________________
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૮
૧૧૯ “અત્ર=અહીં–ઉપદેશપદ ગાથા નં. ૪૩રના પૂર્વાર્ધમાં કહ્યું કે ગ્રંથિભેદ હોતે છતે વચનઔષધનો પ્રયોગ ભાવઆરોગ્યનો સાધક થાય છે એમાં. હેતુ કહે છે – “ય =જે કારણથી, આ=ગ્રંથિભેદ કરાયે છતે કંઈક હીન પુદગલ પરાવર્તન અર્ધથી ઊર્ધ્વ તીર્થંકરાદિની આશાતના બહુલ પણ જીવોનો સંસાર નથી.”
તિ' શબ્દ ઉપદેશપદના ઉદ્ધરણની સમાપ્તિ માટે છે. વિંશિકામાં પણ કહેવાયું છે –
અચરમ પરાવર્તામાં કાલ ભવનો બાલકાલ કહેવાયો છે. અને ચરમ=ચરમ પરાવર્તનો કાળ, ઘર્મનો યૌવનકાળ તે પ્રકારના ચિત્તભેદવાળો છે. “તિ' પાદપૂર્તિ માટે છે.” (ચરમાવર્તવિંશિકા - ગા. ૧૯).
“તા'=તે કારણથી, અહીં=સંસારમાં, ભવબાલકાલ જ બીજપૂર્વકાલ જાણવો બીજાધાન પૂર્વનો કાલ જાણવો. વળી ઈતર બીજપ્રાપ્તિનો કાળ ધર્મયૌવન કાળ, વિધિ, લિંગ ગમ્ય છે. “તિ' પાદપૂર્તિ માટે છે.” (બીજાદિવિંશિકા - ગાં. ૧૬) * શ્લોક-૧૮ના પ્રથમપાદમાં કહ્યું કે પૂર્વમાં કહેલ ગુણસંપત્તિથી પ્રસિદ્ધ એવો આદિધાર્મિક ધર્મદેશનાયોગ્ય છે તે કથનનું અનેક ઉદ્ધરણો દ્વારા અત્યાર સુધી સ્પષ્ટીકરણ કર્યું. હવે શ્લોકના બીજા પાદમાં કહ્યું કે મધ્યસ્થપણું હોવાથી તે દેશનાયોગ્ય છે તેનું ઉત્થાન કરતાં કહે છે –
“નનુ' ગલમસ્ય, ભવવિમોચક, વિસાનભોજીનો જે પ્રકારનો આ=શુભભાવ, છે, વમ્'=એ પ્રમાણે સો' આ=મિથ્યાદષ્ટિનો સટ્સનુષ્ઠાનકાળનો ભાવ, મોહથી શુભ પણ તેના ફલથી અશુભ જ છે. “ત્તિ' પાદપૂર્તિ માટે છે.” (ઉપદેશપદ – ગા-૧૮૮).
રૂતિ =એ પ્રમાણે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વચનાનુસારે વિપર્યાસયુક્તપણું હોવાથી મિથ્યાષ્ટિનો શુભ પરિણામ પણ ફલથી અશુભ જ છે, એથી આદિધાર્મિકનું કેવી રીતે દેશનાયોગ્યત્વ છે ? અર્થાત્ દેશવાયોગ્યત્વ સ્વીકારી શકાય નહિ. એ પ્રકારની આશંકામાં કહે છે –
મધ્યસ્થપણું હોવાથી=રાગ-દ્વેષરહિતપણું હોવાથી પૂર્વમાં કહેલ ગુણના યોગથી જ માધ્યથ્યની ઉપસંપત્તિ હોવાથી, દેશનાયોગ્યપણું છે, એમ શ્લોક સાથે સંબંધ છે. અને મધ્યસ્થનું જ આગમમાં ધર્મયોગ્યત્વનું પ્રતિપાદન હોવાથી મિથ્યાદષ્ટિ એવો પણ આદિધાર્મિક દેશવાયોગ્ય છે, એમ અવય છે, જે કારણથી આગમમાં મધ્યસ્થનું જ ધર્મયોગ્યત્વનું પ્રતિપાદન છે એમ પૂર્વ સાથે સંબંધ છે.
રાગવાળો, દ્વેષવાળો, મૂઢ અને પૂર્વમાં વ્યસ્ત્રાહીએ ચાર આ ધર્મને માટે અયોગ્ય છે અને ધર્મને માટે યોગ્ય મધ્યસ્થ છે.” ‘ત્તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિ માટે છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રી હરિભદ્રસૂરિ મહારાજના વચન પ્રમાણે મિથ્યાદૃષ્ટિ જીવો દેશનાયોગ્ય નથી એમ કહ્યું અને મિથ્યાદૃષ્ટિ એવા આદિધાર્મિકમાં મધ્યસ્થપણું હોવાથી તે દેશનાયોગ્ય છે તેમ કહ્યું. તે વચનનો પરસ્પર વિરોધ છે. તેના પરિવાર અર્થે કહે છે –
વળી, શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબનું વચન શ્રી હરિભદ્રસૂરિ મહારાજ સાહેબના ઉપદેશપદ