Book Title: Dhanyakumar Charitra Bhashantar
Author(s): Gyansagar Gani, Ratilal Girdharlal Kapadia
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________ ધન્યકુમાર ચરિત્ર. વવાળા હોય છે, સકળ જેનું હિત કરનારા તેઓ તે જગત સર્વને વંદન કરવા ગ્ય હેય છે.” ત્યારે માતાએ કહ્યું કે વત્સતારું શરીર અતિશય સુઠેમળ છે, આ શરીરથી સંયમને નિર્વાહ ન થાય, ચારિત્ર તે વા જેવું કઠીન છે, તારું શરીર કમળપુષ્પ જેવું કેમળ છે, જેઓ અતિ દઢ શરીરવાળા હોય છે, તેઓને પણ જિનેશ્વરની દીક્ષા પાળવી દુષ્કર છે, તે પછી તારાથી તે તેને નિર્વાહ કેમ થાય” શાલિભદ્ર કહ્યું કે-“મારી કરતાં પણ અતિ સુકોમળ રાજાઓ પણ એકછત્ર તુલ્ય રાજ્યને છોડી દઈને દુષ્કર ચારિત્ર લઈ શ્રીવીર ભગવંતનાં ચરણકમળની ઉપાસના કરે છે.” માતાએ કહ્યું કે- વત્સ ! જયારે રાજા આપણે ઘેર આવ્યા, ત્યારે જ તે વખતે તારા શરીરની દ્રઢતા જણાઈ હતી. તેણે બહુમાનપૂર્વક તને ઉત્કંગમાં બેસાડ્યો, નેહવડે તારે પૃષ્ટ ઉપર હસ્ત સ્પર્શ કર્યો ત્યારે તારા શરીરમાંથી ગિરિમાંથી નિરણની જેમ પરસેવાની ધારા થઈ હતી, પછી મેં વિજ્ઞપ્તિ કરીને તને મૂકાવ્યું હતું. આ તું સુકમળ છે, તે તું જિનેશ્વરની દીક્ષા લેવાને ઉત્સુક થયો છે, તે તુકાને હાસ્યાસ્પદ થઈશ નહિ? મંકેડે ગોળનો ઘડે ઉપાડવા તે કેમ બને?” તે સાંભળીને શાળિભદ્રે કહ્યું કે- “માતા ! શ્રીન્દ્રિયાદિ જીવે અતિ કોમળ હોય છે, તે પણ ઉઘમથી ધારેલ કાણને પિલું કરે છે, ને તેને રસ ખાય છે, તેથી કાર્યની સાધના–અસાધનામાં કઠિનતા અને કમળતા એકાંત રીતે નિશ્ચિતપણું દેખાડતી નથી, પરંતુ તીવ્ર શ્રદ્ધાપૂર્વક કરેલા ઉદ્યમવડેજ સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. વળી મહાન રાજાઓ કે જેઓ પરમ સુખના આસ્વાદમાં નિમગ્ન હય, સુખના સ્વાદમાંજ તત્પર હોય, છત્ર