________________
ચૌદ ગુણસ્થાનક ભાગ-૧
૩૭૧
જ કેવળ સંયોગથી જ અહીં પણ કુલ ૧૮ શબ્દો દ્વારા ૧૮ તબક્કાઓની સીડી રચાય છે. પ્રાકૃતબુદ્ધિ ધરાવતા સરેરાશ સાંસારિક માનવીની સ્થિતિને આપણે મધ્યબિંદુ કે મધ્યસ્થિતિ ગણી અ-વિભાગની છ સ્થિતિઓને અધોગતિ તરફ લઇ જતી સીડીનાં પગથિયાં અને બે વિભાગની બાર સ્થિતિઓને ઊર્ધ્વગતિ તરફ દોરી જતાં પગથિયાં સમજીએ, તો આ આખી યાત્રા પણ ૧૮ પગથિયાંની બની રહે છે, આપણે તેને આકૃતિના રૂપમાં આ સાથે બતાવ્યા પ્રમાણે જોઇ શકીએ. આ ૧૮ પગથિયાં સૂચવતા ગીતાના શબ્દોને આપણે થોડાક ઊંડાણથી જોઇએ.
બુદ્ધિ એટલે નિશ્ચય. ઘણા વિકલ્પોમાંથી કોઇ એક વિકલ્પને સ્વીકારી ત્યાં સ્થિર થવાનું બુદ્ધિનું વલણ. એવી નિશ્ચય કરવાની શકિત પ્રમાણમાં ઘણી ઓછી હોય તે અલ્પબુદ્ધિ, અલ્પબુદ્ધિ ઇયત્તા (માપ) અને શકિત બંને દ્રષ્ટિએ અભ્યતા ધરાવતી હોય તેથી નિશ્ચય થાય. તોય ડગમગ રહે. નિશ્ચય કરીને ફેરવી નખાય. નિશ્ચય કરવામાં આળસ કંટાળો કે ભય લાગે. પરિણામે નિશ્ચય કરવામાં જે દ્રઢતા હોવી જોઇએ તે ઘણી ઓછી વરતાય, પરિણામે કિનારી પર ઊભેલા જીવ સહજ રૂપમાં નીચે સરકવાની સ્થિતિમાં આવી જાય.
અબુદ્ધિ એટલે બુદ્ધિહીન, મૂર્ખ, અજ્ઞાની, રામ તો અબુદ્ધિમાંનો અ અલ્પતા પણ સૂચવે છે, પણ અલ્પબુદ્ધિ નો ઉલ્લેખ અલગરૂપે આવી ગયો હોવાથી જેમાં બુદ્ધિ પોતાનું કર્તવ્ય કરવાની સ્થિતિમાં જ નથી એવી સ્થિતિ એવા રૂપને અબુદ્ધિ સમજી શકીએ. આ લગભગ પશુ જેવી જ સ્થિતિ ગણાય. સહજ પ્રેરણાથી કર્મો કરતો રહે. પણ તેમાં બુદ્ધિનો સાથ શૂન્ય કે શૂન્ય જેવો જ હોય. પરિણામ શું આવે ? અંધકારમાં જ આપણી ગાડીની લાઇટ રિસાઇ ગઇ. હવે ? ગાડી કોની મદદથી દિશા નક્કી કરશે ? આમાં આમતેમ ફાંફાં જ મારવાનાં રહે. નીચે જવાની ક્રિયા આમાં થોડી વધુ ગતિ મેળવે.
તેમ છતાં હજી બુદ્ધિનો અભાવ કે અલ્પતા છે, બુદ્ધિનું વિકૃત,