________________
૩૪૦
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
અને કાયા ઉપર અંકુશ મૂકી દેવો પડશે. પોતાના વકતવ્યો અને લખાણોથી સંસારસાગરમાં દીપ સમાન અને ભવાટવીમાં ભોમીઆ સમાન દુર્લભ એવું શ્રી જિનવચન આ દુષમાર ઘોર અંધારી રની સમાન કાળમાં ન નિન્દાઇ જાય તેની પૂરેપૂરી કાળજી રાખવી પડશે.
શ્રી નિવચનમાં પણ આજે અનેક વિવાદો છે, માટે આપણે તો સૌને માન્ય હોય તેટલું જ સાચું માનવું, બાકી બધું મતાગ્રહમાંથી જન્મેલું માનવું, એમ બોલવા પહેલાં મતાગ્રહનો એ આક્ષેપ પોતા કરતાં કેટલી ઉચ્ચ કોટિના મહાન પુરૂષો ઉપર પહોંચી જાય છે, તેનું ભાન રાખતાં પણ શીખવું પડશે. છેવટમાં છેવટ ભગવાન શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા, ભગવાન શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજા અને છેલ્લામાં છેલ્લા દુ:ષમકાળ રૂપી અંધારી ઘોર રાતમાં રનીશ (ચંદ્રમા) તુલ્ય ઉપાધ્યાય શ્રીમદ્ યશોવિજ્યજી મહારાજાએ પોતાના અપૂર્વ બુદ્ધિબળે, અપૂર્વ શ્રદ્વાબળે અને અપૂર્વ ચારિત્રબળે શ્રીનિવચનનો જે નિર્ણય કર્યો છે, તેની વિરૂદ્ધ એક અક્ષરનો પ્રલાપ કર્યા પહેલાં ચૂપ થઇ વું પડશે. તેમણે શ્રી જિનવચનની સિદ્ધિ માટે આપેલી સઘળી દલીલોને ધ્યાનપૂર્વક સાંભળવી પડશે : એ સાંભળ્યા, વાંચ્યા અને વિચાર્યા પછી પણ સંદેહો ન ટળે તો થોભવું પડશે. તેમના સંદેહો દૂર થયા અને તારા ન થયા, તેમાં કારણ તેમના કરતાં તારામાં બુદ્ધિબળ કે સત્ય સોધવાની જિજ્ઞાસાવૃત્તિ અધિક છે એમ માનવા પહેલાં, તારા અને તેમના બુદ્ધિબળની કે જિજ્ઞાસાવૃત્તિની તુલના કરજે. તેમનામાં રહેલી સત્યશોધક અને સત્યસ્વીકાર વૃત્તિ અને તારામાં રહેલી તે વૃત્તિઓનું અંતર તપાસજે, જેથી તને સાચી સ્થિતિનું ભાન થશે. એ વિચાર કરવામાં તું અંધશ્રદ્વાના માર્ગે ઘસડાઇ જાય છે, એવી શંકા રખે આણતો. અંધશ્રદ્ધાનો તું જેટલો વિરોધી છે, તેના કરતાં કેઇગુણા વિરોધી તેઓ હતા. છતાં તેઓ ઉપર તને શ્રદ્વા ન બેસે, તો તારી અલ્પબુદ્ધિના મદમાં છકીને મિથ્યા ગુમાનના શિખર ઉપર આરૂઢ થયો છે કે કેમ ? તેની તપાસ કરજે. એ તપાસ ન કરી અને કલ્પિત ગુમાનના શિખરે ચઢી ગયો,