Book Title: Dharmna Dash Lakshan
Author(s): Hukamchand Bharilla, Ramniklal M Shah
Publisher: Todarmal Smarak Trust

View full book text
Previous | Next

Page 186
________________ ઉત્તમ બ્રહ્મચર્ય) ૧૬૧ નથી; કેમકે પછી તો છનું હજાર રાણીઓ હોવા છતાં ચક્રવર્તી પણ બ્રહ્મચારી કહેવાશે. . તેથી બ્રહ્મચારી સંજ્ઞા સ્વસ્ત્રીના પણ સેવનાદિના `ત્યાગરૂપ વ્યવહાર–બ્રહ્મચર્યના જ આધારે નિશ્ચિત થાય છે. તેમ છતાં આત્મરમણતારૂપ નિશ્ચયબ્રહ્મચર્યના અભાવમાં માત્ર સ્ત્રી સેવનનાદિના ત્યાગરૂપ બ્રહ્મચર્ય વાસ્તવિક બ્રહ્મચર્ય નથી. - પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયોના અભાવપૂર્વક જે સાતમી પ્રતિમાને યોગ્ય નિશ્ચયબ્રહ્મચર્ય હોય છે, એની સાથે સ્વસ્ત્રીન્સેવનાદિના ત્યાગરૂપ બુદ્ધિપૂર્વક જે પ્રતિજ્ઞા હોય છે એ જ ખરેખર વ્યવહારબ્રહ્મચર્ય છે. પૂજનકારે બન્નેની સંતુલિત ચર્ચા કરી છે ઃશીલબાડ નૌ રાખ, બ્રહ્મભાવ અંતર લખો, કરિ દોનોં અભિલાખ, કરહુ સફલ નરભવ સદા. આપણે પોતાના શીલની રક્ષા નવવાડપૂર્વક કરવી જોઈએ તથા અંતરમાં પોતાના આત્માને દેખવો – અનુભવવો જોઈએ. બન્નેય પ્રકારના બ્રહ્મચર્યના અભિલાષી થઈ ને મનુષ્યભવ સાર્થક સફળ કરવો જોઈએ. જે પ્રમાણે ખેતરની રક્ષા વાડ લગાવીને કરીએ છીએ એ જ પ્રમાણે આપણે પોતાના શીલની રક્ષા નવ વાડથી કરવી જોઈએ. સામગ્રી (વસ્તુ) જેટલી વધારે મૂલ્યવાન હોય છે એટલી જ વિશેષ મજબૂત એની રક્ષા—વ્યવસ્થા કરવી પડે છે. અધિક મૂલ્યવાન સામગ્રીની રક્ષા માટે મજબૂતાઈની સાથે—સાથે એકને બદલે અનેક વાડ લગાવવામાં આવે છે. આપણે રત્નો કાંઈ જંગલમાં રાખતાં નથી. નગરની મધ્યમાં મજબૂત મકાનની અંદર, વચ્ચેના ઓરડામાં, લોખંડની તિજોરીમા ત્રણ-ત્રણ તાળાં લગાવીને રાખીએ છીએ. શીલ પણ એક રત્ન છે, એની પણ રક્ષા આપણે નવ–નવ વાડોથી કરવી જોઈએ. આપણે કાયાથી કુશીલનું સેવન ન કરીએ, કુશીલ–પોષક વચન પણ ન બોલીએ, મનમાં પણ કુશીલસેવનના વિચારો ન ઊઠવા દઈએ. આવું આપણે સ્વયં ન કરીએ. બીજા પાસે ન કરાવીએ, અને આ પ્રકારના કાર્યોની અનુમોદના પણ ન કરીએ. આ પ્રમાણે શાસ્ત્રોમાં પણ નિશ્ચયબ્રહ્મચર્યનું સહચારી જાણીને

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218