________________
આરામનંદનની કથા.
૧૧૫
કેતકીના વન પ્રત્યે જતા ભ્રમરની જેમ તે સન્મુખ આવ્યા અને ભયભીત થતાં વારંવાર ગમનાગમન કરતાં વિલંબે થાળી પાસે આવીને તેઓ ઘેંસ ખાઈ ગયા. એક એક કેળીયાથી પણ દુષ્કાળના રાંકની જેમ તૃપ્તિ પામતા, ઉચ્છિષ્ટ ભજનને બિલાડાની જેમ તેઓ જીભવતી થાળી ચાંટવા માંડ્યા. પછી બીજે દિવસે કરે છે મૂકવામાં આવતાં તે પોતાના બળ પ્રમાણે આવીને ખાઈ ગયા. એમ એકદા ભારે ગંધયુક્ત તે થાળી હાથમાં લઇ આરામનંદન પતે કાંઠે બેઠે, ત્યાં સમયને જાણનારા વિષે જેમ દાનશાળા પ્રત્યે દેડે તેમ એકબીજાને બલાત્કારે પાછળ મૂકતા તે ખાવાને દેડ્યા. તેમાં પક્ષીઓમાં ગરૂડની જેમ એક જળપુરૂષ સ્પર્ધાથી અત્યંત ઉતાવળે આગળ નીકળી આવ્યું. અને બીજા જેટલામાં ન આવે તેટલામાં એ થાળી લઈ લઉં એમ પિતાનું ઉદર ભરનાર તેણે થાળી લેવા હાથ લંબાવ્ય, તેવામાં આરામનંદને પોતાને હાથ પ્રસા એટલે તેના ભાવને જાણનાર જળપુરૂષ પાછો સમુદ્રમાં ગયે, અને આ અન્ય પુરૂષ મને જોઈ પાછા ન વળે એમ ધારી તે માયાવી હાથમાં રત્ન લઈને તરત પાછા આવ્યા. તે રત્ન તેના હાથમાં નાખતાં ભરેલ થાળી લઈને તે કર બે ખાઈ ગયે અને પેટે હાથ ફેરવવા લાગ્યા. આરામનંદન રત્નની પરીક્ષા કરતાં બહુ પ્રભેદ પામ્યું. અત્યંત ઉપાય સફળ થતાં કેણ હર્ષ ન પામે? એ રીતે ઉપાય સિદ્ધ થતાં તેણે વારંવાર દરરોજ કર્મકોને આજ્ઞા કરતાં ખૂબ કર નીપજાવી કાંઠે લાવી તે જળપુરૂષને આપતાં, તેમની પાસેથી તે વારંવાર રત્નાકરનાં રને લેવા લાગ્યું. આથી દરિદ્રનાં બાળકો અને વડની વડવાઈની જેમ આરામનંદનનાં રત્ન પ્રતિદિન વધતાં ગયાં. એટલે પ્રિયની જાનમાં કલત્રની જેમ રન્ને સંભાળવાની રાત્રે તેને ચિંતા થતાં દિવસ લક્ષમીની જેમ તેની નિદ્રાને ટાળનારી