Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પૂરવ ભવ પારેવો રાખ્યો, તિમ મુઝ ચરણે રાખો. દીનદયાલ કૃપા કરી સ્વામી, મુઝને દરસણ દાખોજી.
(૧૬, ૩) તો અન્ય કાવ્યમાં નેમિનાથ પરમાત્માની કરુણાથી મુક્તિ પામેલાં પક્ષીઓના આશીર્વચન આલેખતાં કવિ મનોહર ઉલ્લાસસભર પદાવલી પ્રયોજે છે;
યાદવરાય જીવો કોડ વરિસ, ગગનમંડલ પ્રમુદિત ઉડિત દે પંખી આશીશ, હમ ઉપરી કરુણા તે કીની, જગજીવન જગદીશ.
(૨૨, ૧-૨) પરમાત્મા કેવા શરણાગતવત્સલ, દયાળુ અને દાનેશ્વરી છે, તે વાત કવિ પરમાત્મા મહાવીરના જીવનસંદર્ભને કેન્દ્રમાં રાખીને આલેખે છે.
આ પદમાં કવિ પદસ્વરૂપની નાટ્યાત્મક શક્યતાઓ તાગે છે. પરમાત્મા મહાવીર પાસે દીક્ષા બાદ યાચના કરવા આવેલા બ્રાહ્મણની વિનંતી રજૂ કરતા કહે છે;
‘એ મહાવીર કછુ દો મોહે દાન, હું દ્વિજ મીન તું દાતા પ્રધાન. બુટિ કનકકી ધાર અષ્ટ કોટિ લખ કડિ માન; એ મેં કછુ મેં ન પાયો, પ્રાપતિ પુન્યનિધાન.”
(૨૪, ૧-૨) હે મહાવીર ! મને કાંઈક દાન દો. હું બ્રાહ્મણ - દાન યાચવાનો જાતિસ્વભાવ ધરાવનાર છું, અને તું દાનેશ્વરીઓમાં પ્રધાન છે. તમે દીક્ષા પૂર્વે આઠ ક્રોડ લાખ સોનામહોરનું દાન દીધું, પરંતુ તે સમયે હું કાંઈ પામી ન શક્યો. (આ બ્રાહ્મણ ધનાર્જન માટે વિદેશ ગયેલો હોવાથી કશું પામ્યો નહોતો.) ખરેખર, જેની પાસે પુણ્યનું બળ હોય તે જ માણસ દાન પ્રાપ્ત કરી શકે છે.
બ્રાહ્મણની યાચના સાંભળી સર્વવસ્તુનો ત્યાગ કરેલા, કેવળ એક દેવદૂષ્ય (વસ્ત્રો ધારણ કરનારા પ્રભુએ અર્ધવસ્ત્રનું દાન દઈ દીધું. આમ પરમાત્માએ અપૂર્વ દાનવીરતા દર્શાવી. એથી જ સમયસુંદરજી કહે છે; ગુણ સમયસુંદર ગાયો, કો નહીં પ્રભુ સમાની
(૨૪, ૩) આમ, કવિ પરમાત્માના ભયભંજન, જીવમાત્ર પ્રત્યે કરુણાસાગર એવા ગુણને તેમ જ દાનવીરતાના ગુણને ઉલ્લાસપૂર્વક આલેખે છે. પ્રભુ આવા અનેક ગુણોના ભંડાર હોવાથી હૃદયમાં વસ્યા છે. કવિની ઇચ્છા પરમાત્માના સર્વ ગુણો ગાવાની છે, પરંતુ પરમાત્મગુણોની અનંતતા અને તેને કારણે પોતાની ગુણ ગાવાની અસમર્થતા અભિવ્યક્ત કરતાં કહે છે;
પ્રભુ તેરે ગુણ અનંત અપાર; " સહસ રસનાધર સુરવર, કહત ન આવે પાર. ૧
ભક્તિપ્રધાન ચોવીશી (ખંડ-૧) - ૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org