Book Title: Chaud Gunsthanak Part 03 Gunsthanak 5 to 14 Author(s): Narvahansuri Publisher: Padarth Darshan Trust View full book textPage 6
________________ પ્રકાશકીય ચૌદગુણસ્થાનક ના બે ભાગ આ અગાઉ પ્રકાશિત થઇ ચૂકયા છે. જેમાં પહેલા ભાગમાં કેવળ મિથ્યાત્વ ગુણસ્થાનક કે જેમાં જગતના મોટા ભાગના જીવો ફસાયેલા પડ્યા છે તેની વિચારણા તેમજ તેમાંથી નીકળી પ્રગતિના માર્ગે જ્વા માટેની ખૂબજ સુંદર સમજ સરળ ભાષામાં આપવામાં આવી છે. જ્યારે બીજા ભાગમાં મિથ્યાત્વથી આગળ વધી જીવ ગ્રંથી સુધી આગળ વધવા સાથે તે ગ્રંથીનો ભેદ કરી યથાપ્રવૃત્તકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરવા દ્વારા સમકિતને પ્રાપ્ત કરે છે. તેની સંપૂર્ણ પ્રક્રિયાનો ચિતાર આપવામાં આવ્યો છે. આજે આપની સમક્ષ પ્રકાશિત થતા આ ત્રીજા ભાગમાં જીવ સમકિત મેળવ્યા પછી, ગૃહસ્થપણામાં હોવા છતાં નિયમોના પાલન દ્વારા પાંચમાગુણસ્થાનકમાં તેમજ સર્વવિરતિ ધર્મની પ્રાપ્તિ કરવા દ્વારા છઠ્ઠા સાતમા ગુણસ્થાનકને પામી પોતાની શિત મુજબ શ્રેણીને પામવા દ્વારા આઠમા ગુણસ્થાનકથી અગિયાર તથા બારમા ગુણસ્થાનક સુધી પહોંચવામાં કેવા કેવા પરાક્રમો કરીને પોતાના ઇચ્છિત સ્થાનને કેવી રીતે પ્રાપ્ત કરે છે અને મોહનીય કર્મ જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય અને અંતરાય કર્મ જેવા ઘાતી કર્મોનો ક્ષય કરી વીતરાગ પણાને પ્રાપ્ત કરી કેવળજ્ઞાન પામવા સુધી પહોંચે છે અને આયુષ્યના ક્ષયે અજન્મા અવસ્થાને પ્રાપ્ત કરે છે. આ આખોય ચિતાર વિસ્તારપૂર્વક તેમજ સરળતાથી સમજી શકાય તે રીતે આપેલ છે. મનનીય એવા આ પુસ્તકનું સુંદર લખાણ તૈયાર કરી આપવા બદલ ૫.પૂ. આચાર્ય વિ.નરવાહનસુરી મ. સાહેબના તેમજ આ પુસ્તકની પ્રુફ તપાસી તેને શુધ્ધ કરી આપવા બદલ પૂ.દર્શનશીલ વિજ્યજી મહારાજ સાહેબના અમે ખૂબ જ ઋણી છીએ. જે સંસ્થાએ ચૌદગુણસ્થાનક ભાગ-૧ તથા ૨ ના પ્રકાશનનો લાભ લીધેલ છે. તે જ શ્રી કૃષ્ણનગર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ (સૈપુર બોઘા) ના ટ્રસ્ટીઓએ આ પુસ્તક પ્રકાનનો પણ લાભ લઇ ખૂબ ખૂબ અનુમોદનીય કાર્ય કરેલ છે અને આવો સુંદર સહકાર ભવિષ્યમાં પણ અમોને મળતો રહેશે તે આશા સાથે ટ્રસ્ટના ટ્રસ્ટીઓનો આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ છીએ. એજ. પદાર્થ દર્શન ટ્રસ્ટના ટ્રસ્ટીઓPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 412