Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
ઉપેક્ષા કરે છે – તેને અટકાવતો નથી, તે જીવ મંદબુદ્ધિવાળો થાય છે અને પાપકર્મથી લેપાય છે.
– દેવદ્રવ્યની વૃદ્ધિ-રક્ષા કરનારને યાવત તીર્થંકરપણાની પ્રાપ્તિ સુધીના લાભ શ્રીદર્શનશુદ્ધિ પ્રકરણ ગ્રંથમાં જણાવ્યા છે.
जिणपवयणवुड्डिकरं पभावगं नाणदंसणगुणाणं ।
वुटुंतो जिणदव्वं तित्थयरत्तं लहइ जीवो ॥६०॥ – જૈનશાસનની અભિવૃદ્ધિને કરનાર અને જ્ઞાનાદિગુણોને દીપાવનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારો જીવ તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. દર્શનશુદ્ધિપ્રકરણ ગ્રંથમાં કહ્યું છે કે, "चेइयदव्वं साहरणं च, जो दुहइ मोहियमइओ।
धम्मं व सो न जाणइ, अहवा बद्धाउओ नरए ॥५६॥" – તે જ પ્રમાણે મોહથી અવરાયેલી મતિવાળો જે આત્મા દેવદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું ભક્ષણ કરે છે, તે આત્મા ખરેખર સર્વજ્ઞપ્રણીત ધર્મને જાણતો નથી અથવા તો પૂર્વે દુર્ગતિનું આયુષ્ય બાંધી લીધું છે. હવે તે મરીને અવશ્ય નરકમાં જવાનો છે એમ નિશ્ચિત થાય છે.
આથી આત્મકલ્યાણના અર્થી જીવોએ દેવદ્રવ્યના ભક્ષણ-વિનાશના કાર્યથી દૂર-સુદૂર રહેવું ખૂબ આવશ્યક છે અને શક્તિ અનુસાર દેવદ્રવ્યની વૃદ્ધિ કરવામાં અને તેના ભક્ષણ-વિનાશના અવસરે તેને બચાવવામાં ઉજમાળ બનવું જોઈએ. આટલી પૂર્વભૂમિકા વિચાર્યા પછી પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનનો હેતુ જણાવીએ છીએ. ૦ પુસ્તક પ્રકાશનનો હેતુ
વિ. સં. ૨૦૪૪ સુધી સમગ્ર તપાગચ્છમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્ય અંગે કોઈ વિવાદ નહોતો. શાસ્ત્રજ્ઞા અને સુવિહિત પરંપરા મુજબ એ સર્વેનો વહીવટ શ્રીસંઘોમાં ચાલ્યા કરતો હતો અને જ્યારે જ્યારે જરૂરીયાત જણાઈ ત્યારે પૂ. આચાર્ય ભગવંતો આદિએ ભેગા મળીને નિર્ણયો કર્યા અને શ્રીસંઘોને વહીવટી