________________
૧૧૦
ધર્મસંગ્રહ ભાગ-૧ | પ્રથમ અધિકાર | શ્લોક-૧૭ લખાવવાં જોઈએ. જેથી સતુશાસ્ત્રો સુરક્ષિત રહે અને યોગ્ય જીવોને તેની પ્રાપ્તિ થાય.
આ રીતે ઉચિત કૃત્ય બતાવ્યા પછી ચિત્તને નિર્મળ કરવા અર્થે શું કરવું જોઈએ ? તે બતાવે છે – મંગલજાપ કરવો જોઈએ. અર્થાત્ આત્માનું મંગલ કરે એવા પંચપરમેષ્ઠિ આદિનો જાપ કરવો જોઈએ. જેથી ચિત્ત ઉત્તમ પુરુષોના ગુણોથી ભાવિત રહે. અરિહંતાદિ ચારનું શરણ સ્વીકારવું જોઈએ; કેમ કે કર્મને પરતંત્ર પોતાનો આત્મા અશરણ છે તેથી ગમે તે ગતિમાં જઈને વિડંબના પ્રાપ્ત કરે તેમ છે. આવા અશરણજીવોને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ આ ચારનું શરણ સ્વીકારવું જોઈએ અને તેમના શરણથી પોતાનો આત્મા આ સંસારમાં સુરક્ષિત રહે છે. તેથી જ્યારે અવકાશ મળે ત્યારે આદિધાર્મિક જીવોએ ચારનું શરણ સ્વીકારવા માટે અંતરંગ ઉદ્યમ કરવો જોઈએ. વળી જે જે દુષ્કતો છે તેની ગર્તા કરવી જોઈએ. જેથી દુકૃતો પ્રત્યે વિમુખભાવ અતિશય – અતિશયતર થાય. કુશલકૃત્યનું અનુમોદન કરવું જોઈએ. અર્થાત્ જગતમાં જે કોઈ જીવો જે કાંઈ કુશલપ્રવૃત્તિ કરે છે તે સર્વ કુશલપ્રવૃત્તિ પ્રત્યે પક્ષપાત વધે તેમ અનુમોદન કરવું જોઈએ.
વળી, મંત્રદેવતાની પૂજા કરવી જોઈએ અર્થાત્ પંચપરમેષ્ઠિ આદિ જે મંત્રો છે તેના અધિષ્ઠાયક એવા દેવોની પૂજા કરવી જોઈએ, જેથી તે મંત્રો પ્રત્યેનો પક્ષપાત અતિશયિત થાય. સચેષ્ટા સાંભળવી જોઈએ=ઉત્તમ પુરુષના ઉત્તમ આચારોનું વર્ણન જે કંઈ શાસ્ત્રમાં આવતું હોય તે સર્વ સાંભળવું જોઈએ. ઔદાર્યનું ભાવન કરવું જોઈએ પોતાની પ્રકૃતિ ઉદાર બને તે પ્રકારે સદા ઉદ્યમ કરવો જોઈએ. ઉત્તમ દૃષ્ટાંતથી વર્તવું જોઈએ=પૂર્વના ઉત્તમ પુરુષોએ કઈ રીતે આત્મહિતની પ્રવૃત્તિઓ કરી છે ? તેનાં દૃષ્ટાંતોનું અવલંબન લઈને સ્વશક્તિ અનુસાર ઉચિત પ્રવૃત્તિમાં ઉદ્યમ કરવો જોઈએ.
આવા પ્રકારના જીવોની=પૂર્વમાં વર્ણન કર્યું એવી ઉચિત પ્રવૃત્તિ કરનારા જીવોની, જે આલોકમાં પ્રવૃત્તિ છે તે સર્વ જ સુંદર છે. જે કારણથી આ અપુનબંધકાદિ જીવો નિયમથી માર્ગાનુસારી છે. તેથી એ ફૂલિત થાય કે અપુનબંધકાદિ જીવો પૂર્વમાં વર્ણન કરાયેલી પ્રવૃત્તિ કરતા હોય ત્યારે નિયમથી તેઓ મોંક્ષમાર્ગને અનુરૂપ એવા ઉચિત દ્રવ્યમાર્ગને સેવનારા હોય છે અને જેઓ અપુનબંધકાદિ નથી તેવા જીવોને આવા પ્રકારની ગુણસંપત્તિનો અભાવ છે. અર્થાત્ પૂર્વમાં વર્ણન કર્યું તેવી ગુણસંપત્તિનો અભાવ છે. આથી પ્રારંભથી જ માંડીને અપુનર્ધધક આદિ જીવોની પ્રવૃત્તિ નૈગમનયાનુસાર ચિત્ર પ્રકારની પ્રસ્થક પ્રવૃત્તિ જેવી સતુપ્રવૃત્તિ છે.
આશય એ છે કે અપુનબંધકાદિ જીવો ઉપદેશને સાંભળીને પૂર્વમાં વર્ણન કર્યું તેવી જે કોઈ પ્રવૃત્તિ કરે છે તે સર્વ પ્રવૃત્તિ સતુપ્રવૃત્તિ જ છે.
અહીં પ્રશ્ન થાય કે અપુનબંધકાદિ જીવો રત્નત્રયીના માર્ગમાં પ્રવૃત્ત નથી તેથી તેઓની પ્રવૃત્તિને સતુપ્રવૃત્તિ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે – નગમનયના મતાનુસાર પ્રસ્થકપ્રવૃત્તિ જેવી ચિત્ર પ્રકારની પણ તેઓની સત્મવૃત્તિ છે. આશય એ છે કે કોઈ સુથાર પ્રકિ નામના ધાન્યનું માપ વિશેષ નિર્માણ કરવાથું લાકડું લેવા જંગલમાં