________________
૭૦
ધર્મસંગ્રહ ભાગ-૧ / પ્રથમ અધિકાર | શ્લોક-૫ થી ૧૪ દીન કોણ છે ? તે સ્પષ્ટ કરે છે –
જે મનુષ્ય ધર્મ, અર્થ અને કામની આરાધના કરીને આલોકનું અને પરલોકનું હિત સાધી શકે તેવી શક્તિવાળા નથી તેથી બીજાની પાસેથી માંગીને પોતાની આજીવિકા કરે છે તે દીન છે. તેઓમાં=અતિથિ એવા, સાધુમાં અને દીનમાં પ્રતિપન્નતા તે ગૃહસ્થનો ધર્મ છે. પ્રતિપન્નતા એટલે અન્ન-પાનાદિના દાન દ્વારા તેઓનો સત્કાર કરવો. કઈ રીતે અન્નપાનાદિ દ્વારા આ ત્રણનો સત્કાર કરવો ? તે બતાવતાં કહે છે –
ઔચિત્યના અનતિક્રમથી આ ત્રણનો સત્કાર કરવો. તે ઔચિત્યના અનતિક્રમને સ્પષ્ટ કરે છે –
અતિથિ સૌથી ઉત્તમ છે. સાધુ મધ્યમ છે અને દીન જઘન્ય છે અને તેને અનુરૂપ ત્રણેયમાં જે પ્રતિપત્તિ છે=અન્નદાનાદિની પ્રવૃત્તિ છે તેનું ઉલ્લંઘન કર્યા વગર તેઓને અન્નદાનાદિ સાથે તે ઔચિત્યથી પ્રતિપત્તિ છે. તેથી એ ફલિત થાય કે અતિથિ ઉત્તમ પાત્ર છે. માટે તેઓના પ્રત્યે અત્યંત આદરપૂર્વક અન્નદાનાદિ આપે. સાધુ મધ્યમપાત્ર છે. અહીં સાધુ શબ્દથી દિક્ષિત ગ્રહણ કરવાના નથી, પરંતુ જે શિષ્ટના આચારો પાળતા હોય તેવા સજ્જન સગૃહસ્થ ગ્રહણ કરવાના છે. તેવા સજ્જનો મધ્યમપાત્ર છે. તેથી તે મધ્યમપાત્રને અનુરૂપ તેઓ પ્રત્યે બહુમાનપૂર્વક અન્ન-દાનાદિથી સત્કાર કરવો જોઈએ. દીન જઘન્ય પાત્ર છે તેથી તેઓને દયાભાવથી અન્ન-દાનાદિ આપવા જોઈએ. આ પ્રકારના ઔચિત્યના અનુલ્લંઘનથી અન્નદાનાદિ આપવાથી વિવેકપૂર્વકની પ્રવૃત્તિ થાય છે.
અહીં અતિથિ શબ્દથી ભાવસાધુનું ગ્રહણ છે. સાધુ શબ્દથી શિષ્ટના આચારોને પાળનારા સગૃહસ્થનું ગ્રહણ છે અને દીન શબ્દથી માંગનારાનું ગ્રહણ છે.
ઔચિત્યનું મહત્ત્વ બતાવતાં ઉદ્ધરણ આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે – એક બાજુ ઔચિત્ય એક ગુણ અને બીજી બાજુ કરોડો ગુણ; ઔચિત્ય વગરના ગુણો વિષ તુલ્ય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓ ઔચિત્યપૂર્વક વ્યવહાર કરનારા નથી, તેઓ તપ-ત્યાગ કરતા હોય, દાન આપતા હોય કે અન્ય સુકૃત કરતા હોય તોપણ ગુણવાન અને અગુણવાન વચ્ચેના ઔચિત્યનો ભેદ જેઓ કરતા નથી અને બધાને સરખા માને છે. અથવા નિર્ગુણને અધિક સ્થાન આપે છે અને ગુણવાનને હીન સ્થાન આપે છે તેઓનો સર્વ ધર્મ ઔચિત્ય રહિત હોવાથી અસાર છે. માટે ગુણવાન, મધ્યમ કે નિર્ગુણના ભેદપૂર્વક તેને અનુરૂપ ઔચિત્યપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. ૨૮ નિશા
ટીકા -
तथा त्रिवर्गो धर्मार्थकामास्तत्र यतोऽभ्युदयनिःश्रेयसंसिद्धिः स धर्मः, यतः सर्वप्रयोजनसिद्धिः सोऽर्थः, यत आभिमानिकरसानुविद्धा सर्वेन्द्रियप्रीतिः स कामः, ततोऽन्योऽन्यस्य परस्परस्याऽनुपघातेनापीडनेन त्रिवर्गस्यापि उक्तस्वरूपस्य नत्वेकैकस्येत्यपिशब्दार्थः, साधनं सेवनम् । त्रिवर्गसाधन