Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ 504 ધન્યકુમાર ચરિત્ર, દેવ સાર્થવાહની લક્ષ્મી છું " પહેલીએ પૂછયું કે-“તને કુશળ ક્ષેમ છે?” બીજીએ કહ્યું કે –“બહેન ! નવા નવા ભેગવિલાસનાં કાર્યોમાં આસક્ત એ ભગદેવ મને ઈચ્છાનુસાર વાપરે છે, અને હું સ્વામીની આજ્ઞાનુસાર વર્તનાર, તે કહે તે કામ કરનારી છું, તેથી મને કુશળક્ષેમ અને સુખ ક્યાંથી હોય ? પ્રત્યેક ક્ષણે દાસી. ની માફક તેનું ઇચ્છિત પૂર્ણ કરવામાં મારી રાત્રિ અને દિવસ ચાલ્યા જાય છે, અને ઘડી એકને પણ વિસામે મળતું નથી, પણ બહેન ! તું કોણ છે?”પ્રથમાએ કહ્યું કે હું સંચયશીલ સાથે વાહની ગૃહલક્ષ્મી છું.” ભગદેવની લક્ષ્મીદેવીએ પૂછયું કે - તને તે રહેવાને આનંદ છે કે?” તેણે કહ્યું –બહેન ! નરકના અંધારાકુવાની માફક મહા અંધકારના ખાડામાં મને ગોપવી રાખી છે, બંદીની જેમ સૂર્ય ચંદ્રના કીરણના પણ મને દર્શન થતા નથી. મહા અંધકારવાળા કારાગૃહમાં પૂરેલી મને સુખ કેવી રીતે હોય? હમેશાં બંદીખાનાનાં દુઃખથી દુઃખિત થયેલ હું તે દુઃખેથી ત્યાં વસું છું. વળી તું પણ દુખિની છે, પણ મારા કરતાં તું સુખી છે; કારણકે તારા વામીએ ઉત્સાહથી કરેલા દાન, ભગ, વિલાસ વિગેરેમાં દ્રવ્યને વ્યય થતો જોઈને લેકે બોલે છે કે-ધન્ય છે આ શ્રેષ્ઠીને, ધન્ય છે તેની લક્ષ્મીને, કે જેના વડે અનેક જીને દુઃખમાંથી ઉદ્ધાર થાય છે, વળી હમેશાં નેત્રને આનંદ થાય તેવા ઉન્સ પણ તે કરે છે. આની લક્ષ્મીએ ઉત્તમ સ્થાન ગ્રહણ કર્યું છે.” આ પ્રમાણે સર્વે લેકે તારા વખાણ કરે છે. મારા સ્વામીની ત્યાગ ભેગરહિત પ્રવૃત્તિ દેખીને લેકે બોલે છે કે-“ધિકાર છે આ શ્રેણીને! ધિક્કાર છે તેની લક્ષ્મીને ! આ લક્ષ્મીજ મલીન છે, તે કેઈના ઉપગમાં આવતી નથી. આની લક્ષ્મી દુષ્ટ અને નિષ્ફળ છે, તે મળી તે કરતાં ન મળી હેત તેજ ઉત્તમ હતું. કારણકે તેનું