Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
શ્રી હંસરત્નજી કૃત સ્તવનચોવીશી
નવનવોન્મેષશાલિની સાદ્યંત કાવ્યાત્મકતાની અનુભૂતિ કરાવતી રચના
પ્રસિદ્ધ ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજીના સંસારી સહોદર અને દીક્ષામાં કાકાગુરુ શ્રી હંસરત્નજીએ વિ.સં. ૧૭૫૫ (ઈ.સ. ૧૬૯૯)માં આ ચોવીશીની રચના કરી છે. તેઓ પોરવાડજ્ઞાતિના વર્ધમાન શેઠ અને માનબાઈના પુત્ર હતા. તેમનું સંસારી નામ હેમરાજ હતું અને તપાગચ્છની રત્નશાખામાં વિજ્ય રાજરત્નસૂરિની પરંપરામાં જ્ઞાનરત્નજી પાસે દીક્ષા લીધી હતી. તેમણે ‘શિક્ષા શતક દોધક' નામની ગુજરાતી કૃતિ અને ‘અધ્યાત્મ કલ્પદ્રુમ’ પર બાલાવબોધ આદિ સંસ્કૃત કૃતિઓ રચી છે. તેમણે ઉદયરત્નજીએ પ્રવચનમાતાના મોભી' તરીકે ઓળખાવ્યા છે. જે તેમની વિદ્વતાને ઓળખાવે છે. સં. ૧૭૯૮માં ભરૂચ પાસે મીયાંગામમાં કાળધર્મ થયો હતો.
કવિએ પોતાના હૃદયભાવની અભિવ્યક્તિ કરવા ચોવીશી'ના પ્રકારનો વિનિયોગ કર્યો છે. સમગ્ર ચોવીશીમાં સર્જક કવિ-પ્રતિભાનો રમ્ય ઉન્મેષ અનુભવાયા વિના રહેતો નથી. કવિની પ્રતિભા મુખ્યત્વે વિવિધ અલંકારોની મનો૨મ ગૂંથણીમાં પ્રગટે છે.
કવિએ ૧૯મા સ્તવનમાં ૫૨માત્મા માટે અભિનવ આંબાનું મનોહર રૂપક ગૂંચ્યું છે. કવિનું આ કાવ્ય નરસિંહ મહેતાનું ‘ગોકુલ આંબો મ્હોર્યો'ની યાદ અપાવે એવું મનોહર બન્યું છે. કાવ્યના પ્રારંભે;
જિન અભિનવ આંબો મોરિયો, જેહની શીતલ ત્રિભુવન છાંહિ. હાંજી અમલ ધવલ જસ જેહનો, પરિમલ મહેકે જગમાંહિ. એ તો અભિનવ આંબો મ્હોર્યો.
(૧૯, ૧)
આ આંબો ત્રિભુવનમાં શીતળતાવાળી છાયા ફેલાવે છે અને જેનો ઉજ્જ્વળ યશ અને મનોહર સુગંધ સમગ્ર જગતમાં મહેકે છે.
વળી, આ આંબામાં સહજ વસંતઋતુ સદૈવ વસે છે, જેના દૃઢ ધીરજરૂપી મૂળ છે. જેમાં ગુણરૂપી ગંભીર પલ્લવો ખીલ્યા છે. જે આંબાની સુગંધથી પ્રેરાયેલા દેવતાઓ અને મનુષ્યો ભમરાની જેમ ચારે બાજુ ૫.ભક્તિરસઝરણાં ભાગ-૧ પૃ. ૪૪૭થી ૪૭૪.
Jain Education International
For Personal & Private Use Only
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૨) ૧૪૩
www.jainelibrary.org