Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 165
________________ ૧૪૦ ધર્મનાં દશલક્ષણ) આચાર્ય પૂજયપાદ તત્વાર્થસૂત્રની ટીકા સર્વાર્થસિદ્ધિમાં લખે છે :"ममेदंबुद्धिलक्षणः परिग्रहः"3_ આ વસ્તુ મારી છે– આવો સંકલ્પ રાખવો એ પરિગ્રહ છે. પરિગ્રહની ઉપર્યુકત વ્યાખ્યાઓ અને સ્પષ્ટીકરણોથી પણ પદાર્થ પોતે તો કોઈ પરિગ્રહ નથી – એ સ્પષ્ટ થઈ જાય છે. પર પદાર્થો પ્રત્યે જે આપણું મમત્વ છે, રાગ છે એ જ વાસ્તવમાં પરિગ્રહ છે. જયારે પર પદાર્થો પ્રત્યે મમત્વ છૂટી જાય છે તો તદનુસાર બાહ્ય પરિગ્રહ પણ નિયમથી છૂટી જ જાય છે, પરંતુ બાહ્ય પરિગ્રહ છૂટવાથી મમત્વ છૂટી જેવાનો કોઈ નિયમ નથી, કેમકે પુણ્યના અભાવમાં અને પાપના ઉદયમાં પર પદાર્થ તો સ્વયં જ છૂટી જાય છે, પરંતુ મમત્વ છૂટતું નથી, પરંતુ કોઈ-કોઈવાર તો અધિક વધી જાય છે. પર પદાર્થો છૂટી જવાથી કોઈ અપરિગ્રહી થઈ જતો નથી, બલ્ક એને રાખવાનો ભાવ, એના પ્રતિ એકત્વબુદ્ધિ કે મમત્વ પરિણામ છોડવાથી પરિગ્રહ છૂટી જાય છે– આત્મા અપરિગ્રહી અર્થાત્ આફ્રેિંચ ધૂમનો સ્વામી બને છે. શરીરાદિ પર પદાર્થો અને રાગાદિ ચિત્રિકારોમાં એકત્વબુદ્ધિ, અહબુદ્ધિ એ જ મિથ્યાત્વ નામનો પ્રથમ અતંરગ પરિગ્રહ છે. જયાં લગી આ જ છૂટે ત્યાં લગી અન્ય પરિગ્રહોના છૂટવાની વાત જ નથી, પરંતુ આ મુગ્ધ જગતનું આ તરફ ધ્યાન જ નથી. આખીય દુનિયા પરિગ્રહની ચિંતામાં જ દિન-રાત એક કરી રહી છે, મરી રહી છે. કોઈ લોકો પર પદાર્થો મેળવવામાં સંલગ્ન છે, તો કોઈ લોકોને ધર્મના નામે એમને છોડવાની લગની લાગી છે. એ કોઈ નથી વિચારતું કે તે મારા છે જ નહીં, મારા મેળવ્યા મળતા નથી અને ઉપર–ઉપરથી છોડ્યા છૂટતા પણ નથી. એમની પરિણતિ એમની મેળે થઈ રહી છે, એમાં આપણું કર્યું કાંઈ બનતું નથી. આ આત્મા તો માત્ર એમને મેળવવાનો કે ત્યાગવાનો વિકલ્પ કરે છે, તદનુસાર પાપ-પુણ્યનો બંધ પણ કરતો રહે છે. પુણ્યના ઉદયે પ્રયત્ન કર્યા વિના પણ અનુકૂળ પરપદાર્થોનો સહજ સંયોગ થાય છે, એ જ પ્રમાણે પાપના ઉદયે પ્રતિકૂળ પરપદાર્થોનો સંયોગ ૩. સર્વાર્થસિદ્ધિ અ. ૬, સૂત્ર ૧૫.

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218