Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યમાર ચરિત્ર. પત્રિકા લખીને દેખાડી. મારા પિતા પણ તે જોઈને બહુ રાજી થયા, પરંતુ તેના ભાગ્યોદયને નાશ થયેલે દેખીને તે ખિન્ન થયા; તે જોઈને તે જોતિષી બેલ્યો કે–આ ધર્મદત્ત સેળ કેટી સુવ ને સ્વામી થશે, તેમાં જરા પણ સંદેહ નથી.' તે સાંભળીને શ્રેષ્ઠીએ કહ્યું કે-“તેની સાથે આ મારી પુત્રીને પરણાવવા ધારૂં છું. કહ્યું છે કે - कुलं च शीलं च सनाथता च, विद्या च वित्तं च वपुर्वयश्च / वरे गुणाः सप्त विलोकनीया-स्ततः परं भाग्यवशा हि कन्या / / “કુળ, શીળ, સનાથતા, વિદ્યા, વિત્ત, શરીર અને વય એ સાત ગુણ વરમાં જેવા પછી તે કન્યાનું જેવું નશીબ વળી કહ્યું છે કે-“મૂર્ખ, નિર્ધન, દૂર રહેલ, શૂર, મોક્ષને અભિલાષી અને કન્યાથી ત્રણ ગણી વધારે ઉમરવાળાને કન્યા આપવી નહિ.” પછી તે જોતિષીએ લગ્ન જોયું અને નિર્ણય કરીને કહ્યું કે“આ વર્ષમાં શુદ્ધ અને અઢારે દોષોથી રહિત એ એકજ લગ્નને સમય છે, તે માહ શુદિ પંચમીને દિવસે બે પહોર ઝરે દિવસ ચઢે તે વખતે છે.” શ્રેઠીએ કહ્યું કે–“તે લગ્નને તે બહુ થોડા દિવસ આડા છે. તેને આમંત્રણ કરીએ,તે સ્વીકારે ને અહીં આવે તેટલે પણ સમય નથી; પરંતુ આવું સારું લગ્ન જવા દેવું નહિ, તેથી તને લઈને હું જ ત્યાં જાઉં.” આમ કહીને તે જતિષીને પ્રીતિપૂ ણું દાન આપીને વિસર્જન કર્યો; પછી વહાણ તૈયાર કરતાની સ્ત્રી તથા પુત્રીને સાથે લઈને તે વહાણમાં બેઠે. પ્રવહણ પણ પવનથી પ્રેરાયેલું શીધ્ર ગતિથી ચાલવા લાગ્યું. અનુક્રમે અધે રસ્તે ગયા, તેવામાં દૈવયેગથી પ્રતિકૂળ પવનને લઈ ને વહાણ ખડકસાથે અથડાવાથી ભાંગી ગયું આયુષ્યના સંબંધથી મને પાયુિં હાથમાં આવી ગયું, તેના આધારથી તરીને સાતમે