાશિક કહે છે ને ભાઈ? ભાવનાને વિનાશિક કહેશે. વિનાશની અપેક્ષાએ, “કાયમ નથી રહેતી” એ અપેક્ષાએ ભિન્ન હૈ. એક સમયકી પર્યાય ત્યાં દ્રવ્યકી સાથે એકાકાર હૈ ઓ અપેક્ષાએ અભિન્ન કહેનેમેં આયા હૈ– આહાહા ! - સૂક્ષ્મ વિષય છે ભાઈ આચાર્યો પંચમ કાળના જીવો માટે આ કહા હૈ. એમ કોઈ કહે ઓહોહો! આ તો ચોથા આરાની વાત છે અરે ચોથા નહીં આત્મા માટે છે. તો આત્મા જહાં હૈ ઉસકે માટે કહા હૈ નંદકિશોરજી !
અહીં તો આઠ વર્ષની બાલિકા હો કે કરોડપૂર્વના આયુષ્યવાળો આદમી હો આત્મા તો આત્મા હૈ, એ આત્મા સ્ત્રી નહિં ને પુરુષેય નહીં. એ આત્મા રાગેય નહીં ને કર્મ નહીં. પણ ઓ ત્રિકાળી આત્મામેં જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી જો પર્યાય ઉત્પન્ન હુઈ ઓ ભી કથંચિત્ ભિન્ન ને કથંચિત્ અભિન્ન હૈ. (અપેક્ષાસે કહા હૈ) સમજમેં આયા? પહેલે તો ભિન્ન જ કેહ દીયા હૈ, પીછે પણ ભિન્ન કહેગા. સમજમેં આયા? પણ યહાં જરી પર્યાય એક સમય રહેતી હૈ, એક સમય, શુદ્ધ ભગવાન આત્માકા આનંદકા અનુભવ, એક સમય માત્ર અનુભવ રહેતે હૈ, સમજમેં આયા? લ્યો એ વળી આવ્યું ભાઈ ઓલું પર્યાય ૨૦મો બોલ. અલિંગગ્રહણ- લે? ક્યાંનું ક્યાં આવ્યું, કોણ જાણે, એ કાંઈ વિચાર્યાબિચાર્યા નહીં હૈ.
વો ૨૦ મા બોલ આતે હૈ ને, કે જો આત્મા પ્રત્યભિજ્ઞાન, પ્રત્યભિજ્ઞાન નામ કાયમ રહેનેવાલા ઐસા આત્મા, વો પર્યાય, ઓ દ્રવ્ય પર્યાયકો સ્પર્શતા નહીં, ઐસા પર્યાયકો આત્મા કહેતે હૈ. ત્યાં એમ કહ્યું. ફેર–આત્મા ત્રિકાળી જ્ઞાયક ચૈતન્ય ધ્રુવ, જો પ્રત્યભિજ્ઞાનના વિષય સામાન્ય દ્રવ્ય જો વસ્તુ હૈ, વો પર્યાયકો સ્પર્શત નહીં, અર્થાત્ ઓ દ્રવ્ય જો હૈ વો પર્યાયકો આલિંગન કરતા નહીં. સમજમેં આયા? પણ ઓ પર્યાયકો હિ આત્મા કહા ત્યાં સમજમેં આયા?
ઐસે એક સમયકી પર્યાય અભિન્ન હૈ વો આત્મા હૈ ઐસા કહુયા ઔર વસ્તુ તરીકે કાયમ નહીં રહેતી હૈ વો કારણ ઉસકો ભિન્ન કહ દીયા. સમજમેં આયા? એક સમય સિવાય દૂસરે સમય ઓ પર્યાય રહેતી નહીં. ભારે વાતુ ભાઈ. આહાહા ! સમજમેં આયા? જુઓ આ માર્ગ વીતરાગકા, સર્વજ્ઞ પરમેશ્વરે ઐસા માર્ગ દેખા હૈ ઐસા અનુભવ કરકે મોક્ષ લીયા હૈ, ઓ કહેતે હૈ. ઐસા ભગવાન, જીતના આ મોક્ષમાર્ગકી તીન ભાવરૂપ પર્યાય કહી, ઓ સબ પરમપરિણામિક સ્વભાવ ઐસા દ્રવ્ય સ્વભાવ વસ્તુ સ્વભાવ, ઉસસે કથંચિત્ ભિન્ન હૈ. પ્રમાણ કા વિષયસે અભિન્ન ને નિશ્ચયકા વિષયસે ભિન્ન ઐસા અહીં લાગુ નહીં હોતા. એય ચંદુભાઈ- કેમ? અહીં તો શુદ્ધ પારિણામિક લક્ષણ શુદ્ધ આત્મદ્રવ્યસે કથંચિત્ ભિન્ન એમ લીયા હૈ. ઓ દ્રવ્યસે કથંચિત ભિન્ન ને વો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com