________________
૩૯૬
ચીદ ગુણસ્થાનક ભાગ-૧
બાઇબલમાં પણ આ શબ્દો ગમે એવા છે : I will હું કરીશ. (તેમ) જુઓ, કોઇ લાંબી વાત નથી, દલીલ નથી, પણ છતાં જોકે એવી ઘાંચ નથી, પ્રભુ તમારી ઇચ્છા પ્રમાણે કરીશ એવો સીધોસાદો સમર્પણભાવ છે. ગીતાએ પ્રબોધ્યું છે તેમ, આવા કલ્યાણપથના પ્રવાસીનું કદી અમંગલ થાય ખરું કે?
પ્રાર્થના એ ભીખ નથી. એ તો છે આપણો અનન્ય અધિકાર. એના દ્વારા આપણે સર્વેશ્વરનો સહારો મેળવી શકીએ. ઠીંગણો, માણસ પર્વતના શિખર ઉપર ચડી જાય ત્યારે એની ઊંચાઇ વધી ગઇ છે એમ ના સ્વીકારીએ તો પણ એની દ્રષ્ટિનો વ્યાપ અનેક ગણો વધી ગયો છે એમ તો સ્વીકારવું જ પડે.
કાકાસાહેબ કાલેલકર એક યુવકને કહે : તારી મર્યાદા ઓગાળવાનું તું મને પૂછતો હતો ને ? હા, એ મારો ગંભીર પ્રશ્ન છે.
તો એ પ્રશ્નના ઉકેલ માટે તું પ્રાર્થનાનો ઉપયોગ કર. તારી તમામ સીમાઓ ઓગળી જશે ને તું સાચા જીવનનો ભોગવનાર બનીશ.
પ્રાર્થનામાં આ અને બીજી અનેક શકિતઓ ભરેલી છે. યોગ્ય ઉપયોગ કરતાં એનાથી મુસીબતો જાય ને રાહત મળે એવો અનુભવ થાય ને થાય જ. આજ સુધીમાં અનેક લોકોએ આ અનુભવ કર્યો છે,
તો આપણે પણ એ પ્રાર્થનાનું બળ કેમ ના અજમાવીએ ? દર્શનીય દીપ :
સતત ઝઘડતાં જ રહેતાં સુશીલાબેનને પ્રાર્થનાનો રસ્તો મળ્યો ત્યારે એ તો ધન્યતાનો જ અનુભવ કરી રહ્યાં. એમની એકની એક પુત્રી વંદના કહે :
મમ્મી, તેં પ્રાર્થના શરૂ કરી ને લાભ મને મળ્યો. - કેમ ના મળે ? પ્રાર્થનાનો દીવો તો આપણા ઘરમાં થયો ગણાય ને ?