________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
કળશટીકા કળશ-૨૭૧
૨૨૫
શક્તિસ્વરૂપ, શેય જણાવાની શક્તિરૂપ, એ ત્રણનું એકરૂપ તે શેય હું છું. આહાહા ! બહુ ફેરફાર કરવો પડે માણસને. છે ને પણ અંદ૨ છે કે નહીં ? ઘરે તો વાંચતા ય આવડે નહીં આમાં શું કહે છે ? રૂપિયા ને વેપારના ચોપડા ફેરવે એમાં વાંચે. આહા ! પ્રભુ તારી વાતને તેં ન જોઈ આહાહા ! ઈ અનંતીચીજને તું શેય તરીકે વ્યવહાર તરીકે ૫૨ તરીકે જાણવું, એ લક્ષ્મી અબજો રૂપિયા, અંદર દેખાય આંહી નજરે આવ્યાં, એને શેય તરીકે જાણવું એટલો ય પણ તું નહીં. મારા તરીકે માનવું ઈ તો તું નહીં, આહાહા ! પણ એટલાને શેય તરીકે જાણનારો હું, એટલો ય હું નહીં. આકરી વાતું છે હોં ? અપૂર્વ વાત છે બાપુ આ !
અનંતકાળથી એણે, મારી ચીજ કેટલી મોટી છે, કેવડી છે, અને કેમ છે એનું સમ્યજ્ઞાન કર્યું નથી. શાસ્ત્રો ભણ્યો, ક્રિયાકાંડ કર્યા, ત્યાં ને ત્યાં અટકીને ચાર ગતિમાં રખડયો.
66
‘હું પોતાના સ્વરૂપને વેધ-વેદકરૂપે જાણું છું” જણાવાલાયક ને જાણના૨રૂપે હું જાણું છું એમ જણાવારૂપે ને જાણવારૂપે મને હું જાણું છું તેથી મારું નામ જ્ઞાન, તેથી મારું નામ જ્ઞાન, હું પોતા વડે જણાવા યોગ્ય છું, હું મારા વડે જણાવાયોગ્ય છું, તેથી મારું નામ શેય ઓહોહો ! એવી બે શક્તિઓથી માંડીને અનંત શક્તિરૂપ છું. એવી અનંતી શક્તિઓ આત્મામાં આહાહા ! તેથી મારું નામ જ્ઞાતા, એવા નામભેદ છે. ઈ ત્રણમાં એવા નામભેદ છે. આહાહા! હું એક જાણનાર શક્તિવાળો; જણાવાયોગ્ય શક્તિવાળો; ને અનંત શક્તિવાળો જ્ઞાતા એવા ત્રણના નામભેદ છે. મારામાં ત્રણના નામભેદ છે, એ નામભેદ કાઢી નાખે છે આહાહા ! “ વસ્તુભેદનથી ” શું કહ્યું ઈ ? હું પોતે જ્ઞાન છું એવી એક શક્તિ અને હું પોતે શેય છું જણાવાલાયક એવી એક શક્તિ અને એવી અનંત શક્તિરૂપ શાતા એવા ત્રણરૂપે અનંત શક્તિઓ એ છું, તેથી મારું નામ જ્ઞાતા એવા નામભેદ છે, વસ્તુભેદ નથી. જ્ઞાને ય હું, જ્ઞેયે ય હું જ્ઞાતાયેય હું આહાહા! આવી અંતરદૃષ્ટિ થવી, એને સમ્યગ્દર્શન ધર્મની પહેલી દશા કહે છે. હજી તો તેને સમ્યગ્દર્શન કહે છે. આહાહા ! અને સમ્યગ્દર્શન વિના, એના ભણતર શાસ્ત્રના બધું અજ્ઞાન છે. એના વ્રત ને નિયમ, આ સમ્યગ્દર્શન વિના, એ વ્રત ને નિયમ બધાં બાળવ્રત ને બાળતપ છે આહાહા ! સમજાણું કાંઈ ? ભારે વાત ભાઈ છેલ્લા શ્લોકો છે ને.
હું
66
''
“ કેવો છું?” જ્ઞાનશેયકલ્લોલવલ્ગન્” જીવ શાયક છે, ભગવાન જાણનાર છે. જીવ શેયરૂપ છે ” હું પોતે શેયરૂપ છું, હું પોતે શાયક છું “ એવો જે વચનભેદ ” એ નહીં આહાહા ! “ વલ્ગન્ તેનાથી ભેદને પામું છું” એવા વચનભેદથી ભેદને પામું છું, ભાવાર્થ આમ છે, કે વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી. શેય જ્ઞાતા ને જ્ઞાન એમ શબ્દ ભેદ છે, વસ્તુ તો ‘ છે તે જ છે ’ શેય પણ તે, જ્ઞાન પણ તે ને શાતા પણ તે આહાહા ! “ જ્ઞાનશેયકલ્લોલવલ્ગન્ ” વચનના ભેદ છે એમ કલ્લોલ એટલે, એવા ભેદને વલ્ગન પામું છું ? જે વચનભેદ તેનાથી ભેદને પામું છું, વચનનો ભેદ છે, વસ્તુનો ભેદ નથી ! તે જ શેય, તે જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com