Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કવિએ મહાવીરસ્વામી સ્તવનમાં તેમના જીવિતસ્વામી તીર્થ તરીકે નાણા, નાંદીયાનો મહિમાં કર્યો છે, તેમજ વીરવાડા નામના તીર્થનો પણ ઉલ્લેખ કર્યો છે. અજિતનાથ સ્તવનમાં તારંગા તેમજ પાર્શ્વનાથ સ્તવનમાં ખંભાતમાં બિરાજમાન કંસારી પાર્શ્વનાથનો ઉલ્લેખ કર્યો છે.
કવિનાં કેટલાંક સરળ દૃષ્ટાંતો, ઉપમાઓ આદિ પણ તેની સરળ અભિવ્યક્તિને કારણે આકર્ષક બન્યાં છે. પરમાત્મા સાથે પળ વીતે તે પણ ધન્ય એ ભાવ અભિવ્યક્ત કરતાં કહે છે : ચંદન કી ટુકડી ભલી, કાહાં કીજઇ કાઠકો ભારો
(૩, ૨) તો પરમાત્મા સાથે એક વાર પ્રીતિ થયા બાદ અન્ય દેવમાં મન લાગતું નથી એ અંગે ઉપમા દર્શાવતાં કહે છે : કેસર કંઠ લગાવીનઈ, કુણ કરઈ કેસુડાનો સંગ કિ
(૫, ૨) તો પરમાત્મા ગુણવંત હોવાથી સહજરીતે દાન દેનારા છે એ અંગે લોકોક્તિને કાવ્યાત્મક રીતે ગૂંથતાં કહે છે : હાલ હોઇ તો છલછલઈ, ભરી કાંઈન કરઈ અવાજ
. (૧૧, ૫) તો પરમાત્માના ગુણો વર્ણવતા પ્રસિદ્ધ ઉપમાઓને આલેખતાં;
સૌમ્ય ગુણે કરી ચંદ્રમા સારિખો, ઉદર સીહ સમ જાણ રે ગુણાકર. ગંભીર ગુણે કરી સાગર જીપતો, ગુણમણિ કેરી રે ખાણિ ગુણાકર
(૧૨, ૨) નીચના સ્નેહની અસ્થિરતા વર્ણવતાં કહે છે :
નીચનો નેહ છ૮ એહવો, સોહઈ રંગ પતંગ. ચટક દેખાવઇ આગઈથી પછી ફીકાનો એહી જ ઢંગ.
: (૧૧, ૩) એ જ રીતે પરમાત્મા પ્રતિના દઢપ્રેમને અભિવ્યક્ત કરતાં કહે છે :
ચક્કી ચાહે ભાનુ નઈજી, સતી નઈ ભરતાર. ચંદ ચકોરયું પ્રીતડીજી, કેકીનઈ જલધાર
(૧૯, ૨) જેમ ચક્રવાકી સૂર્યને ચાહે, સતી પતિને ચાહે, ચકોર ચંદ્રથી પ્રીતિ ધારણ કરે અને મોર જેમ વરસાદ માટે પ્રેમ રાખે એવી જ રીતે મારા હૃદયમાં તારે માટે પ્રેમ રહ્યો છે. તો લોકજીવનની છાંટ લઈ આવતી ઉપમા પણ આકર્ષક છે : આકંઠ અમૃત જમીનઈ, કુણ કરઈ કાંજી આહાર સલુણે સાજનાં.
(૧૬, ૧) આમ આ ચોવીશીમાં આવા કેટલાક હૃદ્ય ઉન્મેષો જોવા મળે છે.
સત્તરમું શ્રી કુંથુનાથ સ્તવન તેમની ચોસઠ હજાર પત્નીઓના હૃદયદ્રાવક વિલાપને કારણે કરુણરસનું ૩૩૪ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય - મા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org