________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | શ્લોક-૩
ભાવાર્થ
શ્લોક-રમાં ગ્રંથકારશ્રીએ ધર્મસંગ્રહ રચવાની પ્રતિજ્ઞા કરેલી. તેથી હવે ધર્મનું લક્ષણ પ્રસ્તુત ગાથામાં બતાવે છે. અને તે ધર્મનું લક્ષણ કરતાં કહે છે કે “અવિરુદ્ધ એવા વચનથી જે અનુષ્ઠાન તે ધર્મ કહેવાય છે.” તેથી ધર્મના લક્ષણમાં રહેલા “વચન' શબ્દનો અર્થ કરતાં કહે છે કે “જે કહેવાય તે વચન' તે પ્રકારની વ્યુત્પત્તિ છે. અને તે વ્યુત્પત્તિ અનુસાર સર્વજ્ઞના વચનરૂપ આગમ એ “વચન' પદથી ગ્રહણ થાય છે. અને તે સર્વજ્ઞનું વચન કષ-છેદ-તાપ શુદ્ધ હોવાને કારણે અવિરુદ્ધ વચન છે અને તે વચનને અનુસાર જે ક્રિયા કરવામાં આવે તે ધર્મ છે. અહીં કહ્યું કે કષ-છેદ-તાપથી શુદ્ધ વચન અવિરુદ્ધ વચન છે. તેથી જિજ્ઞાસા થાય કે કષશુદ્ધિ આદિ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – (૧) કષશુદ્ધિઃ
જે શાસ્ત્રમાં બહુલતાએ મોક્ષને અનુકૂળ એવી ઉચિત ક્રિયાઓનું વિધાન હોય અને મોક્ષને પ્રતિકૂળ એવી ક્રિયાઓનો નિષેધ હોય તે શાસ્ત્ર કષશુદ્ધ' કહેવાય. જેમ ભગવાનના શાસનમાં મોક્ષને અનુકૂળ એવી ધ્યાન-અધ્યયનની પ્રવૃત્તિઓનું બહુલતાએ વિધાન છે અને મોક્ષને પ્રતિકૂળ એવી સૂક્ષ્મ પણ હિંસાદિનો નિષેધ છે, માટે ભગવાનનું વચન કષશુદ્ધ છે. (૨) દશુદ્ધિ -
શાસ્ત્રમાં સ્થાને સ્થાને જે વિધિ અને પ્રતિષેધ કહ્યાં છે તેને પુષ્ટ કરે તેવી ઉચિત ક્રિયા બતાવી છે તે છેદશુદ્ધિ' છે. જેમ ધ્યાન-અધ્યયનની વિધિ બતાવ્યા પછી સાધુને ધ્યાન-અધ્યયનમાં ઠંડી આદિને કારણે વિન્ન થતું હોય અને તેના કારણે ધ્યાન-અધ્યયન દ્વારા આત્માને ભાવિત કરવાની ક્રિયા સ્કૂલના પામતી હોય તો ભગવાને સાધુને વસ્ત્ર ધારણ કરવાની અનુજ્ઞા આપી. તેથી ધ્યાન-અધ્યયનની વિધિને અનુકૂળ ક્રિયા ભગવાને બતાવી છે. વળી હિંસાના પ્રતિષેધ માટે સંયમવૃદ્ધિનું પ્રયોજન ન હોય તો સાધુને વસ્ત્ર ધારણ કરવાનો ભગવાને નિષેધ કર્યો છે; કેમ કે શાતાના અર્થે શીતાદિનો પરિહાર કરી સાધુ વસ્ત્ર ધારણ કરે તો શાતા પ્રત્યે મમત્વનો ભાવ થાય અને શાતા પ્રત્યે મમત્વનો ભાવ થાય તો ભાવહિંસા થાય. તેથી સાધુને સૂક્ષ્મ પણ હિંસાના પરિવાર અર્થે, સંયમની વૃદ્ધિનું કારણ ન હોય તેવા વસ્ત્રધારણનો નિષેધ કર્યો છે. આ રીતે શાસ્ત્રમાં સ્થાને સ્થાને તે તે ક્રિયાઓ બતાવી છે તે સર્વ સાધુના સંયમની વૃદ્ધિનું કારણ બને તે પ્રકારે પૂર્ણ વિવેકવાળી છે. તેથી ભગવાનનું વચન છેદશુદ્ધિવાળું છે. (૩) તાપશુદ્ધિ -
શાસ્ત્રમાં જે વિધિ, પ્રતિષેધ, વિધિ-પ્રતિષધના વિષયોને અને જીવાદિપદાર્થોને સ્યાદ્વાદના સિદ્ધાંતની પરીક્ષાથી યથાર્થપણા વડે જે શાસ્ત્રમાં સમર્થન છે તે શાસ્ત્ર તાપશુદ્ધ છે.
ભગવાને આત્માદિ પદાર્થોને દ્રવ્ય રૂપે નિત્ય અને પર્યાયરૂપે અનિત્ય કહ્યા છે. તેથી સંસારની પ્રવૃત્તિને અનુરૂપ અને મોક્ષની પ્રવૃત્તિને અનુરૂપ સર્વ વિધિ-પ્રતિષેધ આદિ ક્રિયા સંગત થાય છે. ભગવાને જો