Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સરખાવતાં કહે છે;
વિષમ ગ્રીષમકાલ દવાનલિઈં, વિપુલ કોમલ તરુવર પરજલઈ, સજલ વારિદ વૃષ્ટિ તિહાં કરઈ, દવ સમઈ ધર શીતલ પણ ઠરઈ. ૪ તિમ કષાય સુસંયમવન દહઈ, શ્રુત સુસીતલ વાણી નદી વહઈ, પ્રભુ તણા મુખકંદર નીકલી, લહિય નિવૃતિ પૂ મન રલી.’૫
(૨૧, ૪-૫)
ભયાનક ગ્રીષ્મઋતુરૂપ દાવાનળ વિપુલ-કોમળ વૃક્ષોને બાળે છે, ત્યારે વર્ષાની વૃષ્ટિ ઠંડક ફેલાવે છે, તેમ સંયમરૂપી વનને કષાયરૂપી દાવાનળ બાળે છે, ત્યારે પરમાત્માના મુખરૂપી કંદરામાંથી નીકળેલી શ્રુતરૂપી નદી સૌ કષાયોના તાપને શમાવે છે, અને નિવૃત્તિપુરી-મોક્ષ તરફ લઈ જાય છે.
આવું જ એક બીજું રમ્ય દૃષ્ટાંત અલંકારનું ઉદાહરણ પોતાની અપૂર્ણ કવિત્વશક્તિ અને ભક્તિભાવે છલકતા હૃદયને વર્ણવતાં આપે છે.
ભરહભાવ સુછંદ પ્રકાશતી, તરુણ નાટક રંગ ઉલ્હાસતી,
રમઈ તાલિ સôી આહિરડી, કાંઈ ન નાચઈ મનરિસ બાપડી ? ૭ સરસ દૂધ સુતંદુલસ્યઉં મિલી, કલકલઈ જિમ ખીર રસાઉલી, સઘણ કુક્કસ મિશ્રિત રાબડી, તડબડઈ ન હું કાંઈ પચિનઈં ડિ ?” ૮
(૧૩, ૭-૮)
ભરતનાટ્યમ્ જાણનારી સુંદર યુવતીઓ નૃત્યશાસ્ત્ર અનુસાર સુંદર નૃત્ય કરે છે, તો સામાન્ય આહિ૨કન્યા પોતાને આવડે તેવું નૃત્ય કેમ ન કરે ? તેમ જ સરસ તાંદુલથી મિશ્રિત દૂધની ખીર પાકતાં કલકલ અવાજ કરે છે, તો ફોતરાં વડે મિશ્રિત રાબડી પણ કેમ અવાજ ન કરે ? આમ, કવિ કે અન્ય સામાન્ય જન પણ અસમર્થ હોવા છતાં ભક્તિભાવથી પ્રેરાઈ સ્તુતિ કરવા તત્પર થયા છે.
કવિ આ જગતના સ્થૂળ પદાર્થો સાથે પરમાત્માની મહાનતાની સરખામણી કરતા થાકી જાય છે, ત્યારે અનન્વય અલંકારનો સહારો લઈ ૫રમાત્માની મહાનતા વર્ણવે છે,
Jain Education International
ઘણઉં શીતલ સયલ, જર્ગિ ચંદ્ર બોલ્યઉ, વલી બાવનઉ ચંદન તેષ્ઠિ બોલ્યઉ; ગિણવું તેહથી શીતલ પ્રભુ તુમ્હારી, સુધાવૃષ્ટિ સમ દૃષ્ટિ શીતલ વિચારી.
(૧૦, ૨)
આ જગતમાં ચંદ્ર શીતળ ગણાય છે, અને બાવનાચંદન પણ ચંદ્ર સમાન જ શીતળ ગણાય છે. પરંતુ હે શીતલનાથ પ્રભુ ! તેનાથી પણ તમારી દૃષ્ટિ અધિક શીતલ છે, કે જે અમૃતની વૃષ્ટિ સમાન જ છે. કવિ પ્રતિવસ્તુપમા અલંકારનો આશ્રય લઈને પરમાત્માના દેહ-વર્ણનના અનન્વયનો વિસ્તાર કરે છે; “સુરતરુ સરિખા કિમ લહઉં, થલચારિ કીર ? કિમ વિદ્રુમ ઉપમ લહઈ, પ્રભુ તુમ્હે શરીર ”
For Personal & Private Use Only
(૬, ૧૫)
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) * ૭૧
www.jainelibrary.org